________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
આવ્યો અને પાણીમાં સોનામહોરની થેલી છુપાવીને ચાલ્યો ગયો. તેના ગયા પછી સેવકે ત્યાંથી પેલી થેલી લઈને મંત્રીને સોંપી દીધી.
ર૪૦
બીજા દિવસે સવારે વરરુચિ ગંગાકિનારે આવ્યો અને ત્રાપા પર બેસીને ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. એ જ સમયે રાજા અને મંત્રી પણ ત્યાં આવ્યા. સ્તુતિ સંપૂર્ણ થયા બાદ વરચિએ ત્રાપાને દબાવ્યો પણ થેલી ઉપર આવી નહીં. બે ત્રણવાર તેણે મહેનત કરી પણ સોનામહોરની થેલી દેખાણી નહીં, ત્યારે શકડાલે કહ્યું– પંડિતરાજ ! પાણીમાં શું જુઓ છો ? રાતના છુપાવેલી આપની થેલી તો મારી પાસે છે. એમ કહીને તેણે ત્યાં બેઠેલા લોકોને થેલી બતાવીને વરરુચિની પોલ ખુલ્લી કરી. લોકો માયાવી, કપટી એમ કહીને પંડિતજીની નિંદા કરવા લાગ્યા. પણ મંત્રી સાથે વેરનો બદલો લેવા માટે વરચિ તેના છિદ્રો શોધવા લાગ્યો.
ઘણો સમય વ્યતીત થયા બાદ શકડાલ પોતાના પુત્ર શ્રિયકના લગ્નની તૈયારીમાં પડી ગયો. મંત્રીએ વિવાહની ખુશાલીમાં રાજાને ભેટ આપવા માટે ઉત્તમ પ્રકારનાં શસ્ત્રો અને અસ્ત્રો બનાવવાનો આદેશ આપ્યો. વરરુચિને આ વાતની જાણ થઈ. તેને બદલો લેવાનો મોકો મળ્યો. તેણે અમુક શિષ્યોને નિમ્નલિખિત શ્લોક યાદ કરાવીને નગરમાં પ્રચાર કરાવી દીધો.
तं न विजाणेइ लोओ, जं सकडालो करिस्सइ । नन्दराउं मारेवि करि, सिरियउं रज्जे ठवेस्सइ ||
લોકો જાણતા નથી કે શકડાલ મંત્રી શું કરશે ? તે રાજા નંદને મારીને પોતાના પુત્ર શ્રિયકને રાજસિંહાસન પર બેસાડી દેશે.
રાજાએ પણ એ વાત સાંભળી. તેણે શકડાલના પતંત્રની વાતને સાચી માની લીધી. સવારે મંત્રી રાજદરબારમાં આવ્યો અને રાજાને પ્રણામ કર્યા, પણ રાજાએ કુપિત થઈને મોઢું ફેરવી લીધું. રાજાનો એવો વ્યવહાર જોઈને મંત્રી ભયભીત બની ગયો. તેણે ઘેર આવીને આ વાત પોતાના પુત્ર શ્રિયકને કરી.
બેટા ! રાજાનો ભયંકર કોપ સંપૂર્ણ વંશનો પણ નાશ કરી શકે છે માટે કાલે જ્યારે રાજસભામાં જઈને રાજાને નમસ્કાર કરું એ સમયે જો રાજા મોઢું ફેરવી લે તો તે સમયે તું મારા ગળા પર તલવાર ફેરવી દેજે. પુત્રે કહ્યું– પિતાજી હું એવું ઘાતક અને લોક નિંદનીય કાર્ય શી રીતે કરી શકું ? મંત્રીએ કહ્યું– બેટા ! હું એ સમયે તાલપુટ નામનું વિષ મારા મોઢામાં રાખી દઈશ એટલે મારું મૃત્યુ એ વિષથી થશે. જેથી તને પિતૃ હત્યાનું પાપ નહીં લાગે. પરંતુ મને તલવાર મારવાથી રાજાનો કોપ તમારા ઉપર નહીં ઊતરે અને આપણા વંશની રક્ષા થશે. શ્રિયકે વંશની રક્ષા માટે વિવશ થઈને પિતાની આજ્ઞા માન્ય રાખી.
બીજા દિવસે મંત્રી પોતાના પુત્ર શ્રિયકની સાથે રાજ દરબારમાં ગયો. જ્યારે તેણે રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજાએ મોઢું ફેરવી લીધું. પ્રણામ કરવા માટે મંત્રીએ માથું નમાવ્યું કે તરત જ શ્રિયકે તલવાર પિતાના ગર્દન પર મારી દીધી જેથી ધડ અને માથું અલગ થઈ ગયાં. આ દશ્ય જોઈને રાજાએ ચકિત થઈને કહ્યું- શ્રિયક ! તેં આ શું કર્યું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org