________________
કથાશાસ્ત્ર : રાજનીય સૂત્ર
(૯) આત્મા આદિ અરૂપી તત્ત્વોને શ્રદ્ધાથી સમજી સ્વીકારવા જોઈએ. સૂક્ષ્મતમ તત્ત્વો માટે પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ ન રાખવો જોઈએ, તર્ક અગોચર વિષયોનો પણ શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ. પરંપરાગત રૂઢીઓને પણ સાચી સમજણ મેળવ્યા પછી છોડી દેવી જોઈએ. પછી ગમે તેવી પરંપરા હોય, સિદ્ધાંતનું રૂપ લઈ ચૂક્યા હોય, આચારનો કે ઇતિહાસનો વિષય હોય તો પણ જો તે અસત્ય, કલ્પિત, અનાગમિક, અસંગત હોય તો તે પરંપરાનો દુરાગ્રહ ન રાખવો, બલ્કે સત્ય બુદ્ધિથી નિર્ણય લીધા બાદ પરિવર્તન કરવામાં જરા પણ હિચકિચાટ ન થવો જોઈએ. આ પ્રેરણા કેશી સ્વામીએ પ્રદેશી રાજાને લોહ વણિકના દષ્ટાંત દ્વારા આપી હતી અને પ્રદેશીએ તેનો સ્વીકાર પણ કર્યો હતો.
૧૦૩
(૧૦) પ્રદેશી રાજા અને ચિત્ત સારથીના ધાર્મિક શ્રમણોપાસક જીવનના વર્ણનમાં મુનિ દર્શન, સેવા ભક્તિ, વ્યાખ્યાન શ્રવણ, પાંચ અભિગમ,વંદન વિધિ,ક્ષેત્ર સ્પર્શના કરવાની વિનંતિ, સાધુની ભાષામાં સ્વીકૃતિ, શ્રાવક વ્રત ધારવા, પૌષધ સ્વીકાર, શ્રમણ નિગ્રંથો સાથેનો વ્યવહાર, દૂર ક્ષેત્રમાં વિચરતા શ્રમણોને વંદના, ઉદ્યાનમાં પધારવા છતાં પ્રથમ ઘરમાં જ વંદન વિધિ, અનશન ગ્રહણ આદિધાર્મિક કૃત્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે શ્રાવકોના શ્રેષ્ઠ આચારો છે. સાથે જ જનસેવાની ભાવનાથી રાજ્યની આવકનો ચોથો ભાગ દાનશાળા માટે વાપરવા રૂપ આચરણને ધાર્મિક જીવનનું મહત્વશીલ અંગ બતાવ્યું છે.
ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે શ્રાવક જીવનના ત્યાગ તપોમય આ વિસ્તૃત વર્ણનમાં કયાંય પણ મંદિર અને મૂર્તિ બનાવવા કે પૂજા વિધિ કરવાનું વર્ણન આવતું નથી. પરંતુ તે વિષયને શ્રાવક જીવનમાં ન જોડતાં તેના પૂર્વ વિભાગમાં દેવ ભવથી જોડ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે મૂર્તિપૂજા શ્રાવકાચાર કે શ્રમણાચાર નથી.પરંતુ દેવ વગેરે અવ્રતીઓનો જીતાચાર છે.
દેવલોકનાં બધા સ્થાન શાશ્વતા છે. તેને કોઈએ બનાવ્યા નથી. તેથી ત્યાં કોઈ પણ વ્યક્તિગત મૂર્તિ હોવાની શક્યતા જ નથી, કારણ કે અનાદિ વસ્તુમાં વર્તમાનના કોઈપણ વ્યક્તિના નામની કલ્પના કરવી અસંગત છે. કોઈ વ્યક્તિ અનાદિ નથી હોતી. તેથી અનાદિ સ્થાનોમાં દેવો પોતાના જન્મ સમયે જ માત્ર લોક વ્યવહારના પાલનાર્થે પૂજાદિ ક્રિયા કરે છે. તે પ્રમાણે સૂર્યાભદેવે પોતાના જીતાચાર મુજબ દેવલોકના બધા જ નાના-મોટા સ્થાનોની, યક્ષ-ભૂત આદિ પોતાનાથી નાના નિમ્ન કક્ષાના દેવોના બિંબોની અર્ચા, ફૂલ, પાણી આદિથી કરી છે. ત્યાર પછી ચંદનના થાપા લગાડયા છે. આથી સ્પષ્ટ થાય છે કે દેવ પોતાના જીતાચાર મુજબ બધી ક્રિયા જન્મ સમયે કરે છે.
દેવ મનુષ્ય લોકમાં જ્યારે પણ આવે છે ત્યારે તે ધર્મદષ્ટિએ તીર્થંકર, શ્રમણોના દર્શન માટે જ આવે છે પણ કોઈ મંદિર કે તીર્થસ્થાનના દર્શન કે સેવા-પૂજા માટે ક્યારેય આવતા હોય તેવા ઉલ્લેખ કોઈ પણ આગમમાં નથી. મનુષ્યલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org