________________
-
જન..
કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
ર૪૧
શ્રિયકે કહ્યું– દેવ જે વ્યક્તિ આપને ઈષ્ટ ન લાગે તે અમને કેમ ઈષ્ટ લાગે? શકહાલના મૃત્યુથી રાજા દુઃખી થયા પરંતુ શ્રિયકની વફાદારી જઈને રાજા પ્રસન્ન થયા. રાજાએ કહ્યું– શ્રિયક ! તારા પિતાના મંત્રીપદને હવે તું સંભાળ. ત્યારે શ્રિયકે વિનયપૂર્વક કહ્યું પ્રભો! હું મંત્રી પદનો સ્વીકાર નહીં કરી શકું. મારા મોટા ભાઈ થૂલિભદ્ર બાર વર્ષથી કોશા ગણિકાને ત્યાં રહે છે. પિતાજીની ગેરહાજરી બાદ મંત્રીપદનો અધિકારી મારો ભાઈ જ થઈ શકે. શ્રિયકની એ વાત સાંભળીને રાજાએ પોતાના કર્મચારીઓને કહ્યું – તમે કોશા વેશ્યાને ત્યાં જાઓ અને સ્થૂલિભદ્રને કોશાને ત્યાંથી સન્માનપૂર્વક અહીં લઈ આવો. તેને મંત્રીપદ આપવાનું છે.
રાજાના કર્મચારીઓ કોશા વેશ્યાના નિવાસે ગયાં. ત્યાં જઈને સ્થૂલિભદ્રને બધું વૃત્તાંત સંભળાવ્યું. પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળીને સ્થૂલિભદ્રને અત્યંત દુઃખ થયું. રાજપુરુષોએ સ્થૂલિભદ્રને વિનયપૂર્વક પ્રાર્થના કરીને કહ્યું "હે મહાભાગ્યશાળી ! આપ રાજસભામાં પધારો. મહારાજ આપને સન્માનપૂર્વક બોલાવે છે." કર્મચારીઓની વાત સાંભળીને સ્થૂલિભદ્ર રાજદરબારમાં આવ્યા. રાજાએ તેને સન્માનપૂર્વક આસન પર બેસાડ્યા. બેસાડીને કહ્યું – તમારા પિતાજીનું મૃત્યુ થયું છે માટે હવે તમે મંત્રીપદનો સ્વીકાર કરો.
લિભદ્ર વિચાર્યું– જે મંત્રીપદ મારા પિતાજીના મૃત્યુનું કારણ બન્યું તે પદ મારા માટે શી રીતે હિતકર થશે? રાજાનો કોઈ ભરોસો ન કરાય. આજે તેઓશ્રી મને મંત્રીપદ સહર્ષ પ્રદાન કરે છે અને કાલે તે નાખુશ થઈને છીનવી પણ શકે છે. માટે એવું પદ અને ધન પ્રાપ્ત કરવાથી લાભ શું? આ રીતે વિચાર કરતાં કરતાં સ્થૂલિભદ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેઓ રાજ દરબારથી પાછા ફરીને આચાર્યશ્રી સંભૂતિ વિજયની પાસે ગયા અને દીક્ષા અંગીકાર કરી. સ્થૂલિભદ્ર મુનિ બની ગયા. એટલે રાજાએ શ્રિયકને મંત્રીપદ આપ્યું.
યૂલિભદ્ર મુનિ પોતાના ગુરુની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. એકવાર વિહાર કરીને તેઓ પાટલિપુત્ર શહેરની નજીક પહોંચ્યા. ગુરુએ વર્ષાકાળ નજીક હોવાથી ત્યાંજ વર્ષાકાળ રહેવાનો નિશ્ચય કર્યો. તેઓશ્રીને સ્થૂલિભદ્ર વગેરે ચાર શિષ્યો હતા. ચારે ય મુનિએ જુદા જુદા સ્થળે વર્ષાકાળ વ્યતીત કરવાની ગુરુ પાસે આજ્ઞા માંગી. ગુરુએ આજ્ઞા આપી. એક સિંહની ગુફામાં, બીજા ભયાનક સર્પના દર પાસે, ત્રીજા કૂવાના કિનારા પર અને ચોથા સ્થૂલિભદ્ર મુનિ કોશા વેશ્યાને ઘેર, વર્ષાકાળ માટે ગયા.
કોશાવેશ્યા સ્થૂલિભદ્ર મુનિને જોઈને અત્યંત પ્રસન્ન થઈ. તેણે વિચાર્યું કે પહેલાની જેમ ભોગવિલાસમાં સમય વ્યતીત થશે. સ્થૂલિભદ્રમુનિની ઈચ્છાનુસાર કોશાએ પોતાની ચિત્રશાળામાં રહેવાની આજ્ઞા આપી. વેશ્યા પ્રતિદિન પહેલાંની માફક નિત્ય નવા નવા શૃંગાર સજીને પોતાના હાવભાવ પ્રદર્શિત કરવા લાગી. યૂલિભદ્ર હવે પહેલાં જેવા સ્થૂલિભદ્ર ન હતાં, કે જે તેણીના શૃંગારમય કામુક પ્રદર્શનથી વિચલિત થાય. તેણે કામભોગને કિંપાકફળ જેવા સમજીને છોડી દીધા હતા. તેઓ વૈરાગ્યના રંગે રંજિત હતા. તેથી તે પોતાના આત્માને પતનની ખાઈમાં પાડે એમ નહતા. કહ્યું છે–વિષયવસ્તરો For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International