________________
કથાશાસ્ત્ર ઃ નંદી સૂત્રની કથાઓ
માણસોને મોકલ્યા અને તેની શર્તો કહેવડાવી. રોહક જ્યારે મારી પાસે આવે ત્યારે શુક્લ પક્ષમાં ન આવે, કૃષ્ણપક્ષમાં ન આવે, દિવસના ના આવે, રાત્રિના ન આવે, છાયામાં ન આવે, તડકામાં ન આવે, આકાશમાર્ગથી ન આવે, ભૂમિ પર ચાલીને પણ ન આવે, માર્ગથી ન આવે, ઉન્માર્ગથી ન આવે, સ્નાન કરીને ન આવે, સ્નાન કર્યા વગર પણ ન આવે. પરંતુ રોહકને રાજા પાસે અવશ્ય આવવાનું છે.
રાજાની એવી નિરાલી આજ્ઞા સાંભળીને રોહકની પાસે ઊભેલા માણસોના શ્વાસ અદ્ધર ચડી ગયા. સૌ વિચારમાં પડી ગયા કે આવી કઠિન શર્તો શી રીતે પૂરી થશે? પરંતુ રોહક કાંઈ હારે એમ ન હતો. રોહકે રાજદરબારમાં જવાની તૈયારી કરી.
૧૯૯
સુઅવસર જોઈને રોહકે ગળા સુધી સ્નાન કર્યું, અમાવસ્યા અને એકમની સંધિમાં સંધ્યા સમયે, શિર પર ચાયણીનું છત્ર ધારણ કરીને, બકરી પર બેસીને, ગાડીના પૈડાના ચિલાનો રસ્તો છોડીને વચલા રસ્તેથી રાજાની પાસે ગયો. રાજદર્શન, દેવદર્શન અને ગુરુદર્શને ખાલી હાથે ન જવાય એ નીતિ વચનને ધ્યાનમાં રાખીને રોહકે હાથમાં એક માટીનું ઢેફુ સાથે લીધું હતું.
રાજાની સેવામાં પહોંચીને રોહકે યોગ્ય રીતે વિનયપૂર્વક નમસ્કાર કર્યા. પછી માટીનું ઢેફુ રાજાની સમક્ષ રાખી દીધું. રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું– આ શું છે ? રોહકે નમ્રભાવે ઉત્તર આપ્યો, દેવ ! આપ પૃથ્વીપતિ છો એટલે હું આપના ચરણે ધરવા માટે પૃથ્વી લાવ્યો છું. પ્રથમ દર્શને જ એવા પ્રકારનું માંગલિક વચન સાંભળીને રાજા અતિ પ્રમુદિત થયા. રોહકની સાથે આવનાર ગ્રામીણ લોકો હર્ષથી નાચી ઉઠયા રોહકે આજ્ઞાનું પાલન કર્યું તેથી રાજાએ ગ્રામીણ લોકોને મોકલી દીધા પણ રોહકને પોતાની પાસે રાખી લીધો. રાત્રે રાજાએ રોહકને પોતાની પાસે સૂવડાવ્યો.
રાત્રિના બીજા પહોરે રાજાએ રોહકને સંબોધન કરીને કહ્યું– રોહક ! તું જાગે છે કે ઊંઘે છે ? રોહકે જવાબ આપ્યો- જાગું છું મહારાજ. રાજાએ પૂછ્યું- જાગીને તું શું વિચારે છે ? રોહકે કહ્યું હું વિચારું છું કે બકરીના પેટમાં ગોળ– ગોળ લીંડીઓ કેમ બનતી હશે ? રોહકની આશ્ચર્યચકિત વાત સાંભળીને રાજા પણ વિચારમાં પડી ગયા પણ રાજાને ઉત્તર સૂઝ્યો નહીં. તેણે ફરી રોહકને પૂછ્યું– જો હું એ જવાબ જાણતો હો તો મને બતાવ.
રોહકે કહ્યું– દેવ ! બકરીના પેટમાં સંવર્તક નામનો વાયુ વિશેષ હોય છે, તેથી તેની લીંડીઓ ગોળ–ગોળ બનીને બહાર આવે છે. એમ કહીને થોડી વારમાં જ રોહક ઊંઘી ગયો.
(૧૨) પત્ર :~ · રાત્રિના ત્રીજા પહોરે રાજાએ કહ્યું–– રોહક ! જાગે છે કે ઊંઘે છે ? રોહકે શીઘ્ર જવાબ આપ્યો-જાગું છું સ્વામી ! રાજાએ ફરી કહ્યું– રોહક ! તું શું વિચારે છે? રોહકે કહ્યું– હું એમ વિચારું છું કે પિપળાના પાંદડાની ડાંડલી મોટી હોય કે તેની શિખા ?
આ વાત સાંભળીને રાજા સંશયમાં પડી ગયા. પછી તેણે રોહકને પૂછ્યું– બેટા તું આ વિષે શું જાણે છે ? રોહકે કહ્યું– દેવ ! જ્યાં લગી શિખાનો અગ્રભાગ સૂકાય ન જાય ત્યાં સુધી બન્ને સરખા હોય છે. પછી રાજા ઊંઘી ગયા અને રોહક પણ ઊંઘી ગયો. રાજાએ કોઈ અનુભવીને પૂછ્યું– ત્યારે તેણે કહ્યું કે રોહકની વાત સાચી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org