________________
કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
૧૯o
કરીને આ મહારાશિમાં તલની સંખ્યા કેટલી છે તે અમે આપને ઉપમા દ્વારા બતાવીશું. આ ઉજ્જયિની નગરીની ઉપર આકાશમાં જેટલા તારા છે એટલી જ સંખ્યા આ ઢગલામાં તલની છે.
ગ્રામીણજનો હર્ષાવિત થઈને રાજાની પાસે ગયા અને ત્યાં જઈને રોહકના કહેવા મુજબ તલ વિષે બધી વાત કહી સંભળાવી. રાજાજી રોહકની બુદ્ધિ જોઈને મનમાં અતિ ખુશ થયા. (૬) બાલુકા :– કોઈ એક દિવસ રાજાએ ફરી રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને આદેશ આપ્યો કે તમારા ગામની આસપાસ બહુ કિંમતી રેતી છે તેનું એક દોરડું બનાવીને મોકલો.
- બિચારા નટ લોકો ગભરાયા કે રેતીનું દોરડું વણી કેમ શકાય? તેઓ રોહકની પાસે ગયા અને રાજાનો આદેશ કહી સંભળાવ્યો. રોહકે ગ્રામીણ વાસીઓને કહ્યું તમે રાજાની પાસે જઈને કહો અમે સર્વ નટ છીએ તેથી નૃત્ય કળા તથા વાંસ પર નાચવાનું જાણીએ છીએ. દોરડું બનાવવાનો ધંધો અમારો નથી તો પણ આપશ્રીનો આદેશ છે, તેનું પાલન કરવું એ અમારું કર્તવ્ય છે.
અમારી આપને એક નમ્ર પ્રાર્થના છે. જો આપના ભંડારમાંથી અથવા અજાયબ ઘરમાંથી નમૂનારૂપે જૂનું રેતીનું દોરડું હોય તો તે આપો. અમે એ નમૂનો જોઈને રેતીનું દોરડું બનાવીશુ અને આપની સેવામાં મોકલી આપશું.
ગ્રામીણલોકો રાજાની પાસે ગયા. ત્યાં જઈને નમ્રતાપૂર્વક રોહકે જેમ કહ્યું હતું એમ જ કહ્યું અર્થાત્ રેતીના દોરડાનો કોઈ નમૂનો હોય તો આપવાની માગણી કરી. રોહકની ચમત્કારયુક્ત બુદ્ધિ જોઈને રાજા નિત્તર બની ગયા. (૭) હસ્તી – કોઈ એક દિવસે રાજાએ ફરી રોહકની પરીક્ષા માટે ગ્રામીણ લોકો પાસે એક વૃદ્ધ મરણોન્મુખ હાથી મોકલ્યો અને કહેવડાવ્યું કે આ હાથીની બરાબર સેવા કરો અને પ્રતિદિન તેના સમાચાર મને મોકલતા રહો પણ ક્યારે ય એવું કહેવડાવશો નહીં કે હાથી મરી ગયો. જો એવો સંદેશો તમે કહેવડાવશો તો તમને દંડ દેવામાં આવશે.
આ પ્રમાણે સમાચાર આવવાથી ગ્રામીણલોકો મૂંઝાયા, તેઓ તરત જ રોહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા કહી સંભળાવી, રોહકે શીધ્ર તેનો ઉપાય બતાવ્યો- આ હાથીને સારો સારો ખોરાક ખવડાવો પછી જે કાંઈ થશે તે હું સંભાળી લઈશ.
ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ હાથીને અનુકૂળ આવે એવો સારો ખોરાક આપ્યો પરંતુ હાથી તે જ રાત્રિના મરી ગયો. ગ્રામીણલોકો ગભરાયા કે રાજાને હવે શું જવાબ આપીશું? પરંતુ રોહકે તેમને શીખડાવ્યું એ જ રીતે ગ્રામીણવાસીઓએ રાજાને કહ્યું- હે નરદેવ! આજ હાથી ઊઠતો નથી, બેસતો નથી, ખાતો નથી, પીતો નથી, શ્વાસ લેતો નથી. કોઈપણ પ્રકારની ચેષ્ટા પણ કરતો નથી. અર્ધી રાતથી એકદમ નિષ્ક્રિય પડ્યો છે. - રાજાએ કુપિત થઈને કહ્યું તો શું હાથી મરી ગયો? ગ્રામીણ લોકોએ કહ્યું– પ્રભુ એમ અમે શી રીતે કહી શકીએ? એવું તો આપ જ કહી શકો છો.
રાજા રોહકની ચતુરાઈ પર બહુ જ ખુશ થયા. ગ્રામવાસીઓ પોતાના જાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org