________________
જ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
એકવાર રાજકુમારે શ્રેષ્ઠ હાથણીની સાથે નિકૃષ્ટ હાથીને જોયો, જોઈને તેણે રાણી અને દીર્ઘપૃષ્ઠને વ્યંગભાષામાં ધમકી આપી.
ત્રીજીવાર એક હંસી અને એક બગલાને લઈ આવ્યો અને અંતઃપુરમાં જઈને તેને મોટા અવાજે કહ્યું– આ રાજ્યમાં જે કોઈ આની જેમ રમણ કરશે તેને હું મૃત્યુનો દંડ આપીશ.
ત્રણવાર આ રીતે રાજકુમારની ધમકી સાંભળીને દીર્ઘપૃષ્ઠના કાન ઊભા થઈ ગયા. તેણે રાણીને કહ્યું- આ કુમાર જે કહી રહ્યો છે તે પ્રમાણે અવશ્ય દંડિત કરશે. નીતિશાસ્ત્ર અનુસાર વિષવૃક્ષને વધવા દેવું જોઈએ નહીં. રાણીએ પણ તેની વાતનું સમર્થન કર્યું. રાણીએ કહ્યું– એવો ઉપાય કરવાનો કે આપણું કાર્ય સિદ્ધ થઈ જાય અને લોકોમાં નિંદા પણ ન થાય. આ માટે તેમણે એક યોજના બનાવી કે સૌ પ્રથમ રાજકુમારના લગ્ન કરાવી દઈએ. કુમારને રહેવા માટે એક લાક્ષાગૃહ બનાવવું. લાક્ષાગૃહમાં કુમાર તેની પત્ની સાથે આનંદ વિનોદ કરતો હોય તે સમયે લાક્ષાગૃહમાં આગ લગાડી દેવી. "કામાંધ માણસ શું ન કરી શકે?" રાણી માતા હોવા છતાં પોતાના પુત્રની હત્યા કરવા માટે તૈયાર થઈ ગઈ.
રાજકુમારના લગ્ન રાજા પુષ્પચૂલની કન્યા સાથે ધામધૂમથી કર્યા. બીજી બાજુ સુંદર લાક્ષાગૃહ પણ બની ગયું. મંત્રી ધનુને દીર્ઘપૃષ્ઠ તથા રાણીના પયંત્રની ખબર પડી ગઈ હતી. એક દિવસ તે દીર્ઘપૃષ્ઠની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યું– "મહારાજ ! હવે હું વૃદ્ધ થઈ ગયો છું. હવે કામ કરવાની શક્તિ પણ રહી નથી. માટે શેષ જીવન હું ભગવાનના ભજનમાં વ્યતીત કરવા ઈચ્છું છું. મારો પુત્ર વરધનું ઉંમરલાયક તથા બુદ્ધિમાન બની ગયો છે. માટે રાજ્યની સેવા હવે એ કરશે."
આ પ્રમાણે દીર્ઘપૃષ્ઠની આજ્ઞા લઈને મંત્રી ધનુ ત્યાંથી રવાના થઈને ગંગાનદીના કિનારે એક દાનશાળા ખોલીને દાન દેવા લાગ્યાં. પણ આ કાર્ય કરતાં કરતાં તેણે અતિ શીઘ્રતાથી એક સુરંગ ખોદાવી. ગંગાનદીથી એ સુરંગ ઠેઠ લાક્ષાગૃહ સુધી તૈયાર કરાવી. રાજકુમારના વિવાહ અને લાક્ષાગૃહનું નિર્માણ બન્ને તૈયાર થઈ ગયા. તેની સાથે સુરંગ પણ તૈયાર થઈ ગઈ હતી.
લગ્ન બાદ બ્રહ્મદત્તકુમાર તથા નવવધુને વરધનુની સાથે લાક્ષાગૃહમાં મોકલ્યાં. પરંતુ અર્ધી રાત્રિના અચાનક આગ લાગી અને લાક્ષાગૃહ પીગળવા લાગ્યો. એ જોઈને કુમારે ગભરાઈને વરધનુને પૂછ્યું- મિત્ર! આ શું થઈ રહ્યું છે? આગ ક્વી રીતે લાગી ગઈ? ત્યારે વરધનુએ દીર્ઘપૃષ્ઠ અને રાણીના પયંત્રની વાત સંક્ષેપમાં બતાવી દીધી. માતાએ આપની હત્યાનો આ ઉપાય શોધ્યો છે, પણ આપ ગભરાતા નહીં. મારા પિતાજીએ આ લાક્ષાગૃહથી ગંગા નદીના કિનારા સુધી સુરંગ બનાવીને રાખી છે અને ત્યાં આપના માટે ઘોડો પણ તૈયાર રાખેલ છે. તે આપને ઈચ્છિત સ્થાન પર પહોંચાડી દેશે. શીધ્ર ચાલો. આપ બન્નેને સુરંગ દ્વારા અહીંથી બહાર કાઢીને હું ગંગા નદીના કિનારા સુધી પહોંચાડી દઉં છું. એ પ્રમાણે કુમાર ગંગા નદીના કિનારે પહોંચી ગયા. ત્યાર બાદ ગંગા નદીના કિનારા પરથી અનેક દેશમાં ફરીને બ્રહ્મદત્તકુમારે અનેક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરીને છ ખંડની સાધના કરી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org