________________
કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
૨૧૦
સિદ્ધ પુરુષે તે બન્નેને એક સરખો નિમિત્ત શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. બે શિષ્યમાંથી એક શિષ્ય બહુ વિનયવાન હતો. ગુરુ જે આજ્ઞા કરે તેનું તે યથાવતુ પાલન કરતો હતો. તેમજ ગુરુ જે કાંઈ શીખવાડે તેના પર તે નિરંતર ચિંતન મનન કરતો હતો. ચિંતન કરતાં કરતાં તેને જે વિષયમાં શંકા ઉત્પન્ન થતી તેને સમજવા માટે પોતાના ગુરુની સમક્ષ ઉપસ્થિત થતો અને વિનયપૂર્વક વંદન નમસ્કાર કરીને શંકાનું સમાધાન કરતો હતો. પરંતુ બીજો શિષ્ય અવિનીત હતો. તે વારંવાર ગુરુને પૂછવામાં પણ પોતાનું અપમાન સમજતો હતો. પ્રમાદના કારણે તે ભણેલ વિષયનું ચિંતન પણ કરતો નહીં. તેથી તેનો અભ્યાસ અપૂર્ણ અને દોષપૂર્ણ રહી ગયો જ્યારે વિનીત શિષ્ય સર્વગુણ સંપન્ન તેમજ નિમિત્ત શાસ્ત્રમાં પારંગત થઈ ગયો.
એક વાર ગુરુની આજ્ઞાથી બન્ને શિષ્યો કોઈ એક ગામમાં જઈ રહ્યા હતા. માર્ગમાં તેઓએ મોટા મોટા પગના ચિહ્નો જોયા. અવિનીત શિષ્ય પોતાના ગુરુભાઈને કહ્યું લાગે છે કે આ પગના ચિત કોઈ હાથીના હોય. ઉત્તર દેતા બીજો શિષ્ય બોલ્યો- ના, એ પગના ચિહ્ન હાથણીના છે. એ હાથણી ડાબી આંખે કાણી હશે એટલું જ નહીં એ હાથણી પર કોઈ રાણી સવારી કરતી હશે. એ રાણી સૌભાગ્યવતી હશે તેમજ ગર્ભવતી હશે. એ રાણી એક બે દિવસમાં જ પુત્રને જન્મ આપશે.
ફક્ત પગનો આકાર જોઈને આટલી બધી વાત કહી શકે? અવિનીત શિષ્યની આંખો કપાળ પર ચઢી ગઈ. તેમણે વિનીત શિષ્યને પૂછ્યું– આટલી બધી વાતો તમે શેના આધારે કહી શકો છો? વિનીત શિષ્ય કહ્યું– ભાઈ ! થોડું આગળ ચાલવાથી તને સ્પષ્ટ સમજાય જશે. એ સાંભળીને અવિનીત શિષ્ય ચૂપ થઈ ગયો. બન્ને ચાલતાં ચાલતાં થોડા સમયમાં નિર્ણય કરેલા ગામ સુધી પહોંચી ગયા. ત્યાં તેઓએ જોયું તો ગામની બહાર એક વિશાળ સરોવરના કાંઠા પર સુખી સંપન્ન વ્યક્તિનો પડાવ પડ્યો હતો. તંબૂઓની એક બાજુ ડાબી આંખથી કાણી એક હાથણી બાંધેલી હતી. એ જ વખતે બન્ને શિષ્યોએ એ પણ જોયું કે એક દાસી તંબૂમાંથી બહાર નીકળી, તેણે એક પ્રભાવશાળી વ્યક્તિને કહ્યું – મંત્રીવર ! મહારાજાને જઈને વધાઈ આપો કે રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે.
આ બધું જોઈને વિનીત શિષ્ય કહ્યું– જોયું ને? ડાબી આંખે કાણી હાથણી અહીં બાંધી છે. સૌભાગ્યવતી અને ગર્ભવતી રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. એ જ રાણી આ હાથણી પર સવાર બની હતી અને તેણી જમીન પર હાથનો ટેકો દઈને ઊભી થઈ હતી. અવિનીત શિષ્ય વ્યંગમાં વિનીતને કહ્યું – હા, તારું જ્ઞાન સાચું છે. ત્યાર બાદ બન્ને જણા તળાવમાં હાથ પગ ધોઈને એક વડલાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા. એ જ વખતે એક વૃદ્ધા મસ્તક પર પાણીનો ઘડો રાખીને તેઓની સામે ઊભી રહી. ત્યાં ઊભીને વૃદ્ધા વિચારે છે– આ બન્ને વિદ્વાન હોય એવું લાગે છે. માટે હું મારા પુત્ર વિષે આ પંડિતોને પ્રશ્ન પૂછીશ. એમ વિચારીને વૃદ્ધાએ પ્રશ્ન પૂછ્યો કે મારો પુત્ર વિદેશ ગયો છે તે ક્યારે આવશે? પ્રશ્ન પૂછયો કે તરત જ વૃદ્ધાના શિર પર રહેલો પાણીનો ઘડો નીચે પડી ગયો. ઘડો જમીન પર પડ્યો કે તરત જ ઘડાના ટુકડે ટુકડા થઈ ગયા અને પાણી માટીમાં મળી ગયું. એ જ વખતે અવિનીત શિષ્ય કહ્યું બુઢિયા! તારો પુત્ર ઘડાની જેમ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org