________________
કથાશાસ્ત્રઃ ઉપાસક દશાંગ સૂત્ર
પણ પોતાના આદર્શ અને સિદ્ધાંતમાં અડગ રહે છે. કહ્યું છે કે
કિંમત ઘટે નહીં વસ્તુની, ભાખે પરીક્ષક ભૂલ /
જેનો જેવો પારખી, કરે મણિ નો મૂલ /
અધ્યયન: ૯)
નંદિનીપિયા - શ્રાવસ્તી નગરીમાં સમૃદ્ધિશાળી ગાથાપતિ શેઠ નંદિનીપિયા રહેતા હતા. તે પણ આનંદની જેમ ગુણસંપન્ન અને સમાજમાં પ્રતિષ્ઠિત હતા. તેની સંપત્તિ પણ કુલ બાર કરોડ સુવર્ણ મુદ્રાઓમાં હતી. જે ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી. પશુધન પણ ૪૦ હજારની સંખ્યામાં હતું. તેમની પત્નીનું નામ અશ્વિની હતું.
તે સુખી ગૃહસ્થ જીવન વિતાવતા હતા. શુભ સંયોગથી ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રદ્ધાળુ માનવ સમુદાય દર્શન કરવા ઉમટ્યો. નંદિનીપિયા પણ ગયા. ભગવાનની ધર્મદેશના સાંભળી, અંતઃકરણમાં પ્રેરણા જાગી. આનંદ શ્રાવકની જેમ શ્રાવકના બાર વ્રતો ધારણ કર્યા.
નંદિનીપિયા પોતાના ધાર્મિક જીવનને ઉત્તરોત્તર વિકસિત કરતા ગયા. એમ ચૌદ વર્ષ વીતી ગયા. મોટા પુત્રને ઘરનો ભાર સોંપ્યો અને નિવૃત્ત થઈ સાધનામાં લાગી ગયા. શ્રાવક પડિમાઓની આરાધના કરી. અંતમાં વીસ વર્ષ શ્રાવક પર્યાય પૂર્ણ કરી એક માસના સંથારાથી પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી એક મનુષ્ય ભવ કરીને મહાવિદેહમાંથી મોક્ષમાં જશે.
( અધ્યયન : ૧૦
સાલિહિપિયા - નગરી, વૈભવ, સંપત્તિ, વ્રતસાધના, નિવૃત્ત સાધના અને સંલેખના સંથારો આદિનું સંપૂર્ણ વર્ણન નવમાં અધ્યયન પ્રમાણે છે. સાલિદીપિયા શ્રમણોપાસકની પત્નીનું નામ ફાલ્ગની હતું. નંદિનીપિયા અને સાલિદીપિયા બંને શ્રમણોપાસકોને કોઈ પણ ઉપસર્ગ નથી આવ્યા અને સમાધિપૂર્વક પંડિત મરણ પ્રાપ્ત કર્યું, પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા ત્યાંથી ચ્યવને મહાવિદેહમાંથી મુક્તિધામ પ્રાપ્ત કરશે.
All ઉપાસક દશાંગ સૂત્ર સંપૂર્ણ I ON
Gehry.org