________________
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત-૧
ચિંતનથી તેને(દેવકીને) પૂર્વેની ઘટના યાદ આવી ગઈ. જે આ પ્રમાણે છે. દેવકીની બીજી શંકા અને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા સમાધાન -
એક વાર મને અતિમુક્ત મુનિએ જણાવ્યું હતું કે તું આઠ અલૌકિક નલ કુબેર સમાન પુત્રોને જન્મ આપીશ. એવા પુત્રોને સમગ્ર ભારતમાં જન્મ આપનારી બીજી કોઈ પણ સ્ત્રી નહિ હોય. પરંતુ મને તો એ સાક્ષાત્ દેખાઈ રહ્યું છે કે મેં તો એવા આઠ પુત્રોને જન્મ આપ્યો જ નથી અને બીજી કોઈ સ્ત્રીએ જ આવા જ અલૌકિક પુત્રોને જન્મ આપ્યો છે. આથી શું મુનિની વાણી મિથ્યા સાબિત થઈ? આ પ્રકારની આશંકા તેના મનમાં ઘૂમવા લાગી. સમાધાન માટે તે ભગવાન અરિષ્ટનેમિની પાસે પહોંચી અને વંદન નમસ્કાર કર્યા.
ભગવાન અરિષ્ટનેમિએ રવતઃ દેવકીના મનની શંકા પ્રગટ કરતાં કહ્યું કે– હે દેવકી! તમને આવા પ્રકારની શંકા થઈ છે? દેવકીએ પ્રસન્નતા પૂર્વક એનો સ્વીકાર કર્યો. ભગવાને તેનું સમાધાન કરતાં ફરમાવ્યું -
ભદિલપુર નગરીમાં નાગ ગાથાપતિની સુલસા નામની પત્ની છે. તેને બાળપણમાં જ કોઈ નિમિત્તીઆએ(જયોતિષીએ) કહ્યું હતું કે તને મરેલા પુત્ર થશે. આ કારણે બાળપણથી જ તે હરિણગમેષી દેવની પૂજા કરતી હતી. દેવ તેના પર પ્રસન્ન થયા અને તેના હિત માટે પોતાના અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકીને તમને (દેવકીને) જોયા. તમને જોયાં પછી દેવે એવો ઉપાય કર્યો કે તમારો(દેવકીનો) અને સુલસાનો ગર્ભધારણ અને પ્રસૂતિનો સમય એક સમાન થઈ જાય. તમે જન્મ આપેલા પુત્રોને દેવ પોતાની શક્તિથી ક્ષણભરમાં સુલસા પાસે પહોંચાડી દેતો અને તેના મૃત પુત્રોને તમારી પાસે મૂકી દેતો. દૈવિક પ્રક્રિયાને કારણે તમને એની ખબર પડતી નહિ. આ કારણે હે દેવકી ! આ છએ અણગાર વાસ્તવમાં સુલતાના પુત્ર નથી, પરંતુ તમારા જ પુત્રો છે. તેથી મુનિની વાણી અસત્ય નથી થઈ દેવકીનો પુત્ર પ્રેમ - ભગવાનના શ્રી મુખેથી સમાધાન મેળવીને દેવકી ખૂબ જ ખુશ થઈ. છ અણગારોની પાસે આવીને તેમને વંદન નમસ્કાર કર્યા. મુનિ દર્શનમાં તેનો અત્યંત મોહ ભાવ અને વાત્સલ્ય ભાવ હતો. તે અનિમેષ નયને મુનિઓને નીરખવા લાગી અને પોતાના જ પુત્રો છે એવો અનુભવ કરવા લાગી. આ વિચાર પરિણતિને કારણે અને પુત્ર પ્રત્યેના પ્રેમને કારણે તેના સ્તનમાંથી દૂધની ધારા વહી. હર્ષથી એના પ્રત્યેક અંગ વિકસિત થઈ ગયા. કપડાં અને આભૂષણો તંગ થવા લાગ્યા. ઘણીવાર સુધી આ જ પ્રકારે તેમને નિરખતી ઉભી રહી. પછી વંદન નમસ્કાર કરી પોતાના ભવનમાં આવી ગઈ. શય્યા પર આરામ કરતાં-કરતાં તેને આ પ્રકારનો વિચાર આવ્યો. મોહભાવનો અતિરેક અને આર્તધ્યાન :- મેં છ પુત્રોને જન્મ આપ્યો પરંતુ,
Jain Education international
For Private & Personal Use Ons
www.jainelibras.org