________________
કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર
મેઘમુનિને સ્થિર કર્યા.
ન
(૨) કોઈ કાર્યના મૌલિક આશયને સમજ્યા વિના નિર્ણય ન લેવો. શરીર ધર્મ સાધનાનું સાધન અને મુકિતમાર્ગનો સાથી હોવાથી આહાર દેવો પડે છે એવી વૃત્તિથી આહાર કરવો. જેમ કે શેઠે ચોરને આપ્યો.
૫૫
(૩) જીવનમાં પોતાના સાધ્ય પ્રત્યે દઢ શ્રદ્ધા હોવી જોઈએ. જિનદત્ત પુત્રને ઇંડા પ્રત્યે હતી તેવી.
(૪) ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરી આત્મસાધનામાં અગ્રસર થવું જોઈએ ગંભીર કાચબા સમાન ચંચળતા અને કુતૂહલવૃત્તિનો ત્યાગ કરવો.
(૫) માર્ગચ્યુત સાધકનો તિરસ્કાર ન કરતાં કુશળતા અને આત્મીયતાથી તેનો ઉદ્ઘાર કરવા પ્રયત્ન કરવો. દા.ત. પંથક.
(૬) કર્મ આત્માને લેપયુકત તુંબડાની સમાન ભારે બનાવી સંસારમાં ભટકાવે છે. ૧૮ પાપથી કર્મ પુષ્ટ થાય છે. તેથી પાપનો ત્યાગ કરી કર્મની નિર્જરા કરવામાં સદા પુરુષાર્થ રત રહેવું.
(૭) ધન્ના સાર્થવાહની ચોથી પુત્રવધૂ રોહિણીની જેમ આત્મગુણોનો દિન પ્રતિદિન વિકાસ કરતા રહેવું.
(૮) સાધનામય જીવનમાં અલ્પતમ માયા કપટ ન હોવુ જોઈએ. માયા મિથ્યાત્વની જનની છે, સમકિતને નષ્ટ કરી સ્ત્રીપણું અપાવે છે.
(૯) સ્ત્રીઓના લોભામણા હાવભાવમાં ફસાવું નહિ. જિનપાલની જેમ દઢ રહેવું. (૧૦) જીવ પ્રયત્ન વિશેષથી ગુણોના શિખરને સર કરે છે અને અવિવેકથી અંધકારમય ગર્તામાં જાય છે. માટે ચંદ્રમાની કળાની જેમ સાવધાની પૂર્વક વિકાસોન્મુખ બનવું જોઈએ.
(૧૧) પોતાના કે પરાયા વ્યક્તિઓ દ્વારા કોઈપણ જાતનો પ્રતિકૂળ વ્યવહાર થાય તેને સમ્યક્ પ્રકારે સહન કરવો જોઈએ. ચોથા દાવદ્રવ વૃક્ષની જેમ. તેમાં સહજ પણ ઉણપ રહેશે તો સંયમની વિરાધના થશે. અન્ય ત્રણ પ્રકારના દાવદ્રવ વૃક્ષની જેમ.
Jain
(૧૨) પુદ્ગલનો સ્વભાવ બદલાતો રહે છે. માટે તેની પ્રત્યે ઘૃણા કે આનંદ ન માનવો. સુબુદ્ધિ પ્રધાનની જેમ.
(૧૩) સંત સમાગમ આત્મ વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી સત્સંગ કરતા રહેવું. આત્મસાધનામાં પ્રમાદ આવતાં જીવ પશુ યોનિમાં ચાલ્યો જાય છે અને ત્યાં પણ સંયોગ મળતાં ફરી જીવનને સફળ બનાવી શકે છે. નંદ મણિયારની જેમ. (૧૪) દુ:ખ આવતાં ધર્મ પ્રત્યે રુચિ વધે છે. તેતલીપુત્ર પ્રધાનની જેમ. કિન્તુ
www.jainelibras.org