Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૧૧
માંગણીનો સ્વીકાર,
નોંધ - શ્રી મુંબઈ જૈન યુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. (ગતાંકથી ચાલુ) તંત્રી.
| આગમોદ્ધારકની અમોઘ દેશના. આ ઉપરાંત સંબંધીઓને ઓછું પડયું તેને રૂએ છે પરંતુ જનાર આશામીને ઓછું પડયું તેના માટે આજે રોવાતું નથી. આહારની ઈચ્છા સાથે ઉત્પન્ન થયેલ શરીરના સંપૂર્ણ ધર્મને નહિ પિછાણનારા કુટુંબીઓ તો આડા પગે જનારની પાછળ પણ રડે છે, અને ઉભા પગે જાય તેની પાછળ પણ રડે છે. હવે ઊભા પગે જવાય અને રડે તેમાં લાભ છે કે આડા પગે જવાય અને રડે તેમાં લાભ છે; તે તપાસો કારણકે બેમાંથી એક રસ્તે ગયા વગર છુટકો નથી. રાજીનામું કે રજા
સમજા નોકરો માલીકની મહેરબાની કમી થાય તે વખતે રજાની રાહ જુએ છે કે રાજીનામું આગળ ધરે? રજાની રાહ જોવા કરતાં રાજીનામું આગળ ધરવું એ બાબતમાં હરકોઇપણ કબુલ કર્યા વગર રહેશે નહિ. તેવીજ રીતે કર્મરાજાની રજા નિર્ણિત સમયે નક્કી થઈ ગઈ છે, છતાં “રજા મળશે ત્યારે જઇશું, રજા મળશે ત્યારે જઇશું એ વાત પર રસિક બનીને રંગરાગ ઉડાવવા કરતાં ચેતીને, અવસર પામીને સદ્દગુરૂના સંજોગ વિચારીને સંસારમાં કુટુંબ કબીલારૂપ પેઢીમાં પેટભરીને રોટલા, જોડી કપડાં અને સાડાત્રણ હાથ જગાની માલીકી માટે જે નોકરો તે પેઢી પ્રત્યે રાજીનામું બતાવનારા છે તે મોંઘા માનવજીવનને સફળ કરે છે. રાજીનામું આપી જનાર નોકર બીજે સ્થાનમાં આબરૂ પગાર વિગેરેની પોતાની (માણસાઈની) કિમતમાં વધારો કરે છે. રજા પામી નીકળેલ નોકરને ઠામ ઠામ ઊભા રહેવાની જગ્યા પણ મળતી નથી, તેવીજ રીતે રાજીનામું આપનાર આત્મા સારી ગતિ આદિ સંજોગ પામીને ઉચ્ચ સ્થિતિઓ, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતચારિત્ર અનંતવીર્યની એવી રીધ્ધિસિધ્ધિને અનુભવનારા બને છે, જ્યારે રજા પામી નીકળેલ આત્માઓ ચારગતિરૂપ સંસારમાં રખડયા કરે છે. પરાધિનતાના પિંજરમાં.
રાજીનામું આપી રાજી થાઓ નહીં તો રજા પાસી સંસારમાં સડવું પડશે !!! ગુમાન હોય તો કાઢી નાંખજો ! હજુ ગુમાન હોય તો તમારી લાખરૂપિયાની મિલ્કતમાંથી તમારા બે પુત્ર પૈકી એકને ચાલીસ હજાર અને બીજાને સાઠ હજાર આપો, પછી જુઓ ! કોર્ટના પગથીયાની રમુજ, કેસ મંડાય ત્યારે બન્ને ભાઈ પોતપોતાના હકની વાત કરે ત્યારે તમે કોણ? હાલી મવાલી કે માલધણી? ઉપકારને સમજનાર એવી અન્ય વ્યક્તિને પાંચ હજાર આપો તો જે શરમ રાખે છે તેટલી શરમ હકદાર પુત્રો તમારી પ્રત્યે રાખતા નથી, ભલે તમે તમારા મનમાં માલીક થઇ મહાલો !!
મિનિટભર મહાલવું તે પણ તમારા માટે વ્યાજબી નથી. યજ્ઞદત્ત પાસેથી એક ઘર દેવદત્તે વેચાતું લીધું પરંતુ તે સ્થાન (મકાન) અપાય પરંતુ જે શેરીમાં તે મકાન આવેલું છે તે શેરીના ભંગીઓનો હક ફેરફાર કરાતો નથી. એટલું જ નહિ પણ તે શેરીના કુતરાને બદલાવાતા નથી, અને તે ઘરમાં પક્ષીઓના માળા હોય તે પણ ફેરફાર કરાવાતા નથી. તમે પણ માલીક, ભંગીઓ પણ માલીક, કુતરો પણ માલીક, પક્ષી