________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) ૨૫ ૧૩૫ સુરસેનજી (શ્રી કુ. થી ૮૦ )
(વિ. સં. ૬૦૩ થી ૬૧૩ સુધી) આ રાજાના વખતમાં યવનેએ ભયંકર કલ ચલાવી કાબુલ દેશ લઈ લીધે, પાછળથી સુરસેનજીએ સામા હુમલાઓ કરી યવનેને હાંકી કાઢી કાબુલ દેશ જીતી લીધો હતે. આના વખતમાં મીશ્ર કાબુલ અને આસપાસને મુલક તેના તાબામાં હતો. તે શિવાય સિંધમાં હારી શહેરમાં પણ પોતાના રાજ્યની એક શાખા કાઢી ગાદી સ્થાપી હતી તેને વિક્રમસેન નામનો પુત્ર હતો. ૧૩૬ વિકમસેન (શ્રી કુ. થી ૮૧ મો)
(વિ. સં. ૬૧૩ થી ૨૮ સુધી) ઉપર મુજબ વિક્રમસેન સુધીના ચંદ્રવંશી રાજાઓએ સમય અને સંગે પ્રમાણે જુદે જુદે સ્થળે રાજ્ય કર્યું હતું, આના વખતમાં મીશ્રમાંજ ગાદી હતી. તેને દેવેન્દ્ર નામને પ્રતાપી પુત્ર હતો. એ દેવેન્દ્રથી જામવંશ, ચુડાસમા વંશ અને ભઠ્ઠીવંશની શાખાઓ જુદી પડી હતી. મને ૧૩૭ રાજા દેવેન્દ્ર (શ્રી ક થી ૮૨ )
(વિ. સં. ૬૨૮ થી ૬૮૩ સુધી) આ રાજાએ મિશ્રમાં રાજ્ય કર્યું હતું, તેના વખતમાં નબી મહમદે દુનીયામાં ઇસ્લામી ધર્મ ફેલાવવા માંડ્યો હતો, પરંતુ દેવેન્દ્રની હૈિયાતી સુધી નબીમહમદે મીશ્ર તરફ જોયું નહતું, પણ તે મરણ પામતાં શાણુતપુર ઉપર ચડાઈ કરી જીતીલીધું હતું. રાજા દેવેન્દ્રને ચાર પુત્રો હતા, તેઓના નામને પ્રાચીન
पुत्रहुवा देवेद्रजा, चोखा भा वडचार ।।
१असपत, २नरपत, गजपत, में ४भूपत्त भूपार ॥ १ ॥ રાજા દેવેન્દ્ર પછી યુવરાજ કુંવર અસપત મીઠની ગાદીએ બેઠે, અને બીજા ત્રણ કુંવર સીરીયા, ઇરાન, થઇ અફગાનીસ્તાનમાં આવ્યા, ત્યાં ગજપતે સંવત ૭૦૮ ના વૈશાક સુદ ૩ શનીવારે રોહિણી નક્ષત્રમાં “ગજની” નામે શહેર વસાવી કિલ્લો બાં, અને નરપતને જામપદવી સાથે ગાદીએ બેસાર્યો, અને ગજપત પિતાના ૧૫ કુંવરેષ્ઠ સાથે હિંદમા (સારાષ્ટ્ર તરફ) આવ્યું, તેના વંશમાં ચુડચંદ્ર યાદવ થયા તે પરથી તેના વંશજે ચુડાસમા કહેવાયા. •
& રાસમાળા ભા. ૧ પા. ૬૬ -
® સાલબાહન, બલંદ, રીસા, ધર્મગંધ, બાચા, રૂપ, સુંદર, લેખ, જસકર્ણ, નેમા, માત, નિમક, ગંગેવ, જગેવ, અને જયપાળ નામના પંદર કુંવેરે હતા.