________________
૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧
દેવદત્ત કંઈક મોટો થયો. એક દિવસ ભદ્રાએ તેને નવડાવી, અનેક પ્રકારના આભૂષણોથી શૃંગારિત કરી, પંથક સાથે રમવા મોકલ્યો. પંથક દેવદત્તને એક સ્થાને બેસાડી પોતે અન્ય બાળકોની સાથે રમવા લાગ્યો. તે દરમ્યાન તે જ નગરનો કુખ્યાત નિર્દય અને નૃશંસ વિજય ચોર ત્યાં આવ્યો અને આભૂષણ સજિજત દેવદત્તને ઉપાડી ગયો અને નગરની બહાર લઈ જઈ તેના આભૂષણો ઉતારી લીધા અને દેવદત્તને નિપ્રાણ બનાવી અંધારીયા કૂવામાં ફેંકી દીધો.
રમતાં રમતાં અચાનક પંથકને દેવદત્ત યાદ આવ્યો. તેને સ્થાન ઉપર ન જોતાં ધ્રાસ્કો પડયો. ચારે બાજુ તપાસ કરી પણ દેવદત્ત કયાંય ન મળ્યો. અંતે રડતો રડતો તે ઘરે ગયો. ધન્ય સાર્થવાહે પણ સઘન તપાસ કરી પણ બાળકનો પત્તો ન લાગતાં નગર રક્ષકની સહાય માગી. ખૂબ ઉંડી તપાસને અંતે નગર રક્ષકોએ અંધારા કૂવામાંથી બાળકના શબને શોધી કાઢયું. શબને જોઈ બધાના મુખમાંથી અચાનક “હાય હાય” શબ્દ નીકળી પડ્યા.
આ દુષ્કૃત્યનું પગેરું દબાવતાં નગર રક્ષકોએ સઘન જાડીઓની વચ્ચે છુપાયેલા વિજયચોરને પકડી લીધો, ખૂબ માર મારી, નગરમાં ફેરવી જેલમાં કેદ કર્યો. કેટલાક સમય પછી કોઈએ રાજા પાસે ચાડી-ચુગલી ખાધી; અને સામાન્ય ગુન્હાની સજા રૂપે ધન્યસાર્થવાહને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ બન્નેને એક જ બેડીમાં ગોઠવવામાં આવ્યા.
સાર્થવાહ પત્ની ભદ્રા ધન્ય સાર્થવાહ માટે વિવિધ ભોજન-પાણી જેલમાં મોકલતી. સાર્થવાહ જયારે જમવા બેઠો ત્યારે વિજયે તેમાંથી થોડો આહાર માંગ્યો પણ પુત્ર ઘાતકને આહાર કેમ આપી શકાય? તેથી તેને દેવાનો ઇન્કાર કર્યો.
ધન્યને મળ-મૂત્ર વિસર્જન કરવાની બાધા ઉત્પન્ન થઈ. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ એક જ બેડીમાં જકડાયેલા હતા. મળ-મૂત્ર વિસર્જન માટે બંનેને સાથે જવું અનિવાર્ય હતું. ધન્ય વિજયને સાથે આવવાનું કહ્યું તો તે આવેશમાં આવી ગયો. તે બોલ્યો- તમે ભોજન કર્યું છે માટે તમે જ જાઓ. હું ભૂખ્યો તરસ્યો છે, મને બાધા-પીડા ઉત્પન્ન થઈ નથી, માટે તમે જ જાઓ. ધન્ય લાચાર બની ગયો. અંતે અનિચ્છાએ પણ વિજય ચોરને ભોજનમાંથી ભાગ આપવાનું વચન આપ્યું. તે સિવાય બીજો કોઈ માર્ગ નહોતો.
બીજે દિવસે પંથક આહાર લઈ જેલમાં આવ્યો. ભોજનમાંથી થોડો ભાગ વિજયને આપતાં જોઈને પંથક દુઃખી થઈ ગયો. ઘેરે આવી ભદ્રા સાર્થવાહીને હકીકત કહી. સાંભળીને ભદ્રાના ક્રોધનો પાર ન રહ્યો. પુત્ર ઘાતક પાપી ચોરને ભોજન દઈ તેનું પાલન પોષણ કરવું તે તેનાથી સહન ન થયું. માતાનું હૃદય ઘોર વેદનાથી વ્યાપ્ત થઈ ગયું. દરરોજ આ ક્રમ ચાલવા લાગ્યો.
કેટલોક સમય વીત્યા બાદ ધન્ય સાર્થવાહને કારાગૃહથી મુક્તિ મળી.
Jain Education International
For Private & Personal Use Only
Www.jainelibrary.org