Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯૩
શ્રી સિદ્ધચક
તા.૧૨-૬-૩૪
ન માને, અને એ અઢાર દોષ દૂર કરવાને કારણે જ તીર્થકર ભગવાન સુદેવ તરીકે મનાય છે એ વાત ન સમજે ત્યાં લગી એનામાં સમકિતની ભજન જ કહેવી. દેવની પૂજા શા માટે?
આ સ્થાને એક વસ્તુ જરૂર વિચારણીય છે કે સંસારનો એ નિયમ છે કે “કરે તે પામે” જે માણસ કાર્ય કરે તે કાર્યનું ફળ પણ એજ માણસને મળે છે. તો પછી એ તીર્થકર, ગણધરોને શા માટે માનવા? ભલે એઓ પોતે અનંત ગુણના ધારક હોય છતાં જ્યારે એક બીજાના ગુણોનું સંક્રમણ નથી થઈ શકતું તો એમના એ અનંતગુણોમાં આપણું શું વળવાનું? અને તો પછી એમની પૂજા-સેવા પણ શા સારુ કરવી ? વળી મહાવીર ભગવાન સિવાયના બીજા ત્રેવીસ તીર્થકરોને આપણે પણ શું લાગે વળગે ? મહાવીર પરમાત્માએ તો આપણને ધર્મનો માર્ગ બતાવ્યો અને આપણા છેલ્લા ઉપકારી તરીકે એઓ છે અને તેથી તેમની પૂજાસેવા કરીએ એ તો ઠીક પણ બીજા ત્રેવીસ તીર્થકરોએ કયાં આપણા ઉપર કોઇપણ માર્ગ બતાવીને સીધો ઉપકાર કર્યો છે કે જેથી એમની પૂજા વિગેરે કરીએ? આ બધી શંકાઓનું સમાધાન એક વાતમાં જ આવી જાય છે કે આપણે સંસાર વ્યવહારમાં પણ એક વીર પુરુષનું વીર તરીકે બહુમાન કરીએ છીએ તે કોઈ વ.ત્તિથી દોરાઈને નહિ પણ એના એ વિરતાના ગુણથી આકર્ષાઈને. માનસશાસ્ત્રના અભ્યાસીઓ એ વાત સાફ રીતે જાહેર કરે છે કે મનુષ્ય માત્રમાં અરે (કદાચ) પ્રાણીમાત્રમાં ગુણ પ્રત્યે આકર્ષણની ઉચ્ચ વૃત્તિ રહેલી છે. ઠીક આ જ વૃત્તિના લીધે આપણે એ મહાપુરુષોને મહાન માનીને એમની દેવ તરીકે પૂજા કરીએ છીએ. એમની પૂજા કરીને સીધી રીતે એમની પોતાની પાસેથી આપણે આપણી સ્વાર્થવૃત્તિનું પોષણ કદી માંગતા જ નથી. આપણે સમજીએ છીએ કે એ અઢાર દોષો મહાન ભયકંર દુશ્મન છે અને શ્રીતીર્થકર ભગવાને એ મહાન દુશ્મનને મારી હઠાવ્યો છે, અને તેથી એમની આત્મિક મહત્તા સમજીને આપણે કુદરતી રીતે એમની પ્રત્યે આકર્ષાઇએ છીએ અને એમને આપણા પરમ તારક દેવાધિદેવ માનીને એમની પૂજા, સેવા કરીએ છીએ. જ્યારે વસ્તુ સ્થિતિ આવી છે તો એ તીર્થકર દેવો આપણું સીધું ભલું કરે યા ન કરે છતાં આપણે એમને પૂજવાના જ અને તેથી જ આપણે કેવળ મહાવીર દેવની જ આપણા સીધા ઉપકારી તરીકે પૂજા ન કરતાં પોતાના આત્માના અસલી સ્વરૂપને મેળવનાર દરેક તીર્થકર મહારાજની પૂજા કરીએ છીએ. ગુણપૂજાઃ અનાદિ તત્વની મુદ્રા.
આ પ્રમાણે વ્યક્તિપૂજાના બદલે ગુણપૂજા માનવામાં જ જૈનશાસનની ખરી મહત્તા અને વિશેષતા છે. કોઈપણ વ્યક્તિ વિશેષ પરત્વેના પક્ષપાતને જૈનશાસન સારો નથી જ