________________
૧૯s
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
રોહકે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી એવો માર્ગ કાઢયો કે એક પખવાડિયું તો શું? અનેક પખવાડિયા સુધી રાજા આ ઘેટાને અહીં રાખે તો પણ વજન વધે પણ નહીં અને ઘટે પણ નહીં. અત્યારે તેનું વજન જેટલું છે એટલું જ રહેશે. રોહકે ગ્રામીણ લોકોને કહ્યું- આ રાજાનું ઘેટું છે માટે પ્રતિદિન તેને સારું સારું ખવડાવો અને તેની સામે જ બંધ પાંજરામાં એક વાઘને રાખો. સારું સારું ખાવાથી ઘેટાનું વજન વધી જશે પણ વાઘના ભયથી ફરી તેનું વજન ઘટી જશે અને જેમ છે તેમ જ રહેશે.
ગ્રામીણ લોકો રોહકના કહેવા મુજબ ઘેટાને સારું સારું ખવડાવવા લાગ્યા અને તેઓએ તેની સામે એક વાઘ પૂરેલ બંધ પાંજરુ રાખી દીધું. ભોજનની પર્યાપ્ત માત્રાથી તથા વાઘના ભયથી ઘેટાનું વજન વધ્યું પણ નહીં અને ઘટયું પણ નહીં. એક પખવાડિયું વ્યતીત થયા બાદ ગ્રામીણ લોકોએ પેલા ઘેટાને રાજાને સોંપી દીધો. રાજાએ એ ઘેટાનું વજન કરાવ્યું તો જેટલું હતું એટલું જ થયું. રાજા આ વખતે પણ રોહકની ચતુરાઈ જોઈને બહુ ખુશ થયા. (૪) કૂકડો - થોડા દિવસ પછી રાજાએ રોહકની ઓત્પાતિક બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક નાનાકડા કૂકડાને મોકલ્યો અને સાથે કહેવડાવ્યું કે આ કૂકડાને બીજા કૂકડાની સાથે નહીં પણ એકલો જ રાખીને લડી શકે એવો લડાયક બનાવીને પછી અહીં મોકલી દેજો.
- રાજાની આ આજ્ઞા સાંભળીને ગ્રામીણ લોકો મૂંઝાયા અને તેઓ રોહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા વિષેની વાત કહી સંભળાવી. ગ્રામીણ લોકોએ કહ્યું- રોહક, એકલો કૂકડો કોઈ દિવસ લડતા શીખે નહીં. હવે કરવું શું? રોહકે કહ્યું તમે કોઈ મૂંઝાશો નહીં, એનો ઉપાય હું હમણાં જ બતાવું છું. એમ કહીને તેણે ગ્રામીણજનોને કહ્યું કે તમે એક મોટો અને મજબૂત અરીસો મંગાવીને, આ કૂકડાને તે અરીસાની સામે રાખો એટલે તે ધીરે ધીરે લડતા શીખી જશે.
ગ્રામીણવાસીઓએ રોહકના કહેવા મુજબ દિવસમાં ચાર પાંચ વાર કૂકડાને પ્રતિદિન અરીસાની સામે રાખતા. કૂકડો પોતાનું પ્રતિબિંબ જોઈને તેને પોતાનો પ્રતિબંધી સમજીને ધીરે ધીરે તેની સાથે લડવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. થોડા દિવસોમાં કૂકડો પોતાના પ્રતિબિંબની સાથે લડાઈ કરતા શીખી ગયો.
થોડા દિવસો બાદ ગ્રામીણ લોકોએ તે કૂકડો રાજાને સોંપી દીધો અને આ કૂકડો એકલો લડી શકે છે તેની વિગત બતાવી. રાજા એકલા કૂકડાને અરીસા સાથે લડતો જોઈ ખૂબ જ ખુશ થયા અને રોહકની બુદ્ધિ પર અતિ પ્રસન્ન થયા. (પ) તિલઃ- અન્ય કેટલાક દિવસો પછી ફરી રાજાને રોહકની બુદ્ધિની પરીક્ષા કરવાનું મન થયું. રોહકના ગામના લોકોને રાજાએ પોતાના દરબારમાં બોલાવ્યા અને કહ્યું– તમારી સામે જ તલનો ઢગલો છે તેને ગણ્યા વગર બતાવો કે આ ઢગલામાં કેટલા તલછે? અને સંખ્યા બતાવવામાં બહુ વિલંબ નહીં કરવાનો.
રાજાની વાત સાંભળીને ગ્રામીણ લોકો કિંકર્તવ્યમૂઢ બનીને રોહકની પાસે આવ્યા અને રાજાની આજ્ઞા વિષેનો સર્વવૃતાંત કહી સંભળાવ્યો. રોહકે કહ્યું તમે રાજાની પાસે જઈને કહો- રાજન્ ! અમે ગણિત શાસ્ત્રી તો નથી છતાં આપની આજ્ઞા શિરોમાન્ય For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International