________________
ઉપર
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧
ભગવાને ત્યાંથી વિહાર કર્યો.
શ્રમણોપાસકના શ્રેષ્ઠ ગુણો યુક્ત સુબાહુકુમાર જે સમયે પૌષધ કરી ધર્મ જાગરણ કરી રહ્યા હતા તે સમયે એવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે તે ક્ષેત્રને ધન્ય છે જ્યાં ભગવાન વિચરી રહ્યા છે. તે ભવ્ય જીવને ધન્ય છે જે ભગવાનની પાસે સંયમ અથવા શ્રાવક વ્રત સ્વીકાર કરી રહ્યા છે. જો ભગવાન વિહાર કરતાં અહીં પધારે તો હું પણ અવશ્ય સંયમ ગ્રહણ કરીશ.
સુબાહુકુમારના મનોગત ભાવોને જાણી ભગવાન વિચરણ કરતાં આ હસ્તીશીર્ષ નગરમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ સુબાહુ દીક્ષિત થયા; અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યા કરી અને અંતે એક મહિનાની સંલેખના કરી કાળધર્મ પામ્યા. સુબાહુ અણગાર ક્રમશઃ સાત મનુષ્યના ભવોમાં સંયમની આરાધના કરશે અને વચ્ચે પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમાં, અગિયારમા દેવલોક એવં સર્વાર્થસિદ્ધ વિમાન, આમ સાત દેવના ભવ કરશે. ત્યાર પછી ચૌદમા એટલે કે આ ભવ સાથે પંદરમા ભવમાં સંયમ-તપની આરાધના કરી મોક્ષે જશે. શેષ નવ અધ્યયન :- બીજાથી માંડી દસમા અધ્યયન સુધી બધામાં નગરી આદિના નામોમાં ભિન્નતા છે. બાકી બધું વર્ણન સમાન સમજવું. તેથી સંક્ષિપ્ત પાઠથી જ સૂચન કર્યું છે. અર્થાત્ જન્મ, બચપણ, કલા-શિક્ષણ, પાણિગ્રહણ, સુખોપભોગ, ધર્મ શ્રવણ, શ્રાવક વ્રત, ધર્મ જાગરણ, સંયમ ગ્રહણ, તપ, અધ્યયન, દેવ, મનુષ્યના ૧૫ ભવ અને મોક્ષનું વર્ણન સમાન સમજવું.
પૂર્વભવનું વર્ણન પણ સુબાહુકુમાર જેવું જ સમજવું. ગૌતમ સ્વામીની પૃચ્છા, શેઠનો ભવ, માસખમણના પારણામાં મુનિનું આગમન, શુદ્ધ ભાવોથી સુપાત્ર દાન, પંચ દિવ્ય વૃષ્ટિ, મનુષ્ય આયુષ્યનો બંધ ઇત્યાદિ.
પહેલા, બીજા, ત્રીજા અને દસમા અધ્યયનમાં પંદર ભવો પછી મોક્ષે જવાનું વર્ણન છે. શેષ છ અધ્યયનોમાં તે જ ભવમાં મોક્ષે જવાનું વર્ણન છે. સૂત્રના વર્ણનની શૈલીમાં આ અધ્યયનોમાં આ પ્રકારનું અંતર હોવાનું કારણ સમજાતું નથી. અર્થાત ઉપાસકદશા, અંતગડ દશાસૂત્રની સમાન અહીં પણ ભવપરંપરા માટેની સમાનતા હોવી જોઈએ. તેથી એવી સંભાવના થાય છે કે સંક્ષિપ્ત પાઠમાં કોઈ લિપિદોષથી આ ભિન્નતા રહી ગઈ હોય. અર્થાત્ ગાવ સિસિર્ફ ના
સ્થાન પર ગાવ સિદ્ધ લખવાની ભૂલ થઈ ગઈ હોય. આ ભૂલનો સ્વીકાર કરતાં ઉક્ત બધા અધ્યયનોની એકરૂપતા જળવાઈ રહે છે અને બધાની ભવપરંપરા એક સરખી સમજાઈ શકે. તત્ત્વ વસ્તી નું ! શિક્ષા-પ્રેરણા:(૧) ભાગ્યશાળી આત્માઓ પ્રાપ્ત પુણ્ય સામગ્રીમાં જીવનભર આસક્ત નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org