________________
જામનગરને ઇતિહાસ. (દ્વિતીય કળા)
૨૭
છે દ્વિતીયકળા પ્રારંભ: .
**35*36€ (૧૩૮) ૧ જામ નરપત (શ્રીકૃ થી ૮૩)
(વિ. સં. ૬૮૩ થી ૭૦૧ સુધી) બાદશાહ પીરેજશાહને હરાવી પોતાના વડવાઓની ગાદી (ગીઝની શહેરની) પાછી લીધી. એણે અફગાનીસ્તાનમાં પોતાની પ્રબળ સત્તા જમાવી હતી. નરપત ગુજરી ગયા પછી તેને પુત્ર સામત (સમા) ગાદીએ બેઠો. (૧૩૯) ૨ જામ સામત ઉર્ફે સમે (શ્રીક. થી ૮૪ )
(વિ. સં. ૭૦૧ થી 9૫૭ સુધી) બાદશાહ ફિરોજશાહના શાહજાદા સુલતાનશાહે તુરકસ્તાન વિગેરેમાંથી મુસલમાન રાજાઓની મહેટી મદદ લઈ ગીઝનીપર ચડાઈ કરી. જામ સામત વિલાસી હોવાથી લડાઇની જોઇએ તેવી તૈયારી કરી શકે નહિં. તેથી હારી જતાં જનાના સાથે કેટલાક ઉપયોગી માણસે અને થોડું ઘણું લશ્કર લઈ તે પ્રદેશ કાયમને માટે છોડી દઇ સિંધ પ્રદેશમાં આવી હારી શહેરમાં ગાદી સ્થાપી સિંધમાં પોતાનું રાજ્ય વધારવા લાગ્યો, એ જામ સામતથી તેના વંશજો “સમા રાજપુત” કહેવાવા લાગ્યા. (૧૪૦) ૩ જામ જે (શ્રી . થી ૮૫ માં)
(વિ. સં. ૭૫૭ થી ૮૩૧ સુધી) આ જામ જેહાના વખતમાં મહમદ પિગંબર ગુજરી ગયા, તેના પછી બીજે ખલીફ ઉમર, ઈરાન જીતી હિંદુસ્તાન ઉપર ચડી આવ્યો, પરંતુ તે ફાવ્યું નહિ. જામ જેહાના વખતમાં રાજ્યપાની સિંધ લેહારીમાં જ રહી હતી. (૧૪૧) ૪ જામ નેતા (શ્રી થી ૮)
(વિ. સં. ૮૩૧ થી ૮૫૫ સુધી) જામ નેતાના વખતમાં ખલીફા વલીફ મેટું લશ્કર લઇ સિંધ ઉપર ચડાઈ કરી, ભયંકર જુલમ કરી, સિંધ પર પોતાની સત્તા બેસાડી, તમામ રાજાઓ પાસેથી ખંડણુ લીધી. પરંતુ જામ નેતો તેની સામે ભયંકર લડાઈ લડ્યો અને ખંડણું આપી નહિ, ખલીફા ગયા પછી તેના થાણદારને સિંધમાંથી મારી કાઢી મેલ્યા. અને પોતે પાછો તમામ સિંધ મુલક તાબે કરી સ્વતંત્ર રાજ્ય ચલાવવા લાગ્યું.