________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
અહીં રોહક નદીના કિનારા પર બેસીને રેતીથી રમતો હતો. એકાએક તેને રેતીમાં ઉજ્જયિની નગરીનો નકશો બનાવવાનું મન થયું. અલ્પ સમયમાં તેણે સફેદ રેતી પર ઉજ્જયિની નગરીનો આબેહૂબ નકશો તૈયાર કર્યો. રાજમહેલ, નગરીને ફરતો કિલ્લો, કોઠા, કાંગરા, રાજધાની વગેરે દરેક દશ્ય બહુ સુંદર ચિતર્યુ. સંયોગવશ તે નગરીના રાજા તે સમયે નદી કિનારે આવ્યા. ચાલતાં ચાલતાં તે રોહકે બનાવેલા નગરીના નકશા પાસે આવ્યા અને તેના પર ચાલવા લાગ્યા તે જ ક્ષણે રોહકે તેને રોકી દીધા અને કહ્યું– મહાશય ! આપ આ માર્ગથી ન જાઓ.
૧૯૪
આ શબ્દ સાંભળતા જ આશ્ચર્ય ચકિત થઈને રાજાએ કહ્યું શું વાત છે બેટા ! રોહકે કહ્યું– આ રાજભવન છે, એમાં કોઈ આજ્ઞા વગર પ્રવેશ કરી ન શકે.
રાજાએ શબ્દ સાંભળતા જ કુતૂહલપૂર્વક રોહકે બનાવેલ પોતાની નગરીનો નકશો નીરખીને જોયો. તેઓ મનોમન વિચારવા લાગ્યા− આ નાનો બાળક કેટલો બુદ્ધિમાન છે. જેણે એક જ વાર નગરીમાં ફરીને કેટલો સુંદર અને આબેહૂબ સાચો નકશો બનાવી લીધો. તે જ ક્ષણે રાજાના મનમાં એક વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ચાર સો નવ્વાણુ (૪૯૯) મંત્રી છે એની ઉપર આ બાળક જેવો અતિ કુશાગ્ર બુદ્ધિમાન કોઈ મહામંત્રી હોય તો મારું રાજ્ય કેટલું સુંદર ઢંગથી ચાલે ! અન્ય બળ ન્યૂન હોય તો પણ તેની બુદ્ધિ દ્વારા હું નિષ્કંટક રાજ્ય ચલાવી શકીશ અને શત્રુ રાજા પર વિજય મેળવી શકીશ. પરંતુ એ પહેલા બાળકની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારીને રાજાએ તે બાળકનું નામ અને ગામ પૂછ્યું. બાળકે કહ્યું– મારું નામ રોહક છે હું આ નગરીની નજીક નટોના ગામમાં છું. રાજાએ પૂછ્યું- તારા પિતાનું નામ શું છે? રોહકે કહ્યું– ભરત નટ. એટલી વાત થઈ ત્યાં રોહકના પિતા આવી ગયા. તેથી રોહક તેની સાથે પોતાના ગામ તરફ રવાના થયો. રાજા પણ પોતાની નગરી તરફ રવાના થયા. રાજા પોતાના રાજ્યમાં ગયા પણ રોહક તેની નજરમાં વસી ગયો. થોડા સમય બાદ રાજાએ રોહકની પરીક્ષા લેવા માટે શરૂઆત કરી. (૨) શિલા :– રાજાએ સર્વ પ્રથમ રોહકના ગ્રામવાસીઓને બોલાવીને કહ્યું– તમે બધા લોકો મળીને એક એવો સુંદર મંડપ બનાવો, જે રાજાને યોગ્ય હોય. તમારા ગામની
બહાર જે મહાશિલા છે તેને ત્યાંથી ખસેડયા વિના અને આઘીપાછી કર્યા વિના એ જ શિલા મંડપની છત બની જવી જોઈએ.
રાજાની આજ્ઞા સાંભળીને ગ્રામવાસી નટ લોકો બહુ ચિંતામાં પડી ગયા. તેઓ બધા પંચાયત ઘરમા એકત્રિત થયા. રોહકના પિતા ભરત પણ તેની સાથે હતા. સર્વે મળ ને પરસ્પર વિચાર વિમર્શ કરવા લાગ્યા. હવે આપણે શું કરવું? રાજાની આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ. જો આપણે રાજાના આદેશનું પાલન નહીં કરીએ તો રાજા અવશ્ય દંડ કરશે. આ રીતે વિચારણા કરતાં કરતાં મધ્યાહ્ન સમય થઈ ગયો.
ન
બીજી બાજુ રોહક તેના પિતા વગર ભોજન કરતો ન હતો, તેમજ પાણી પણ પીતો ન હતો. મોડું થવાથી તેને બહુ જ ભૂખ લાગી. તેથી રોહક ભૂખથી વ્યાકુળ બનીને પંચાયત સભામાં પિતાની પાસે આવીને બોલ્યો– પિતાજી મને બહુ જ ભૂખ લાગી છે માટે જલ્દી ઘરે ચાલો. પિતાએ કહ્યું– બેટા ! ધીરજ રાખ, ગ્રામવાસીઓ પર બહુ કષ્ટ આવી પડ્યું છે. એ વાત તેં જાણતો નથી
Jain Education International
"For Private & Personal Use Only
www.jainelibrary.org