________________
જામનગરનો ઇતિહાસ. (દ્વિતીય કળા)
ર૯.
૨૯ (૧૪૬) ૯ જામ ઓઢાર (શ્રી કુ. થી ૯૧ મા)
(વિ. સં. ૯૧૮ થી ૯૩૧ સુધી) જામ આહાર ઘણે પરાક્રમી અને શિવભકત રાજા હતો. તેણે કાશીની જાત્રા કરી હતી. એ વખતે બંગલામાં રાજા વિગ્રહપાલ રાજ્ય કરતો હતો. તેના પુત્ર નારાયણપાલની સાથે જામ ઓઢારને મંત્રી થવાથી જાત્રાએથી પાછા વળતાં યુવરાજ નારાયણપાલને સિંધમાં તેડી જઇ તેનું ભારે સન્માન કર્યું હતું. (૧૪૭) ૧૦ જામ અબડે (શ્રી થી કરો)
(વિ. સં. ૯૩૧ થી ૯૪૨ સુધી) આ રાજાને રાજપુતાનાના રાજ્ય સાથે વધુ ગાઢ સંબંધ હતા. ઉત્તર હિંદુસ્તાનમાં કામરૂ દેશમાં, કાબુલમાં, કંદહારમાં, પેશાવરમાં, બધે હિંદુ રાજ્ય ફેલાએલાં હતાં અને દક્ષિણ હિન્દમાં ચાલુકય વંશનો નાશ કરી, રાષ્ટકુશ વંશ અસ્તિત્વમાં આવેલ. આના સમયમાં બીજે કૃષ્ણનામને રાજા મહારાષ્ટ્રમાં સત્તાધારી હતે. આ રાષ્ટકુશ રજાના પરાક્રમોવડેજ આરબ અને મુસલમાને દક્ષિણ હિન્દ્રમાં ફાવી શક્યા નહતા જેના સિક્કાએ હાલમાં મળ્યા છે. (૧૪૮) ૧૧ જામ લાખીયાર ભડ (શ્રી. થી ૩)
(વિ. સં. ૯૪૨ થી ૯૫૬ સુધી) આ રાજા ઘણે પરાક્રમી હતો. તેણે પોતાના વડવા જામ સમાનું નામ ચીરસ્થાચી રહેવા “નગર સામે નામનું શહેર વસાવી ત્યાં પોતાની રાજગાદી સ્થાપી હતી. જે શહેર હાલ સિંધમાં “નગરઠઠ્ઠા' ના નામથી ઓળખાય છે. એ વખતે મહારાષ્ટ્રમાં ઐલ વંશનો રાજા આદીત્યસિંહ નામે હતા, તે જામ લાખીયારભડનો મિત્ર હતો. (૧૪૯) ૧૨ જામ લાખો શુરા (શ્રી કૃ થી ૯૪ મો)
(વિ. સં ૯૫૬ થી ૯૮૬ સુધી જામ લાખીયાર પછી તેને પુત્ર લખપત કે જેનું પાછળથી લાખો ધુરા નામ પડયું તે ગાદીએ આવ્યું અને શરીરે કદાવર મજબુત અને ઘણેજ બળવાન પુરૂષ હતો, તેણે નાનપણમાં જ અખાડામાં જઈ મલ સાથે કુસ્તીના દાવપેચ ખેલી શરીરને વજ જેવું બનાવેલ હતું તે સિવાય તરવારના પટ્ટા ખેલવા તથા નિશાન બાજી વિગેરેના પ્રયોગોમાં પણ તે કુશળ હતો સવારે વહેલા પોતાના શામકર્ણ ઘોડા ઉપર સ્વારી કરી દરરોજ શિકારે જતો અને શિકારમાંથી પાછા વળતાં નગરસમેથી બે ત્રણ માઈલ ઉપર એક ધાર” (ટેકરી-હીસ) છે જે હાલ