________________
કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર
૧૫૧
1
1
1
-
- -
-
-
-
-
=
પ્રવચન (વીતરાગ ધર્મ)ની, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરું છું. આપના ચરણોમાં જે રાજા, રાજકુમાર, રાજકર્મચારી, શેઠ, સેનાપતિ અણગાર બને છે તેમને ધન્ય છે. હું તેમની જેમ સંયમ ગ્રહણ નથી કરી શકતો પરંતુ ગૃહસ્થ જીવનમાં રહેતાં શ્રાવકના બાર વ્રત સ્વીકાર કરું છું. ત્યાર પછી પોતાની યોગ્યતાનુસાર વ્રત ધારણ કર્યા. મહિનામાં આઠમ, ચૌદસ, પૂનમ અને અમાવસ્યાના દિને પૌષધ કરી આત્મ જાગરણ કરવા લાગ્યા.
સુબાહુકુમારના વૈભવ એવં સૌમ્યતાથી ગૌતમ સ્વામી આકર્ષાયા. તેમણે ભગવાનને પૂછ્યું કે- સુબાહુકુમાર ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, સૌમ્ય અને સૌભાગ્ય શાળી લાગે છે, સાધુજનોને પણ પ્રિય આનંદકારી અને મનોહર લાગે છે તો પૂર્વભવમાં શું કર્યું હતું? શું આપ્યું? શું ખાધું? કયા ગુણ ઉપલબ્ધ કર્યા હતા? કોની પાસે ધર્મશ્રવણ કરી તેનું અનુપાલન કર્યું હતું?
ભગવાને પૂર્વભવ કહ્યો– હસ્તિનાપુર નગરમાં સુમુખ ગાથાપતિ (શેઠ) રહેતો હતો. જે ધનાર્યો હતો. ધર્મઘોષ સ્થવિર વિચરણ કરતાં ત્યાં પધાર્યા. સુદત્ત નામના અણગાર માસખમણના પારણાને માટે ગુરુની આજ્ઞા લઈ નગરમાં પધાર્યા. ભિક્ષાર્થે ભ્રમણ કરતાં સુમુખ ગાથાપતિના ઘરે આવ્યા.
સુમુખ મુનિને જોતાં જ હર્ષિત થયો. આસન ઉપરથી ઉઠી, પગમાંથી પાદુકાઓ કાઢી, મુખે ઉત્તરાસન રાખી, સાત-આઠ પગલાં સામે જઈ હાથ જોડી, ત્રણ આવર્તન આપી વંદન-નમસ્કાર કર્યા. મુનિરાજને ભોજનગૃહમાં લાવ્યા.
આજે હું મુનિરાજને પર્યાપ્ત આહાર દાન આપીશ.” આવો સંકલ્પ કરી, દેતી વખતે પણ ખૂબ હર્ષિત થતો અને દીધા પછી પણ ખૂબ આનંદિત થતો, પોતાને કૃતકૃત્ય માનતો હર્ષવિભોર બન્યો. આ પ્રમાણે (૧) સૈકાલિક ભાવ વિશુદ્ધિ (૨) તપસ્વી ભાવિતાત્માનો સંયોગ (૩) ઘરમાંજ સહજ નિષ્પન્ન નિર્દોષ પ્રાસુક આહારનું દાન દેવાથી સુમુખ શેઠે સંસાર ભ્રમણ મર્યાદિત કર્યું અને તેમને સમ્યગુ દર્શનની પ્રાપ્તિ થઈ.
તેના ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા- (૧) સુવર્ણ વૃષ્ટિ (૨) પુષ્પ વૃષ્ટિ (૩) ધ્વજા (૪) દેવદુંદુભિ (૫) “અહો દાન-મહાદાન'ની આકાશમાં દિવ્યવાણી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. સર્વત્ર સુમુખ ગાથાપતિના નામનો જય જયકાર થવા લાગ્યો. સુમુખે યથાસમયે મનુષ્યાયનો બંધ કર્યો અને ત્યાંથી અનેક વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી સુબાહુકુમારના રૂપે જન્મ લીધો છે. સુપાત્રદાનના સર્વાંગસુંદર સંયોગથી આ પ્રકારની અદ્ધિ સંપદાને પ્રાપ્ત કરી છે. જેથી જોતાં જ બધાને પ્રિયકર થઈ રહે છે.
આ વર્ણન સાંભળી ગૌતમ સ્વામીએ ફરી ઇશ્ન પૂછ્યો- ભતે ! સુબાહુ કુમાર ગૃહ ત્યાગ કરી આપની પાસે અણગાર બનશે? ભગવાને કહ્યું કેટલોક સમય શ્રાવક વાતનું પાલન કરશે ત્યારબાદ ર 1 ગ્રહણ કરશે. યથાસમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org