________________
-
ક
૧૫૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત-૧
ચાલે છે. (૨) ઇન્દ્રિયના વિષય સુખોનો આનંદ જીવનને માટે મીઠા ઝેર સમાન છે. કાવ્યમાં કહ્યું છે
મીઠે મીઠે કામભોગ મેં, ઉસના મત દેવાનુપ્રિયા
બહુત બહુત કડવે ફલ પીછે, હોતે હૈ દેવાનુપ્રિયા | સંસાર મોઉસ વિપક્ષઉમૂયા, પાણી અળસ્થા હું મનોરા અર્થાત્ આ કામભોગ મોક્ષના વિરોધી એવં અનર્થોની ખાણ સમાન છે. (૩) તીવ્ર પાપ કર્મોદય થતાં કોઈ શરણભૂત હોતું નથી. જીવનમાં ધર્મના સંસ્કાર ન હોય તો જીવ આવા દુઃખોથી દુઃખી થાય છે અને આર્તધ્યાન એવં સંકલ્પ વિકલ્પોમાં મરી દુઃખોની પરંપરા વધારે છે.
(૪) જીવનમાં જો ધર્મ આત્મસાત્ કર્યો હોય તો આવી વિકટ પરિસ્થિતિમાં શાંતિથી કર્મોને ભોગવી ભવિષ્યને કલ્યાણમય બનાવી શકાય છે. ધર્મ દુઃખમાં પણ સુખી બનાવે છે. સંકટ સમયે પ્રસન્ન ચિત્ત રાખવાનું ધર્મ શીખવાડે છે. કહ્યું છે કે
સંકટો ભલેને આવે સ્વાગત કરી લે
સાધક તું હૈયે તારે સમતા ધરી લે ...સંકટો ટેર (૫) ધર્મ દ્વારા અનંત આત્મશકિત અને ઉત્સાહ જાગૃત થાય છે. આવી વ્યક્તિ ગજસુકુમાર, અર્જુનમાળીની જેમ શાંતિપૂર્વક કરજને ચૂકવી મોક્ષ પ્રાપ્ત કરે છે. () આ દુઃખ વિપાક સૂત્રમાં હિંસક, ક્રૂર, ભોગાસક્ત, સ્વાર્થોધ, માંસાહારી અને શરાબી જીવોના જીવનનું ચિત્રણ કર્યું છે. તેમના કૃત્યોના કટુ પરિણામો બતાવ્યા છે. શુદ્ધ, સાત્વિક, વ્યસનમુક્ત અને પાપમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી છે.
હિતીચી તસ્કો # સુખવિાપાક
હસ્તિશીર્ષ નામના નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી પ્રમુખ ૧૦00 રાણીઓ હતી. ધારિણીનો સુબાહુકુમાર નામનો પુત્ર હતો. તેણે પુરુષોની ૭ર કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું. યૌવન વય પ્રાપ્ત થતાં માતા-પિતાએ ૫00 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં વિવાહ કરાવ્યો. પ્રતિદાનમાં ૫૦૧ ભવ્ય મહેલ આપ્યા. ત્યાં સુબાહુ ઉત્તમ ભોગ ભોગવતો રહેવા લાગ્યો.
કોઈ સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીર હતિશીર્ષ નગરમાં પધાર્યા. પરિષદ તેમજ અદીનશત્રુ રાજા તથા સુબાહુકુમારાદિ દેશના સાંભળવા ઉપસ્થિત થયા. ધર્મોપદેશ સાંભળી રાજા અને ગ્રામવાસીઓ પાછા વળ્યા.
સુબાહુકુમારે ભગવાનને વંદન-નમસ્કાર કરી કહ્યું- હે અંતે ! હું નિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org