________________
પs
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
સુખની પળોમાં ધર્મ કર્યો હોય તો દુઃખના દિવસો જોવા ન પડે. (૧૫) અનુભવી વૃદ્ધની સલાહ કયારેય અવગણવી નહિ. નંદી ફળ ન ખાવાનું સૂચન. (૧) મુનિને અભક્તિ-અશ્રદ્ધાથી દાન ન દેવું- નાગશ્રી. જીવદયા અને અનુકંપાનું મહત્ત્વ ધર્મરુચિ અણગારની જેમ સમજો. (૧૭) ઇન્દ્રિય વિષયોમાં ફસાતાં સ્વતંત્રતા નષ્ટ પામે છે. આકીર્ણ ઘોડાની જેમ. (૧૮) અનાસક્ત ભાવે આહાર કરવો. (૧૯) સાધનાયુક્ત જીવનમાં વૈર્ય ધારણ કરવું. સંયમ ભ્રષ્ટ ભોગાસક્ત આત્મા દુઃખની પરંપરા વધારે છે – કંડરીક.
પ્રથમ કૃતવ8% સમાd |
દ્વિતીય શ્રુતસ્કંધ
ઉર છે
કાલીદેવી : રાજગૃહી નગરીમાંશ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. તે સમયે અમરેન્દ્ર અસુરરાજની અગ્રમહિષી (પટ્ટરાણી) કાલીદેવી પોતાના સિંહાસન ઉપર બેઠી હતી. અચાનક જંબુદ્વીપ તરફ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં ભગવાન મહાવીરને જંબુદ્વીપના ભરત ક્ષેત્રની રાજગૃહી નગરીમાં બિરાજતા જોયા. તે જોતાં જ કાલીદેવી સિંહાસનથી નીચે ઉતરી જે દિશામાં ભગવાન મહાવીર હતા તે દિશામાં સાત-આઠ ડગલા આગળ જઈ પૃથ્વી ઉપર મસ્તક મૂકી વિધિવત્ વંદના કરી.
ત્યારપછી તેણીએ ભગવાનની સમક્ષ પ્રત્યક્ષ વંદન-નમસ્કાર કરવાનો નિશ્ચય કર્યો. હજાર યોજન વિસ્તૃત વિમાનની વિદુર્વણા કરવાનો આદેશ કર્યો. વિમાન તૈયાર થતાં પરિવાર સહિત ભગવાન પાસે આવી વંદન નમસ્કાર કર્યા. દેવોની પરંપરા અનુસાર પોતાના નામ-ગોત્ર પ્રકાશિત કરી, બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી, પાછી ગઈ.
Jain Education International
Y Private & Personal Use Only
www.jainelibrary.org