________________
કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર
મારી પાસે આવ્યા છો ? મેઘમુનિએ ભગવાનના વચનોનો સ્વીકાર કર્યો. ભગવાને પ્રતિબોધ આપતાં તેના પૂર્વભવ કહ્યો.
C
પૂર્વભવઃ– હે મેઘ ! તું પૂર્વના ત્રીજા ભવમાં સુમેરૂપ્રભ નામનો હાથી હતો. એક હજાર હાથી-હાથણીઓનો નાયક હતો. નિર્ભય થઈ ક્રીડા કરી રહ્યો હતો. તારી વૃદ્ધાવસ્થામાં જેઠ મહિનામાં જંગલમાં ભયંકર દાવાનળ પ્રગટયો. જંગલના અનેક પ્રાણીઓ ત્રાસી ભાગવા લાગ્યા. તે સમયે હે મેઘ ! તું ભૂખ તરસથી આકુળવ્યાકુળ થઈ સરોવર તટે પહોંચ્યો, પાણી પીવાની આશાએ સરોવરમાં ઉતર્યો પણ તેમાં બહુ કીચડ હોવાથી ફસાઈ ગયો. જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ વધુને વધુ ખૂંચતો ગયો.
તે વખતે કોઈ યુવાન હાથી ત્યાં આવ્યો જેને તેં તારા ઝૂંડમાંથી હરાવીને કાઢી મૂક્યો હતો. તને જોતાંજ તે ક્રોધથી ભભૂકી ઉઠ્યો. તેણે દાંતથી ભયંકર પ્રહાર કરી તને લોહીલુહાણ બનાવી તારો બદલો લીધો. તે સમયે તને અસહ્ય વેદના થઈ. હે મેઘ ! આવી અસહ્ય, પ્રચંડ વેદનામાં તેં સાત દિવસ-રાત્રિ પસાર કરી, મૃત્યુ પામી મેરૂપ્રભ નામનો હાથી બન્યો. કાળાંતરે તે મેરૂપ્રભ હાથી પણ યૂથપતિ બન્યો.
એક વખત ગરમીના દિવસોમાં જંગલમાં દાવાનળ લાગ્યો. બધા પ્રાણી જયાંત્યાં ભાગવા લાગ્યા. મેરૂપ્રભ તેદાવાનળનેજોઈવિચારમાં પડી ગયો. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થયું. વારંવાર થતી આ આપત્તિથી બચવા તેણે ઉપાય શોધી કાઢ્યો. દાવાનળ શાંત થયો. વનમાં બધાજ પશુઓની સહાયતાથી એક મોટું મેદાન સાફ કર્યું કે જેમાં કિંચિત માત્ર ઘાસ ન હોય. જેથી જંગલના તમામ પશુઓ થોડો સમય ત્યાં રહી દાવાનળથી સુરક્ષા પ્રાપ્ત કરી શકે.
એક વખત જેઠ મહિનામાં ફરીને જંગલમાં આગ લાગી. સાફ કરેલું આખું મેદાન પ્રાણીઓથી ભરચક ભરાઈ ગયું. હે મેઘ ! તું પણ મેરૂપ્રભ હાથીના રૂપમાં ત્યાં ઉભો હતો. અચાનક ચળ(ખંજવાળ) આવવાથી તે પગ ઊંચો કર્યો. સંયોગોવસાત્ સસલું તારા પગની નીચેની ખાલી થયેલી જગ્યામાં બેસી ગયું.
સસલાને જોઈને હે મેઘ ! અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી તેં તારો પગ ઊંચેજ રાખ્યો. અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી સંસાર પરિત્ત કર્યો. અઢી દિવસ બાદ અગ્નિ શાંત થયો. બધા પશુઓ ચાલ્યા ગયા. સસલું પણ ગયું. ત્યારે હે મેઘ ! તેં પગ નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જકડાઈ જવાના કારણે પગ ધરતી ઉપર ન મૂકાણો. વધુ પ્રયત્ન કરવા જતાં તું પડી ગયો. તે વખતે તારી ઉંમર ૧૦૦ વર્ષની હતી. વૃદ્ધાવસ્થાથી જર્જરિત દેહમાં ત્રણ દિવસ પ્રચંડ વેદના રહી. અસહ્ય વેદનાજન્ય આર્તધ્યાનને કારણે કવચિત સમ્યક્ત્વ ચાલ્યું જવાથી મેરૂપ્રભ હાથીએ મનુષ્યના આયુષ્યનો બંધ કર્યો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તેં શ્રેણિક રાજાના ઘરે જન્મ લીધો છે. ત્યાર પછી હે મેઘ ! તેં મારી પાસે દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.janelibrary.org