Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ધન્ય જૈનત્વ.
(પ્રભાત)
વિશ્વ વ્યવહારમાં મોહ પામ્યા વિના
ધર્મને ધીર થઈ કોણ દાખે ? જગત જંજાળ છે આળ પંપાળ આ,
ખાળવા નિત્ય એ કોણ ભાખે ?
કોણ નિજ આત્મના તત્વને સ્વત્વથી,
પ્રેમ રાખી સદા નિત્ય સેવે ? ધન્ય એ સાધુનો સંઘ સંસારમાં
નિરમીયો શ્રી મહાવીર દેવે ?
સેવતા ચરણ એ સાધુના પ્રેમથી,
શરણ પણ એજ પ્રતિ દિવસ ધારે, વ્યર્થ વાણી વડે મોહમાયા વિષે
રાચતો શબ્દ પણ ના ઉચારે !
નિત્ય એવું મીઠું જીવન જે ગાળતા,
તે જ છે જૈન મહાવીર કેરા, અન્યથા હોય તે પિંજરો અસ્થિના,
વ્યર્થ છે તેમના વિના ફેરા !
પ્રણયના અંકમાં અંક રાખ્યા વિના,
મોહ માયા તજે નિત્ય માટે, ધર્મના અંશનો ધ્વંશ પણ ટાળવા,
જૂઝતા સમરમાં પ્રાણ સાટે !
ધન્ય એ જીવન છે વીર એ વિશ્વમાં,
ધન્ય છે માતૃભૂમિ તેમની આ ! ધન્ય જૈનત્વ એ પ્રાણ પ્રકટાવતું !
વ્યર્થ ઉગાર ત્યાં ભાખવા શા ?
અશોક