________________
૩૧.
જામનગરનો ઇતિહાસ. (દ્વિતીય કળા) નવચાંદી પાડી આવી. એક તો સુકોમળ બચું અને તેમાં વળી નવચઢી હોવાથી ચંદ્રકંવરબાને તેના ઉપર કુદરતી પ્રેમ થયો, તેથી રાત્રી થતાં તે પાડીને પતે ઉપાડી લઇ જનાનાના ઉચા અવાસે લઈ જઈ પિતા પાસે સુવાડી. સવાર થતાં પોતે પાડીને ઉપાડી પગથીયાં ઉતરી નીચે લાવી, ભેંસને ઘવરાવી અને રાત્રેપણુ પાડીને ઉચકી પગથીયાં ચડી પિતા આગળ રાખી, આમ એક માસ સુધી દિવસમાં બે વખત પાડીને ઉપાડી ઉપર લઈ જાય અને નીચે લાવે, તેમના પિતાએ તેમજ ભાઈએ તેમ ન કરવા ઘણું કહ્યું પરંતુ તેણે હઠ છોડી નહિ, આમ હંમેશની પ્રેકટીસથી પાડી લગભગ છ માસની થઈ ત્યાં સુધી કુંવરી રોજ ઉપાડતાં એક દહાડે માતા વિનાની કુંવરીને ભાભીએ મહેણું માર્યું કે “ચંદ્રકંવરબાને તો સિંધપતી લાખાઘુરારાને વરવું છે કેમકે લાખ ઘુરારે ઘોડા ઉપાડે છે ને બાઈ ભેંસ જેવડી પાડી ઉપાડે છે? ચંદ્રકંવરબાએ ફરી પુછયું કે ભાભીશ્રી આપ એ શું કહે છે? ભાભી કહે “લાખા ઘુરારાને પરણેને?? બસ, એ મહેણું સાંભળતાં જ લાખાને વરવાની મનથી પ્રતિજ્ઞા કરી ભાભીને કહ્યું કે
તોદ્દા | भाभी भलो मीयj, कुड भलेरी कांण ॥
નોર મારી જીનપી, (ર) ચા પી રહી છે . અથ–હે ભાભી તેં મને ભલે મહેણું માર્યું તેમજ કુળને કલંક લાગે તોપણ ભલે લાગે પણ ગોહીલ પુત્રીએ સિંધપતી લાખાઘુરારાને વરવા, પણ લીધું છે તે છોડશે નહિ. કારણકે
लाखा बीया लख, पण घुरारो गुण हीकडे
घोडा पधे पख्ख, समै जो सीरधार इ ॥ २ ॥ અર્થ-લાખા નામના બીજા લાખે જણા છે પણ દુર દેનાર ગુણવાળે તે ઘુરારો એકજ છે કે જે સામે નગરને સરદાર ઘોડાને (જાણે કેમ પાંખ હોય તેમ અધર) પગે તોળી હીંચકે છે. વળી કહ્યું કે –
लाखे धारां लख्ख, जुडे बीया जुवाण तइ ।।
मुके मीडै कमख, घुरारासें गड बीयास ॥ ३ ॥ અર્થ-લાખા જેવા લાખ જુવાન બીજા જડે પણ મને તે તે બધાઈ (કમખા) ખરાબ મોઢાવાળા અપ્રિય છે કારણકે ઘુરારથીજ મારે પ્રિતિ છે.
ચારપગ ઘોયેલ (સફેદ) હોય પુછડાના છેડાનો ભાગપણ સફેદ હોય કપાળમાં સફેદ ચાંલ્લે હોય ને બે આંખોમાં કેરીઓ હોય અને ગળે સફેદ કાંઠલે હોય તે નવચાંદ્રી કહેવાય.