________________
T૧૪૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧,
તેનો પુત્ર પણ તેના જેવો જ અધર્મી બન્યો. તેના અનેક નોકરો યમુના નદીમાં જઈ માછલીઓ પકડી તેના ઢેરના ઢેર ઉભા કરતા. પછી તેને સૂકવી, બાફીને વેચતા હતા. શૌરિકદત્ત પોતે પણ માછલીઓ ખાતો અને મદિરાઓનું સેવન કરતો હતો.
એક વખત માછલીનો આહાર કરતાં શૌરિકદત્તના ગળામાં માછલીનો કાંટો ફસાઈ ગયો. અનેકાનેક ઉપાયો કરવા છતાં કાંટો ન નીકળ્યો. તે કારણે પ્રચંડ વેદના ભોગવતો દુઃખ પૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. પીડામાં તેનું શરીર હાડપીંજર જેવું થઈ ગયું. તેના મનમાંથી લોહી, પરૂ તથા કીડાઓ નીકળતા.
સંયોગવશાત્ ગૌતમ સ્વામી ભિક્ષાર્થે જતાં તેમની દષ્ટિ શૌરિક્ટર ઉપર પડી. કંટકની વેદનાથી આજંદ કરી રહ્યો હતો. તેને જોતાં લોકો કહેતા- “અહો ! આ નરકતુલ્ય વેદના અનુભવી રહ્યો છે.” પૂર્વભવઃ- તેનો પૂર્વભવ પૂછતાં ભગવાને આ પ્રકારે વર્ણન કર્યું નંદીપુરમાં મિત્રરાજાનો શ્રિયક નામનો રસોઈયો હતો. તેના માછીમાર, શિકારી તથા પક્ષીઘાતક નોકરો હતા; જે તેને અનેક પ્રકારનું માંસ લાવી આપતા. તે રસોઈયો અનેક જલચર, સ્થલચર અને ખેચર જીવોના માંસના નાના-મોટા, લાંબા-ગોળ અનેક આકારોમાં ટુકડા કરી વિવિધ પ્રકારે પકાવતો. અર્થાત્ અગ્નિથી, બરફથી, તાપથી, હવાથી પકાવતો. કયારેક કાળા, લીલા, લાલ બનાવતો હતો તો ક્યારેક તેને દ્રાક્ષ, આંબળા, કવીઠ આદિના રસોથી સંસ્કારિત કરતો.
આ પ્રકારની તલ્લીનતા પૂર્વક ભોજનવિધિથી શાક આદિ બનાવતો અને રાજાને પ્રસન્ન રાખતો. પોતે પણ આવી વસ્તુઓ વાપરી પાંચ પ્રકારની મદિરાઓ ભોગવતો. આ પ્રકારનું પાપમય જીવન ૩૩૦૦ વર્ષ સુધી પસાર કર્યું. ત્યાંથી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરોપમ સુધીનું દુઃખ ભોગવી અહીં શૌરિકદત્ત થયો. ભવિષ્ય – અહીં નરકતુલ્ય દુઃખો ભોગવી પહેલી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી મૃગાપુત્રની જેમ સંસાર ભ્રમણ કરશે. અંતે મચ્છ બની માર્યો જશે; અને પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં જશે. ત્યાર પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા–પ્રેરણા – સંસારમાં નોકરી, વ્યાપાર આદિ આવશ્યક કાર્ય કરવા પડે તો તેમાં તલ્લીન થવું ન જોઈએ. કારણ કે તેના પરિણામોથી અત્યંત દુઃખદાયી કર્મોનો બંધ પડે છે.
- વર્તમાનમાં મસ્ત રહેવાવાળા અને ભવિષ્યનો વિચાર ન કરવાવાળા યથેચ્છ પાપ પ્રવૃત્તિથી પોતાનું ભવિષ્ય અત્યંત સંકટમય બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org