________________
કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
૨૩૩
તે દુબળા થવા લાગ્યાં ત્યારે તેની પત્નીએ આગ્રહપૂર્વક પૂછ્યું- નાથ!તમને શું થયું છે? તમારું શરીર કેમ ઘસાતું જાય છે? પત્નીએ પૂછ્યું એટલે પતિએ પોતાની ઈચ્છા પ્રગટ કરી દીધી.
વ્રતધારી પોતાના પતિની વાત સાંભળીને તેની સ્ત્રીએ વિચાર્યું– તેણે સ્વદાર સંતોષ વ્રત ગ્રહણ કર્યું છે છતાં મોહના કારણે એવી દુર્ભાવના ઉત્પન્ન થયેલ છે. જો આ રીતે કલુષિત વિચારોમાં તેમનું મૃત્યુ થશે તો અવશ્ય તેની દુર્ગતિ થશે. માટે પતિના કુવિચાર હટી જાય અને વ્રત પણ ન ભાંગે એવો કોઈ ઉપાય શોધું. વિચારીને તેણીએ તેના પતિને કહ્યું– સ્વામી ! આપ નિશ્ચિત રહો. હું આપની ભાવનાને પૂર્ણ કરી દઈશ. એ તો મારી સખી છે. મારી વાતને તે ટાળી નહિ શકે. એ આજે જ આપની સેવામાં ઉપસ્થિત થશે. એમ કહીને તેણી પોતાની સહેલી પાસે ગઈ.
સખીની સાથે વાર્તાલાપ કરીને તેણીએ કહ્યું – તારા દાગીના અને વસ્ત્ર મને આપ મારે પહેરવા છે. તેની સખીએ વસ્ત્ર તથા આભૂષણો આપ્યાં. તે લઈને પોતાના ઘરે આવી. રાત્રિના તે શ્રાવકની પત્નીએ એ જ આભૂષણો અને એ જ વસ્ત્રો પહેર્યા. તૈયાર થઈને તે પોતાના પતિ પાસે ગઈ અને તેની ઈચ્છા પૂર્ણ કરી. બીજા દિવસે તેના પતિએ કહ્યું. મેં બહુ અનર્થ કરી નાખ્યો. મારા વ્રતનો મેં ભંગ કર્યો. તે બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારે તેની પત્નીએ દરેક વાત સ્પષ્ટ કરીને કહ્યું મેં તમારું વ્રત ભાંગવા દીધું નથી. શ્રાવક આ વાત સાંભળીને બહુ ખુશ થયા. પછી પોતાના ધર્મગુરુની પાસે જઈને આલોચના કરી પ્રાયશ્ચિત કરીને શુદ્ધિકરણ કર્યું. તેની સ્ત્રીએ પોતાના પતિના વતની રક્ષા કરી, આ તે શ્રાવિકાની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૯) અમાત્ય:- કાંપિલપુર નગરમાં બ્રહ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ ચલણી હતું. એક વાર સુખે શય્યામાં પોઢેલી રાણીએ ચક્રવર્તીના જન્મ સૂચક એવા ચૌદ સ્વપ્ના જોયાં. ત્યારબાદ સમય થવા પર રાણીએ એક પરમ પ્રતાપી સુકુમાર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ બ્રહ્મદત્ત રાખ્યું. બ્રહ્મદત્તના પિતા બ્રહ્મનો દેહાંત થયો ત્યારે બ્રહ્મદત્તનો હજુ બાલ્યકાળ જ હતો. તેથી બ્રહ્મદત્ત ઉંમરલાયક થાય ત્યાં સુધી રાજાના મિત્ર દીર્ઘપૃષ્ઠને રાજગાદી પર બેસાડ્યો. દીર્ઘપૃષ્ઠ ચરિત્રહીન હતો. તે વારંવાર અંતઃપુરમાં આવજા કરતો હતો. જેના પરિણામે રાણીની સાથે તેનો અનુચિત સંબંધ થઈ ગયો. તેઓ બન્ને વૈષયિક સુખ ભોગવવા લાગ્યાં.
રાજા બ્રહ્મના મંત્રીનું નામ ધનુ હતું. તે રાજાનો હિતેષી હતો. રાજાના મૃત્યુ બાદ મંત્રી રાજકુમારની સર્વ પ્રકારે સાર-સંભાળ રાખતો હતો. બ્રહ્મદત્ત યુવાન થયો ત્યારે મંત્રીએ દીર્ઘપૃષ્ઠ અને રાણીના અનુચિત સંબંધ વિષે બતાવી દીધું. યુવા રાજકુમારને માતાના અનાચાર પ્રત્યે બહુ ક્રોધ આવ્યો. રાજકુમારે માતાને સમજાવવા માટે એક ઉપાય શોધ્યો. એક વાર તે એક કાગડાને અને એક કોયલને લઈ આવ્યો. એક દિવસ તે અંતઃપુરમાં જઈને કહેવા લાગ્યો- આ પક્ષીઓની જેમ જે વર્ણશંકરપણુ કરશે તેને હું ચોક્કસ દંડ આપીશ. રાણી પુત્રની વાત સાંભળીને ગભરાઈ ગઈ, પણ દીર્ઘપૃષ્ઠ તેણીને સમજાવી દીધી કે એ તો બાળક છે તેની વાત પર ધ્યાન દેવું નહીં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org