________________
કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર
૧૪૯
સંયમ–તપમાં પુરુષાર્થ કરવો જોઈએ.
પાપ છુપાયા ના છૂપે, છુપે ન મોટા ભાગા દાબી ડૂબી ના રહે, રૂવે લપેટી આગ |
' અધ્યયન - ૧૦ઃ દેવદત્તા O પ્રાચીન કાળમાં ભરતક્ષેત્રમાં ઇન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં પૃથ્વીશ્રી નામની એક વેશ્યા રહેતી હતી. તે નગરના શેઠ, સેનાપતિ, રાજ કર્મચારી આદિ નાગરિકોને વશીકરણ ચૂર્ણથી વશ કરી તેઓની સાથે ભોગો ભોગવવામાં અત્યંત આસક્ત રહેતી. તેમાં તે પોતાનું કર્તવ્ય તથા આનંદ માનતી. આ પ્રકારે ૩૫00 વર્ષ પસાર કર્યા. અંતે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાં રર સાગરોપમ સુધી નરકના દુઃખો ભોગવી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની પુત્રી બની. તેનું નામ અંજુશ્રી રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં વિજય મિત્ર રાજા તેની ઉપર મોહિત થયો. ધનદેવ સાર્થવાહ પાસે અંજુશ્રીની માંગણી કરી.ધનદેવે બન્નેના લગ્ન કરી દીધા. માનુષિક ભોગો ભોગવવા લાગ્યા.
કેટલાક સમય પછી ભોગાસક્ત અંજુશ્રીની યોનિમાં શૂળવેદના ઉત્પન્ન થઈ. અંજુશ્રી અસહ્ય વેદનાથી દીનતાપૂર્વક કરુણ આક્રંદ કરવા લાગી. રાજાએ અનેક ઉપચાર કરાવ્યા. સર્વત્ર ઘોષણા કરાવી કુશળ વૈદ્યોને આમંત્રિત કરી ઇનામ જાહેર કર્યું. અનેક અનુભવી કુશળ વૈદ્યો આવ્યા. કેટલાય ઉપચાર કર્યા છતાં નિષ્ફળ ગયા.
અંજુશ્રી અસહાય થઈ આર્તધ્યાન કરવા લાગી. દુસ્સહ મહાવેદનાથી તેનું દારિક શરીર ક્ષીણ થવા લાગ્યું. એક વખત ગૌતમ સ્વામી રાજાની અશોક વાટિકા પાસેથી પસાર થયા હતા. તેમના કાને કરુણ શબ્દો પડ્યા. તેમણે જોયું કે રાજરાણી હાડપીંજર જેવી બની કરુણ વિલાપ કરી રહી હતી. ગૌતમ સ્વામીએ ભગવાન પાસે જઈને જોયેલા દશ્યનું વર્ણન કરી પૂર્વભવ પૂગ્યો. તેના પૂર્વભવની વ્યથા સાંભળ્યા પછી ભવિષ્ય પૂછ્યું. ભગવાને ફરમાવ્યું કે –
અંજુશ્રી આ અસહ્ય વેદના ભોગવતી ૯૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. પ્રથમ નરકમાં જશે. ત્યાર પછી નરક, તિર્યંચ આદિ યોનિઓમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે મોર બની શિકારી દ્વારા મૃત્યુ પામશે. પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ સ્વીકારશે. સંયમ–તપની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે જ ભવે મોક્ષે જશે. શિક્ષા-પ્રેરણા:(૧) કોઈપણ તીવ્રતમ વેદના લાંબો સમય નથી ટકતી. પરંતુ, ક્યારેક પ્રગાઢ નિકાચિત કર્મોનો ઉદય હોય તો અંજુશ્રી જેવું બને છે. અને તે વેદના મૃત્યુ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org