________________
કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્રા
કાલીદેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાનની સમક્ષ પ્રશ્ન પૂછ્યોભતે ! કાલી દેવીએ દિવ્ય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી?' ત્યારે ભગવાને તેનો પૂર્વભવ જણાવ્યો.
આમલકલ્પા નગરીના કાલ નામના ગાથાપતિની એક પુત્રી હતી. તેનું નામ કાલી હતું. તેની માતાનું નામ કાલશ્રી હતું. કાલી બેડોળ શરીરવાળી હતી. જેથી અવિવાહિત રહી ગઈ.
એકદા પુરુષદાનીય ભગવાન પાર્શ્વનાથ આમલકલ્પામાં પધાર્યા. કાલીએ દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. માતા-પિતાએ ઠાઠ-માઠથી દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભગવાને પુષ્પચૂલા આર્યાજીને શિષ્યા તરીકે પ્રદાન કરી. કાલી આર્યાજીએ અગિયાર અંગનું અધ્યયન કર્યું અને યથાશક્તિ તપશ્ચર્યા કરતી સંયમની આરાધના કરવા લાગી.
કેટલોક સમય વીત્યા બાદ કાલી આર્યાને શરીર પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થઈ. તેણી વારંવાર અંગોપાંગ ધોતી અને જ્યાં સ્વાધ્યાય કાઉસગ્ગ આદિ કરતી ત્યાં પાણી છાંટવા લાગી. સાધ્વાચારથી વિપરીત પ્રવૃત્તિ જોઈ આર્યા પુષ્પચૂલાજીએ તેણીને સમજાવવાનો વારંવાર પ્રયત્ન કર્યો, પણ ન માની. અંતે જુદા ઉપાશ્રયમાં રહેવા લાગી. સ્વચ્છંદી બનતાં વિરાધક બની. અંતિમ સમયે પંદર દિવસનો સંથારો કરી, શિથિલાચારની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામી કાલીદેવી પણે ઉત્પન્ન થઈ છે.
ગૌતમ સ્વામીએ પુનઃ પ્રશ્ન કર્યો– હે પ્રભુ! હવે તે કયાં જન્મ લેશે? ગૌતમ! દેવીનો ભવ પૂર્ણ કરી મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં નિરતિચાર સંયમની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે. શિક્ષા–પ્રેરણા :- મહાવ્રતોનું વિધિવત્ પાલન કરનારા જીવ, તે ભવમાં જો સમસ્ત કર્મોનો ક્ષય કરે તો નિર્વાણ પ્રાપ્ત કરે, જો કર્મ બાકી રહી જાય તો વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. પણ મહાવ્રતને અંગીકાર કરવા છતાં જો વિધિવત્ પાલન ન કરે તો શિથિલાચારી બને છે, કુશીલ બને છે, સમ્યગુજ્ઞાન આદિનો વિરાધક બને છે, કાય ફ્લેશ આદિ બાહ્ય તપશ્ચર્યા દ્વારા દેવગતિ પ્રાપ્ત કરે છે પણ વૈમાનિક જેવી ઉચ્ચગતિ મેળવી શકતા નથી. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ બને છે. દશ વર્ગોના વિષયોનું વર્ણન:
દ્વિતીય શ્રુત સ્કંધના દશ વર્ગ છે. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. બીજા વર્ગમાં વૈરોચનેન્દ્ર બલીન્દ્રનું, ત્રીજામાં અસુરેન્દ્રને છોડી દક્ષિણ દિશાના નવ ભવનવાસી ઇન્દ્રોની અગ્રમહિષીઓ અને ચોથામાં ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓનું વર્ણન છે. પાંચમામાં દક્ષિણ અને છઠ્ઠામાં ઉત્તર દિશાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org