________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧
પ્રથમ મૃતક
અધ્યયન – ૧: મેઘકુમાર |
પચ્ચીસસો વર્ષ પૂર્વે રાજગૃહી નામના નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલણા, ધારિણી આદિ અનેક રાણીઓ હતી. ઔપપાતિક સૂત્ર આદિમાં શ્રેણિકની કુલ પચીસ રાણીઓનું વર્ણન આવે છે.
એકદા ધારિણી રાણીને સ્વપ્ન આવ્યું, જેમાં તેણીએ જોયું કે એક સુંદર હાથી આકાશમાંથી ઉતરીને તેના મુખમાં પ્રવેશ કર્યો. જેના ફલસ્વરૂપે એક પુણ્યાત્મા ગર્ભમાં આવ્યો. ગર્ભકાળના ત્રીજે મહીને રાણીને દોહદ ઉત્પન્ન થયો. જેથી તેણીને તીવ્ર ઇચ્છા થઈ કે વરસતા વરસાદમાં, હરિયાળી યુક્ત પ્રાકૃતિક દશ્યમાં રાજા શ્રેણિકની સાથે નગર અને ઉપવનમાં ઐશ્વર્યનો આનંદ ભોગવતી વિચરણ કરું.
પ્રકૃતિની ભવ્યતા કોઈપણ માનવીના હાથમાં નથી હોતી. અસમયમાં ઉત્પન્ન થયેલો દોહદ પૂર્ણ ન થવાથી રાણી ચિંતિત રહેવા લાગી અને ઉદાસીન થઈ ગઈ. અંતે બુદ્ધિનિધાન અભયકુમારે અઠ્ઠમ તપ કરી મિત્રદેવનું સ્મરણ કર્યું અને તેના સહયોગથી મનોકામના પૂર્ણ થઈ.
યથાસમયે ધારિણીએ પુત્ર પ્રસવ્યો. જેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. આઠ વર્ષ વીત્યા પછી તેને કલાચાર્ય પાસે અભ્યાસ કરવા મોકલ્યો. ત્યાં પુરુષની ૭ર કળાઓનું જ્ઞાન મેળવીને તેમાં નિષ્ણાંત થયો. તે યુવાન થતાં આઠ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયા. આ પ્રમાણે પ્રાપ્ત ઋદ્ધિનો ઉપભોગ કરતા મેઘકુમાર વિચરવા લાગ્યો. મેઘકુમારની દીક્ષા – ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. ધર્મસભા એકઠી થઈ. મેઘકુમાર પણ ઉપસ્થિત થયા. વૈરાગ્ય ભરપૂર ઉપદેશ સાંભળી મેઘકુમાર સંસારના ભોગોથી વિરક્ત થયા. માતા-પિતા પાસે અનુમતિ માંગી, માતા-પિતાએ તેને ખૂબ સમજાવ્યો છતાં તે વૈરાગ્યમાં દઢ રહયો. અંતે અનિચ્છાએ આજ્ઞા આપી. મેઘકુમારે સંપૂર્ણ રાજવૈભવ તથા પરિવારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રે જ તેને શ્રમણોના ગમનાગમન આદિથી ક્ષણમાત્ર પણ ઉંઘ ન આવી, જેથી તેનું મન સંયમથી ચલ-વિચલ થયું. અંતે સંયમ ત્યાગનો નિર્ણય મનોમન કરી લીધો.
પ્રાતઃકાલે ભગવાન સમીપે ગયા. વંદન નમસ્કાર કરી ઉભા રહ્યા, ત્યાં જ પ્રભુએ તેના સંપૂર્ણ મનોગત સંકલ્પને જાહેર કરી કહ્યું કે તમે તે જ આશયથી
Jain Education Internation
For Private & Personal Use Only
www.jainelibrary.org