Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક જાય. નરહેતૂનાં તેવુ અમાવાન્ ! એકેન્દ્રિય, વિકલેન્દ્રિયમાં નરકના કારણો નથી. પાપ ન કર્યું તો દુર્ગતિ રોકાઇ. અજ્ઞાનથી, અશક્તિથી પાપ ન કર્યું તો દુર્ગતિ રોકાઈ. આપણે જ્ઞાનદશા ક્યાં કામ કરનારી છે? મોહનીય કર્મની સિત્તેર કોડાકોડ સાગરોપમની સ્થિતિ. તેમાં જ્ઞાનદશા એક કોડાકોડની અંદર કામ કરે છે. અગણોતેર અજ્ઞાન દશા તોડે. યથાપ્રવૃત્તિ એટલે અજ્ઞાન પ્રવૃત્તિ. મોક્ષ છે તે મેળવવો છે તેવો વિચાર કે જ્ઞાન હોતું નથી. કર્મ, જીવ, આશ્રવસંવર, બંધમોક્ષ તેના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. તેથી યથાપ્રવૃત્તિને અનુપયોગ અનાભોગકરણ માનીએ છીએ. અગણોતેર કોડાકોડી તૂટી તે અજ્ઞાને પણ કર્મના કારણોથી દૂર રહ્યો. અજ્ઞાને પણ ધર્મના કારણમાં પ્રવર્યો તે યથાપ્રવૃત્તિકરણ કરે તે કરણથી અગણોતેર કોડાકોડ તોડી નાખે. જીવ, તેનું સ્વરૂપ, કર્મ, મોક્ષ તેના સ્વરૂપનો ઉપયોગ નથી. તે ઉપયોગ થયો તો આગળ વધ્યો.
જ્ઞાન એ તો સડક ઉપરનો દીવો છે. અજવાળું કરે, અમુંઝવણ ઓછી કરે. ઘોર જંગલમાં અંધારી રાત્રિએ ભટકતો દીવાવાળી સડક ઉપર ચઢી જાય તો દીવાની કિંમત કેટલી કરે? આ માટે જ શંકા કરી છે. અનુપયોગે અગણોતેર તોડી નાખી. માત્ર એક કોડાકોડ સ્થિતિ બાકી રહી તો અગણોતેર અજ્ઞાનપણે તોડી નાખી તો એક તોડતાં વાર શી ? અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યગુદર્શન, દેશવિરતિ, સર્વવિરતિ, તપસ્યા, વિનય, વૈયાવચ્ચ વિગેરેના હક શા માટે કરવા? માત્ર એક માટે આટલી મહેનત કરવાનીને? વાત ખરી. મહાનુભાવ, રાત્રિના આઠ વાગ્યાથી અંધારૂં ખસવા માંડયું, સાડાપાંચ સુધી ખસ્યું. હવે પા કલાકની સૂર્યોદયને વાર છે પણ અનુક્રમે અજ્ઞાન પ્રવૃત્તિથી અગણોતેર તૂટી પણ તે વખતે આપો આપ સમ્યકત્વનો વખત અને સમ્યકત્વ થયું એટલે આપો આપ જ્ઞાન થયું. એ બે થયા તો ચારિત્ર તરત મળે. રાત્રિનું અંધકાર જવાથી અરૂણોદય અને અરૂણોદય થયો એટલે આપો આપ સૂર્યોદય થવાનો. સૂર્યોદય પહેલાં અરૂણોદય જરૂર હોય. તેમ કેવળ અગર લાયક ગુણ થવા પહેલાં બીજા જ્ઞાન અને ગુણો જરૂર થાય. તેની જરૂર એવી રીતે માની છે કે પાછળના કર્મ ખસેડવા બહુ મુશ્કેલ છે. અગણોતેરની સ્થિતિ ખસેડવી સહેલી છે તે સ્થિતિ અનંતી વખત ખસી ને પાછી આવી. હવે બાકી રહેલી એકમાંથી કંઈપણ ખસે તો પછી પાછી આવવાનો વખત નથી. એ ખસેડવા માટે ગ્રંથભેદ શબ્દ છે. ગ્રંથીભેદ ચીજ શી? ગ્રંથીનો ભેદ થાય ત્યારે જ સમ્યકત્વ. અર્થાત્ દુનિયાદારીની આખી બાજી પલટાવો તે જ ગ્રંથીભેદ.
અનાદિથી આ જીવ પૌદ્ગલિક વસ્તુઓમાં, વિષયોમાં લીન થયો છે તેમાં જ સુખ બુદ્ધિ તેના વિયોગમાં દુઃખ બુદ્ધિ આ બધું પલટાઈ જાય, કયારે પલટાઈ જાય? સમ્યકત્વ થયા પછી વિશ્રામનું