________________
૧૪૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
રાજકન્યા સાથે પરણાવ્યો અને યથેચ્છ પ્રીતિદાન એવં ભોગ-ઉપભોગની સામગ્રીઓ આપી. સિંહસેન સુખપૂર્વક રહેવા લાગ્યો.
કાલાંતરે મહાસેન મૃત્યુ પામતાં સિંહસેન રાજકુમાર રાજા બન્યો. તે પોતાની મુખ્ય રાણી શ્યામામાં ખૂબ આસક્ત હતો; અન્ય રાણીઓ પ્રત્યે ઉપેક્ષા કરતો, તેથી દરેકે પોતાની માતાને કહી દીધું. બધી રાણીઓની માતાઓએ મળી શ્યામાને વિષ આદિ શસ્ત્રોથી મારી નાખવાનું વિચાર્યું. આ વાત ગુપ્ત ન રહેતાં શ્યામાને કાને આવી. શ્યામાએ સિંહસેન રાજાને જણાવી. તેઓએ યુક્તિ કરી.
બધી જ રાણીઓની માતાઓને બહુમાન પૂર્વક નિમંત્રણ મોકલ્યું. એક વિશાળ કૂટાગાર શાળામાં તે સર્વની ઉતરવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી. અર્ધરાત્રિએ રાજા ઉઠયા અને પોતાના પુરુષોની સાથે કૂટાગાર શાલા પાસે ગયા. તે શાળાના દરવાજા બંધ કરાવી ચોતરફ આગ લગાડી દીધી. ૪૯૯ની માતાઓ આક્રંદ કરતી મૃત્યુ પામી. સિંહસેન આ પ્રમાણે પાપકર્મયુક્ત જીવન જીવતો ૨૪૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરનું ભયંકર દુઃખ ભોગવી દેવદત્તાના રૂપમાં જન્મ્યો છે. ભવિષ્ય :- તે દેવદત્તા આજે મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન થશે. અનેક ભવોમાં ભ્રમણ કરતી, અંતે ગંગપુર નગરમાં હંસ બનશે. કોઈના દ્વારા તેનું મોત થશે. ત્યારપછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી દેવલોકમાં જશે. સ્વર્ગનું આયુ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય બની મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા :(૧) સ્વાર્થ અને ભોગની લિપ્સા કેટલી ભયંકર હોય છે કે વ્યકિત પોતાના સંબંધ ભૂલી જાય છે અને ક્રોધાવેશમાં ભયંકર કુકૃત્ય કરી બેસે છે. નીતિ શાસ્ત્રમાં ત્રણને અંધ કહ્યા છે– ક્રોધાંધ, કામાંધ અને સ્વાર્થોધ. આ ત્રણે દીર્ઘકાળ સુધી સંસારમાં ભવભ્રમણ કરે છે. દેવદત્તા, સિંહસેન તેના ઉદાહરણ પૂરાં પાડે છે. (૨) દેવદત્તા પૂર્વભવમાં અશુભ કર્મોથી વ્યાપ્ત બુદ્ધિવાળી હતી. તેથી જ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સુઝી. અન્યથા તેને ૮૦વર્ષ તો થઈ ચૂક્યા હતા, છતાં સાસુની હત્યા કરી. ખુદ કમોતે આક્રંદ કરતી મૃત્યુ પામી. પતિ દ્વારા પત્ની હત્યાનું પાપ કરાવ્યું અને અનેક લોકોના કર્મબંધનું કારણ બની. એક અધર્મી અનેકને બગાડે છે. તેના આ ભવ-પરભવ નિંદિત થાય છે. (૩) સંસારના સ્વાર્થપૂર્ણ સંબંધોનું સ્પષ્ટ ચિત્ર આ અધ્યયનમાં દોર્યું છે. એક વ્યક્તિ ૪૯૯ સાસુઓને જીવતી સળગાવી દે, તો એક ૮૦ વર્ષની વહુ ૧૦૦ વર્ષની સાસુની હત્યા કરી નાખે છે. રાજકુળમાં મળેલું સુખ પણ કેટલું ભયંકર દુઃખદાયી બન્યું! આ જાણી દુર્લભ માનવભવનું સ્વાગત ધર્માચરણ દ્વારા કરી જીવન સફળ બનાવવું જોઈએ. ચંચળ લક્ષ્મી અને સ્વાર્થી સંબંધોનો ત્યાગ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org