________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
જ્ઞાતા ધર્મકથા સૂત્ર
સૂત્ર પરિચય :– જ્ઞાતા ધર્મકથા સૂત્ર ગણધરકૃત છઠ્ઠું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં કેટલીક કથાઓ ઐતિહાસિક છે તો કેટલીક કથાઓ કલ્પિત છે. આ બધીજ કથાઓનો ઉદ્દેશ વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અથવા શિક્ષા દેવાનો છે. જેથી મુમુક્ષુ સાધક સરળતાથી આત્મ ઉત્થાન કરી શકે. આ કથાઓમાં શ્રદ્ધાનું મહત્વ, આહાર કરવાનો ઉદ્દેશ, અનાસક્તિ, ઇન્દ્રિય વિજય, વિવેકબુદ્ધિ, ગુણવૃદ્ધિ, પુદ્ગલ સ્વભાવ, કર્મ વિપાક, ક્રમિક વિકાસ કામભોગોનું દુષ્પરિણામ, સહનશીલતાના માધ્યમથી સંયમની આરાધના-વિરાધના અને દુર્ગતિ-સતિ આદિ વિષયો ઉપર સરળ ભાષામાં પ્રકાશ પાડ્યો છે. આ કથાઓ વાદ-વિવાદ કે મનોરંજન માટે નથી પણ જીવન ઉત્થાનને માટે ચિંતન-મનન કરવા યોગ્ય છે.
દ્વિતીય શ્રુતસ્કંધમાં સંયમ સાધના કરીને દેવલોકમાં જનારી ૨૦૬ સ્ત્રીઓનું વૃત્તાંત છે. તેઓ બધી સ્ત્રી પર્યાયમાં સંયમ સ્વીકાર કરી દેવીના રૂપમાં ઉત્પન્ન થઈ છે. દેવ ભવ પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમની શુદ્ધ આરાધના કરી મુક્તિ મેળવશે.
આ પ્રમાણે આ છઠ્ઠું અંગસૂત્ર કથાપ્રધાન છે. સામાન્ય જન માટે રોચક આગમ છે. જીવન નિર્માણ માટે અનેક પ્રેરણાઓનો ભંડાર છે. વધુ વિશેષતા એ છે કે અહીં કહેવામાં આવેલી બધી જ પ્રેરણાઓ સાધુ-સાધ્વી તથા શ્રમણોપાસક બન્ને વર્ગને ઉપયોગી છે.
પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયન છે. દ્વિતીય શ્રુતસ્કંધના દશ વર્ગ છે અને તેના કુલ ૨૦૬ અઘ્યયન છે. સંપૂર્ણ સૂત્ર ૫૫૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. આ સૂત્રમાં શિક્ષાપ્રદ દષ્ટાંત તથા ધર્મકથાઓ હોવાથી તેનું નામ જ્ઞાતાધર્મકથા સૂત્ર રાખવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં તેને જ્ઞાતાસૂત્ર પણ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org