________________
કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
૨૦૯
(ર૯) પતિઃ- કોઈ એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તે બન્નેની પત્ની એક જ હતી. તેની પત્ની બહુ ચતુર હતી. એ ક્યારેય કોઈને ખબર પડવા દેતી નહતી કે બન્ને પતિમાંથી એક પર તેને અધિક અનુરાગ છે. લોકો વારંવાર તેની પ્રશંસા કરતા હતા. ધીરે ધીરે આ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ. રાજાએ વિસ્મિત થઈને મંત્રીને કહ્યું– આ વાત સાચી છે? મંત્રીએ કહ્યું– મહારાજ ! એવું બની શકે નહીં. એ સ્ત્રીને બે માંથી એક પર વધારે અનુરાગ હશે જ. રાજાએ કહ્યું- એ કેમ જાણી શકાય? મંત્રીએ કહ્યું- હું તેનો ઉપાય કરીશ, જેથી જાણવા મળી જશે.
એક દિવસ મંત્રીએ પેલી સ્ત્રી પર એક સંદેશ લખીને મોકલ્યો- તું તારા બન્ને પતિને જુદા જુદા ગામ મોકલી દે. એકને પૂર્વદિશામાં અને બીજાને પશ્ચિમ દિશામાં મોકલજે. પણ સાંજે બન્ને ઘરે આવી જવા જોઈએ. પેલી પત્નીએ જેના પર ઓછો અનુરાગ હતો તેને પૂર્વ દિશામાં મોકલ્યો અને જેના પર અધિક રાગ હતો તેને પશ્ચિમ દિશામાં મોકલ્યો. જેને પૂર્વ દિશામાં મોકલ્યો હતો તેને જતાં અને આવતાં બન્ને વખત સૂર્યનો તાપ સામે રહ્યો, જેથી તેને કષ્ટ પડ્યું. જેને પશ્ચિમદિશામાં મોકલ્યો હતો તેને જતાં અને આવતાં સૂર્ય પીઠ પાછળ રહ્યો, તેથી જરાય કષ્ટ ન પડ્યું. સાંજે તેઓ બન્ને ઘરે આવી ગયા. મંત્રીએ રાજાને કહ્યું – પેલી સ્ત્રીને પશ્ચિમ તરફ જનાર પતિ પર અધિક પ્રેમ છે. રાજાએ કહ્યું– એ વાત મને માનવામાં આવતી નથી. આપણે જ એકને પૂર્વ તરફ અને બીજાને પશ્ચિમ તરફ જવાનું કહ્યું હતું. આ વાત બરાબર નથી. મંત્રીએ બીજો ઉપાય શોધ્યો.
એક દિવસ ફરી મંત્રીએ પેલી પત્ની પર સંદેશો મોકલ્યો કે તું તારા બન્ને પતિને આજે એક જ સમયે પૂર્વ અને પશ્ચિમ દિશામાં મોકલજે. પત્નીએ પૂર્વવત્ કર્યું. થોડીવાર પછી મંત્રીએ પેલી પત્ની પાસે બે માણસો મોકલ્યા. તેઓએ આવીને કહ્યું- તમારા બન્ને પતિના શરીરમાં કોઈ વ્યાધિ થયો છે માટે તમે પ્રથમ પૂર્વદિશામાં જાઓ. પેલી પત્નીએ કહ્યું– પૂર્વ દિશામાં જનાર મારા પતિ સદાય બીમાર જ હોય છે, એની પાસે જવા કરતા મને પશ્ચિમ દિશામાં ગયેલા મારા પતિ પાસે જવા દો. તેણી પશ્ચિમ દિશામાં જ ગઈ. પછી મંત્રીએ રાજાને સર્વ વાત કરીને નિવેદન કર્યું. રાજા મંત્રીની વાત સાંભળીને અત્યંત ખુશ થયા. મંત્રીની ઔત્પાતિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૩૦) પુત્ર:- કોઈ એક નગરમાં એક વ્યાપારી રહેતો હતો. તેને બે પત્ની હતી. એક સ્ત્રીને એક પુત્ર હતો. બીજી સ્ત્રી વંધ્યા હતી, પરંતુ તે પણ બાળક પર અત્યંત પ્રેમ રાખતી હતી. તેથી બાળકને ખબર ન પડતી કે મારી અસલી માતા કોણ છે. એક વાર વ્યાપારી બન્ને પત્ની તથા બાળકને લઈને પરદેશ જવા નીકળ્યો. રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ બન્ને સ્ત્રીઓ પુત્ર માટે વિવાદ કરવા લાગી. એક કહે કે આ દીકરો મારો છે, તેથી ઘરની સર્વ સંપત્તિની હું માલિક થઈશ. બીજી કહે, દીકરો મારો છે તેથી પતિની સર્વ સંપત્તિ પર મારો હક્ક રહેશે. વાત વાતમાં ઝગડો બહુ વધી ગયો. છેવટે બન્ને સ્ત્રીઓ ન્યાયાલયમાં પહોંચી ગઈ. તેઓએ ન્યાયાધીશને પોતાની વાત કરી. ન્યાયાધીશ ચિંતામાં પડી ગયા કે આ બાળકની અસલી માતા કોણ હશે?
ન્યાયાધીશે પ્રથમ કર્મચારીઓને કહ્યું – તમે આ બન્ને સ્ત્રીઓના ઘરે જઈને તેની સંપત્તિનો સરખો ભાગ પાડી દો પછી આ બાળકને છરીથી કાપીને બન્નેને અર્ધા અર્ધા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org