________________
કથાશાસ્ત્ર વિપાક સૂમ
]
[૧૪]
૧૪
[FF, અધ્યયન - ૯: દેવદત્તા પુષ્પનંદીકુમારની માતૃ ભક્તિઃરોહિતક નામના નગરમાં વૈશ્રમણદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રી દેવી નામની રાણી અને પુષ્પનંદી નામનો રાજકુમાર હતો. તે નગરમાં દત્ત નામનો એક શેઠ રહેતો હતો. તેને દેવદત્તા નામની દીકરી હતી. તે તરુણા વસ્થામાં પ્રવેશી. સખીઓ સાથે રાજમાર્ગ ઉપર રમતાં વૈશ્રમણદત્તની આંખમાં વસી ગઈ. તેના પ્રત્યે તે આકર્ષિત બન્યો. તેણે પોતાના રાજકુમાર પુષ્પગંદી માટે દેવદત્તાની માંગણી કરી. દત્ત શેઠે તેનો સ્વીકાર કર્યો અને રાજસી ઠાઠમાઠથી પુષ્પનંદી અને દેવદત્તાના લગ્ન થઈ ગયા. તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યા.
કાલાંતરે વૈશ્રમણદત્ત રાજા કાળધર્મ પામ્યા. પુષ્પગંદી રાજા બન્યો.પિતાની ગેરહાજરીમાં તેણે માતા શ્રી દેવીની અત્યંત ભક્તિ કરી. શ્રી દેવી સો વર્ષના થયાં; તેથી પુષ્પનંદી માતાની સેવામાં વધુને વધુ સમય ગાળવા લાગ્યો. દેવદત્તા વિલાસપ્રિય હતી. પતિ તરફથી અસંતોષ રહ્યા કરતો. સાસુ આંખના કણાની જેમ ખટકવા લાગી. દેવદત્તાનું કૃત્ય :- એક દિવસ શ્રી દેવી સુખ પૂર્વક સૂતી હતી. દેવદત્તાએ લોહદંડ ગરમ કર્યો. તેને સાણસીથી પકડી સૂતેલી સાસુના ગુદાદ્વારમાં ઘાંચી દીધો. શ્રી દેવીને અચાનક જોરદાર વેદના થઈ અને તત્કાળ મૃત્યુ પામી.
અવાજ સાંભળતાં જ શ્રી દેવીની દાસીઓ હાજર થઈ ગઈ. દેવદત્તાને ખંડમાંથી બહાર નીકળતાં જોઈ. ખંડમાં મૃત્યુ પામેલી શ્રી દેવીને જોતાં રાજાને સમાચાર પહોંચાડ્યા. રાજાએ અત્યંત દુઃખી હૃદયે મૃત્યુકર્મ પતાવ્યું અને ત્યાર પછી દેવદત્તાને રાજપુરુષો દ્વારા પકડાવી તીવ્રતમ મૃત્યુદંડ ઘોષિત કર્યો. તેને બંધનમાં બાંધી તેણીના કાન-નાક કાપી નાખ્યા; હાથમાં હાથકડી અને ગળામાં લાલ ફૂલોની માળા પહેરાવી, વધસૂચક વસ્ત્રો પહેરાવ્યા, શરીરને લાલ ગેરુવાથી લિપ્ત કર્યું. આ પ્રકારના કરુણ દશ્યની સાથે મારતાં-પીટતાં અનેક પ્રકારની પીડાઓ આપતાં એવં ઉદ્દઘોષણા કરતાં કે “આ પોતાનાં દુષ્કર્મોથી દુઃખી થઈ રહી છે, તેને કોઈ દુઃખ નથી આપતું,” એમ કહેતાં-કહેતાં વધુ સ્થાન તરફ દોરી જતા હતા.
તે સમયે ગૌતમ સ્વામીએ નરકતુલ્ય દુઃખ ભોગવતી માણસના ટોળાની વચ્ચે સ્ત્રીને જોઈ. સ્થાનમાં આવી ભગવાનને પૂછયું- 'ભલે! આ સ્ત્રીએ એવા ક્યા કર્મો બાંધ્યા છે કે જેથી આjદુઃખ ભોગવી રહી છે?' ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ – આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાંના રાજા મહાસેનને ૧૦૦૦ રાણીઓ હતી. તેણે પોતાના પુત્ર સિંહસેનને ૫૦૦
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org