________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
(૧૩) ખાહિલા (ખિસકોલી) :- રાત્રિનો ચોથો પ્રહર ચાલતો હતો. તે સમયે અચાનક રાજાએ રોહકને પૂછ્યું તું જાગે છે કે ઊંઘે છે ? રોહકે કહ્યું- જાગું છું સ્વામી ! રાજાએ કહ્યું તું શું વિચારે છે ! રોહકે કહ્યું– હું વિચારું છું કે ખિસકોલીની પૂંછડી એના શરીરથી મોટી હશે કે નાની ?
૨૦૦
રોહકની વાત સાંભળીને રાજા ખુદ વિચારમગ્ન બની ગયા. જ્યારે તે કોઈ નિર્ણય ન કરી શક્યા ત્યારે તેણે રોહકને પૂછ્યું– બેટા ! તું આ વિષે શું જાણે છે? રોકે કહ્યું– દેવ ખિસકોલીનું શરીર અને પૂંછ બન્ને બરાબર હોય છે. એમ કહીને રોહક ફરી ઊંઘી ગયો. (૧૪) પંચપિયરો (પાંચ પિતા) :– રાત્રિ વ્યતીત થઈ ગઈ. સૂર્યોદયથી પહેલા જ્યારે મંગલ વાજિંત્રો વગાડવામાં આવ્યા ત્યારે રાજા જાગ્યા પરંતુ રોહક ગાઢ નિદ્રામાં સૂતો હતો. રાજાએ રોહકને અવાજ દીધો પરંતુ રોહક જાગ્યો નહીં. તેથી રાજાએ પોતાની છડી જરાક રોહકના શરીરને અડાડી, તેથી રોહક તરત જ જાગી ગયો. રાજાએ કુતૂહલપૂર્વક પૂછ્યું– રોહક તું શું વિચાર કરતો હતો ? રોહકે કહ્યું– હું વિચારતો હતો કે આપને પિતા કેટલા છે?
રોહકની વાત સાંભળીને રાજા ચક્કરમાં પડી ગયા પરંતુ તેની બુદ્ધિ પ્રબળ હોવાના કારણે ક્રોધને શાંત કરીને કહ્યું- બેટા ! તું જ બતાવ કે હું કેટલા પિતાનો પુત્ર છું?
રોહકે કહ્યું–મહારાજ ! આપ પાંચ પિતાથી ઉત્પન્ન થયા છો. એક તો વૈશ્રમણથી કેમ કે આપ કુબેર સમાન ઉદાર છો. બીજા ચાંડાલથી કેમ કે દુશ્મનો માટે આપ ચાંડાલ સમાન ક્રૂર છો. ત્રીજા ધોબીથી, ધોબી જેમ ભીના કપડાને ખૂબ નીચોવીને બધું પાણી તેમાંથી કાઢી નાંખે છે એ જ રીતે આપ પણ દેશદ્રોહી અને રાજદ્રોહીનું સર્વસ્વ લૂંટી લો છો. ચોથા વિંછીથી, જેમ વિંછી ડંખ મારીને બીજાને પીડા પહોંચાડે છે એ જ રીતે મારા જેવા નિદ્રાધીન બાળકને છડીના અગ્રભાગથી જગાડીને વિંછીની જેમ કષ્ટ પહોંચાડ્યું છે. પાંચમા આપના પિતાશ્રી કેમ કે આપ આપના પિતા સમાન ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરો છો.
રોહકની ઉપર્યુક્ત વાત સાંભળીને રાજા અવાક્ બની ગયા. પ્રાતઃકાળે શૌચ-સ્નાનાદિથી નિવૃત્ત થઈને રાજા પોતાની માતાને પ્રણામ કરવા માટે ગયા. પ્રણામ કરીને રોહકે બતાવેલી પાંચ પિતાની વાત તેણે માતાને કહી સંભળાવી અને પછી કહ્યું– માતાજી ! આ વાત કેટલી સત્ય છે ?
રાજમાતાએ કહ્યું – પુત્ર ! વિકારી ઇચ્છાથી જોવું એ જ જો તારા સંસ્કારનું કારણ હોય તો એવું અવશ્ય બન્યું છે. જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે હું એક દિવસ કુબેરની પૂજા કરવા માટે ગઈ હતી. કુબેરની સુંદર મૂર્તિને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી, પાછા ફરતી વખતે એક ધોબી અને એક ચાંડાલ યુવકને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી. ત્યાર બાદ ઘર તરફ આવતી વખતે એક વિંછી યુગલને ચિંત-ક્રીડા કરતાં જોઈને મારા મનમાં પણ કંઈક વિકારી ભાવના ઉત્પન્ન થઈ હતી. વસ્તુતઃ તો તારા જનક જગતુ પ્રસિદ્ધ એક જ પિતા છે.
માતા પાસેથી સર્વ વાત જાણીને, રોહકની ત્પાતિક અલૌકિક બુદ્ધિનો ચમત્કાર જોઈને, રાજા આશ્ચર્યચકિત બની ગયા. માતાને પ્રણામ કરીને રાજા પોતાના મહેલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org