________________
કથાશાસ્ત્ર ઃ નદી સૂત્રની કથાઓ
-1
ર૩પ
આ રીતે અમાત્ય ધનની પારિણામિકી બદ્ધિ વડે સરંગથી રાજકુમાર બ્રહ્મદત્ત સફશળ મોતના મુખમાંથી બચી ગયો અને કાલાંતરે પોતાની બુદ્ધિ અને બળથી છ ખંડને જીતીને ચક્રવર્તી સમ્રાટ બની ગયો. (૧૦) ક્ષપક :- એક વાર તપસ્વી મુનિ ગોચરી માટે પોતાના શિષ્યની સાથે ગયા. પાછા વળતી વખતે તપસ્વી મુનિના પગની નીચે એક દેડકી દબાઈ ગઈ. શિષ્ય આ દશ્ય જોયું એટલે તેણે ગુરુને પ્રાયશ્ચિત્ત કરવા માટે કહ્યું. પણ શિષ્યની વાત પર તપસ્વી મુનિએ ધ્યાન ન આપ્યું. સાયંકાલ પ્રતિક્રમણ કરતી વખતે ફરી શિષ્ય દેડકી મરી ગયાની વાત યાદ કરાવી દીધી અને ગુરુને વિનયપૂર્વક કહ્યું– આપ દેડકીનું પ્રાયશ્ચિત લઈ લો. પરંતુ તપસ્વી મુનિ ક્રોધથી ધમધમાયમાન બનીને શિષ્યને મારવા માટે દોડ્યા. ઝડપથી દોડીને તે આગળ વધવા ગયા. અંધકાર હોવાના કારણે શિષ્યની પાસે તે પહોંચી શક્યા નહીં પણ એક થાંભલા સાથે ભટકાયા તેથી તેનું માથું ફૂટી ગયું અને તરત જ તેનું મૃત્યુ થયું. મરીને તે જ્યોતિષી દેવ થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને દષ્ટિ વિષ સર્પની યોનિમાં ઉત્પન્ન થયા. ત્યાં તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાનો પૂર્વભવ જોયો અને ભયંકર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી તે બિલમાં જ રહેવા લાગ્યા. તેણે વિચાર્યું કે મારી દષ્ટિના વિષથી હવે કોઈ પણ પ્રાણીની ઘાત થવી જોઈએ નહીં.
એ અરસામાં એક રાજાના રાજકુમારને સર્પ કરડ્યો અને રાજકુમાર મરી ગયો. રાજકુમાર મરી જવાથી રાજાને અત્યંત દુઃખ થયું અને ક્રોધે ભરાઈને ગામોગામના ગારુડીઓને બોલાવ્યાં. બોલાવીને દરેકને કહ્યું– દરેક ગામના સર્પોને પકડીને મારી નાંખો, એવી મારી આજ્ઞા છે. ગારુડી લોકો ગામોગામના સર્પોને મારવા લાગ્યાં. એક ગાડી તે દષ્ટિવિષ સર્પના બિલ પાસે પહોંચ્યો. તેણે સર્પને બિલની બહાર કાઢવા માટે બિલ પર ઝેરી દવા છંટાવી. દવાના પ્રભાવે તે સર્પ બહાર આવવા લાગ્યો. તેણે વિચાર્યું કે મારી દષ્ટિથી મને મારનારનું મૃત્યુ ન થવું જોઈએ. એવા ઉદ્દેશથી સર્ષે પહેલા પોતાની પૂંછડી દરની બહાર કાઢી. જેમ જેમ તે બહાર નીકળતો ગયો તેમ તેમ ગારુડી તેના શરીરના ટુકડા કરતો ગયો. તો પણ સર્ષે સમભાવ રાખ્યો, મારનાર પ્રત્યે લેશમાત્ર પણ ક્રોધ ન કર્યો. મરતી વખતે તેના પરિણામો શુદ્ધ હતાં. શ્રેષ્ઠ પરિણામના કારણે તે મરીને ત્યાંના રાજાના ઘરે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેનું નામ “નાગદત્ત” રાખવામાં આવ્યું.
નાગદત્તને બાલ્યકાળમાં જ પૂર્વભવના સંસ્કારનાં કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ ધારણ કર્યો. વિનય, સરળતા, ક્ષમા આદિ અસાધારણ ગુણોનાં કારણે તે મુનિ દેવો માટે પણ વંદનીય બની ગયા. પૂર્વભવમાં તે તિર્યંચ હતાં તેથી ભૂખનો પરીષહ તેને બહુ પરેશાન કરતો હતો. તેથી તે તપસ્યા બિલકુલ કરી શકતા ન હતાં. તેના ગચ્છમાં એકથી એક ચડે એવા ચાર તપસ્વી મુનિઓ હતા. નાગદત્તમુનિ તે તપસ્વીઓની ત્રિકરણથી સેવા-ભક્તિ, વૈયાવચ્ચ વગેરે કરતા હતા.
એક વાર નાગદત્ત મુનિને વંદન કરવા માટે એક દેવ આવ્યો. તપસ્વી મુનિઓ આ જોઈને નાગદત્ત મુનિની ઈર્ષ્યા કરવા લાગ્યા. એક દિવસ નાગદત્ત મુનિ પોતાના માટે ગોચરી લઈને આવ્યા. તેણે વિનયપૂર્વક તપસ્વી મુનિઓને આહાર દેખાડ્યો. પરંતુ ઈર્ષાના કારણે તેઓએ કહ્યું– અરે ભૂખમરા ! એમ કહીને તિરસ્કાર કરતાં એક મુનિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org