________________
કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર
૧૪૫
તે તેની પાસે માટીનું ઠીબડું હતું. તેમાં ભોજન કરતો. હજારો માખીઓનું ઝુંડ તેની : આસપાસ ફરતું. ઘરઘરમાં ભીખ માંગી તે જીવન પસાર કરતો હતો.
ગૌતમ સ્વામીએ છઠના પારણાના હેતુએ નગરીના પૂર્વ દરવાજામાંથી • પ્રવેશ કર્યો. ત્યાં તેઓએ આ દુઃખી માણસને જોયો. બીજા છઠના પારણે દક્ષિણના
દરવાજેથી પ્રવેશ કર્યો, ત્રીજા છઠના પારણે પશ્ચિમના દરવાજેથી પ્રવેશ કર્યો. ચોથા છઠના પારણે ઉત્તર દિશાના દરવાજેથી નગર પ્રવેશ કર્યો. સંયોગવશ ચારે દિશાના રસ્તામાં દુઃખી ઉંબરદત્તને જોયો. જિજ્ઞાસા થતાં ભગવાનને પૂછ્યું. ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવ – આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નગરમાં ધનંતરી નામનો રાજવૈદ્ય હતો. તે કનકરથ રાજાના અંતઃપુરમાં, શ્રીમંત તેમજ ગરીબ બધાના દર્દનો ઉપચાર કરતો.
ઉપચાર એવં પથ્યમાં તે લોકોને મચ્છ, કચ્છ, ગ્રાહ, મગર, સુસુમાર આદિ જલચરોનું તથા બકરા, સૂવર, મૃગ, સસલા, ગાય, ભેંસ, ઈંટા આદિ પશુઓના માંસનો આહાર કરવાની પ્રેરણા કરતો. કેટલાકને આ વૈદ્ય તીતર, બતક, કબૂતર, કૂતરા, મોર આદિનું માંસ ખાવાની સલાહ આપતો. પોતે પણ ઉક્ત પ્રકારના માંસ પકાવીને ખાતો. આ પ્રકારની પાપકર્મની વૃત્તિથી ૩૨૦૦ વર્ષની ઉંમર વ્યતીત કરી, મૃત્યુ પામી, તે છટ્ટી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરોપમનું આયુષ્ય ભોગવી, દારુણ દુઃખથી પીડાતો મૃત્યુ પામી અહીં ઉંબરદત્ત બન્યો છે; જે અવશેષ કર્મોને ભોગવી રહ્યો છે. ભવિષ્ય :- અહીં ૭ર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી દુઃખમય જીવન પસાર કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. સંસાર ભ્રમણ કરતો થકો અંતે હસ્તિનાપુરમાં કૂકડા તરીકે ઉત્પન્ન થશે. ત્યાં કોઈના દ્વારા મરીને પછી શ્રેષ્ઠિપુત્ર બની સંયમારાધન કરશે, ત્યારે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જઈ મોક્ષે જશે.
© અધ્યયન – ૮: શરિફદત્ત O માછલીના આહારથી દુઃખી :શૌર્યપુર નામના નગરમાં શૌર્યદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શૌર્યાવર્તસક ઉધાનમાં શૌર્ય નામના યક્ષનું યક્ષાયતન પણ હતું. તે નગરીમાં સમુદ્રદત્ત નામનો માછીમાર રહેતો હતો. તેની પત્ની સમુદ્રદત્તા મૃત બાળકોને જન્મ આપતી હતી. શૌર્યયક્ષની માન્યતા કરવાથી એક જીવિત બાળકની પ્રાપ્તિ થતાં તેનું નામ શૌરિકદત્ત રાખ્યું.
સમુદ્રદત્ત માછીમાર મહા અધર્મી એવં નિર્દયી હતો. તે મૃત્યુ પામ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org