________________
૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
(૪૦) શતસહસ:- એક ગામમાં એક પરિવ્રાજક રહેતો હતો. તેની પાસે એક મોટું ચાંદીનું વાસણ હતું. એ વાસણનું નામ તેણે ખોરકી રાખ્યું હતું. એ પરિવ્રાજક બહુ બુદ્ધિમાન હતો. તે જે કોઈ વાત એકવાર સાંભળે તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી અક્ષરશઃ યાદ રાખતો હતો. પોતાની પ્રજ્ઞાના અભિમાનથી તેણે સર્વજનોની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે જે વ્યક્તિ મને અશ્રુતપૂર્વ અર્થાતુ પહેલાં નહિ સાંભળેલી વાત સંભળાવશે તો, તેને હું મારું આ ચાંદીનું વાસણ આપી દઈશ.
પરિવ્રાજકની આ પ્રતિજ્ઞા સાંભળીને ચાંદીના વાસણના લોભે ઘણા માણસો તેની પાસે આવ્યા. તે દરેકે નવી નવી વાતો સંભળાવી પરંતુ આગંતુક જે વાત સંભળાવે તે પરિવ્રાજક અક્ષરશઃ અનુવાદ કરીને તે જ સમયે સંભળાવી દેતો અને કહેતો કે આ વાત મેં સાંભળી છે. જો મેં સાંભળી ન હોય તો હું તમને અક્ષરશઃ કેવી રીતે બતાવી શકું? લોકોમાં પ્રસિદ્ધિ થઈ કે આવી કુશાગ્ર બુદ્ધિ અમે કોઈનામાં જોઈ નથી. પરિવ્રાજકની બુદ્ધિની ચારે બાજુ પ્રશંસા થવા લાગી.
આ વાત એક સિદ્ધપુત્રે સાંભળી. તેણે કહ્યું– હું પરિવ્રાજકને એક વાત એવી કહીશ જે વાત તેણે ક્યારે ય પણ સાંભળી નહીં હોય. સિદ્ધપુત્રની વાત સાંભળીને રાજાએ પોતાના દરબારમાં સભાજનોને બોલાવ્યા. પરિવ્રાજકને પણ ત્યાં બોલાવ્યો. પરિવ્રાજકની સામે સિદ્ધપુત્રે વાત કરવાની શરૂઆત કરી.
तुज्झ पिया मह पिउणो, धारेइ अणूणगं सयसहस्सं ।
जइ सुयपुव्वं दिज्जउ, अह ण सुयं खोरयं देसु ॥ અર્થ:- તમારા પિતાને મારા પિતાએ પૂરા એક લાખ રૂપિયા આપ્યા હતા. જો આ વાત તમે પહેલા સાંભળી હોય તો તમારા પિતાનું એક લાખ રૂપિયાનું કરજ ચૂકવી દો અને જો વાત ન સાંભળી હોય તો આપની પ્રતિજ્ઞા અનુસાર ચાંદીનું વાસણ(ખોરાક) મને આપી દો.
બિચારો પરિવ્રાજક પોતાની ફેલાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયો. તે એમ કહે કે મેં આ વાત પહેલાં સાંભળી છે તો તેને એક લાખ રૂપિયા આપવા પડે. તેને લાખ રૂપિયા તો આપવા ન હતા તેથી તેણે પોતાનો પરાજય સ્વીકારી લીધો અને ચાંદીનું વાસણ સિદ્ધપુત્રને આપી દીધું. આઈસિદ્ધપુત્રની ઔત્પાતિક બુદ્ધિનું અનુપમ ઉદાહરણ. વૈનચિકી બુદ્ધિનું લક્ષણ અને તેના દાંતો:
વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કાર્યભારના વિસ્તરણ અર્થાત્ વહન કરવામાં સમર્થ હોય છે. ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ, કામનું પ્રતિપાદન કરનાર, સૂત્ર તથા અર્થને ગ્રહણ કરવામાં પ્રધાન–કુશળ તેમજ આ લોક અને પરલોકમાં સુંદર ફળ દેનારી વૈયિકી બુદ્ધિ હોય છે. તેના પંદર ઉદાહરણોના નામ આ પ્રમાણે છે(૧) નિમિત્ત (૨) અર્થશાસ્ત્ર (૩) લેખ (૪) ગણિત (૫) કૂવો (c) અશ્વ (૭) ગધેડો (૮) લક્ષણ (૯) ગ્રંથિ (૧૦) અગડ, કૂવો (૧૧) રથિક (૧૨) ગણિકા (૧૩) શીતાશાટી–ભીનું ધોતિયું (૧૪) નીદ્રોદક (૧૫) બળદોની ચોરી, અશ્વનું મરણ, વૃક્ષથી પડવું એ નયિકી બુદ્ધિના ઉદાહરણ છે. (૧) નિમિત્ત – કોઈ એક નગરમાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા. તેને બે શિષ્યો હતા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org