Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૩૬.
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર દશાને અંગે કોઇપણ સંબંધવાળા ન હોઈ માત્ર લોકોની તરફથી તેવી સંજ્ઞા પ્રવર્તતી હોવાથી તેને વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપ તરીકે લેવામાં આવે છે, પણ તેવા અપ્રધાન વ્યતિરિકત દ્રવ્યનિપાને આરાધના સાથે કંઈપણ સંબંધ હોતો નથી. જેમકે આદ્રકુમાર અધ્યયનમાં આદ્રકના નિક્ષેપ કરતાં વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપાના ભેદમાં અપ્રધાનપણે આÁક જણાવતાં આદુ નામે જે કંદમૂળ છે તેનો વ્યતિરિકતનામના દ્રવ્યનિક્ષેપામાં જણાવ્યો છે, તો તે જગા પર આÁકમુનિની સ્થિતિને અંગે જે આદ્રક (આદુ) છે તેમાં કોઇપણ પ્રકારે સંબંધ કે પ્રશસ્તપણું ન હોવાને લીધે આરાધ્યતા પણ નથી. છતાં લોકોમાં તેને આદ્રક (આદુ) તરીકે ગણાય છે તેથી આદ્રકના વ્યતિરિકત નિક્ષેપોમાં તે આદ્રકાકાને ગયું છે. તેવી જ રીતે મહાવીર મહારાજની સ્તુતિને અંગે સૂયગડાંગજીના વરસ્તુતિ નામના અધ્યયનમાં યુદ્ધમાં લાખો પ્રાણીઓનો સંહાર કરનાર અને આર્તરૌદ્રધ્યાનપૂર્વક ઘોર હિંસામાં પ્રવૃત્તિ કરી નરકાદિ દુર્ગતિના નિકાચિત કર્મો બાંધનાર વીર (સુભટને) વ્યતિરિકત દ્રવ્યવીર તરીકે ગણવામાં આવેલા છે તે જગા પર સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે જન્મથી અપ્રતિપાતિ એવા ત્રણજ્ઞાને સહિત અને બીજાના ઉપદેશ વગર સ્વયં વૈરાગ્ય પામી ચારિત્રને અંગીકાર કરનારા અનેક પરિષહ, ઉપસર્ગના પ્રસંગોમાં પણ આત્માની સાધ્યદૃષ્ટિને નહિ ચૂકતાં સમસ્ત ઘાતિકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરીને કૃતાર્થ થયેલા છતાં અશરણ સંસારમાં જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિથી પરાભવ પામતાં ને અશરણ તેમજ કર્મવ્યાધિથી પીડાતા સંસારીજીવોના કેવળ ઉપકારને માટે જ ધર્મોપદેશ કરી ગણધર મહારાજદ્વારા એ શાસનની પ્રવૃત્તિના કાળ સુધી સકળ જીવોના ઉદ્ધાર માટે પ્રવચન પ્રવર્તાવનારા જ્ઞાતપુત્ર તરીકે સ્વપર શાસનમાં પ્રસિદ્ધિ પામેલા ભગવાન મહાવીર મહારાજારૂપ ભાવવીરની વર્ણનાના પ્રસંગે તેવા દ્રવ્યયુદ્ધવીરોને કંઇપણ સંબંધ નથી, છતાં જર, જોરૂ અને જમીનની જાળમાં જકડાયેલી અને ક્ષેત્ર વાસ્તુ તથા હિરણ્યાદિની હડફેટમાં હડસેલાયેલી દુનિયાએ લાખો જીવોનો જાન લેનારા અને રૂધિરથી રક્તસ્તોને ધારણ કરનારા હથિયારની હરોળમાં હર્ષ માનનારા દુર્ગતિગામી લોકોને વીર તરીકે ગણેલા હોઈ તેવાઓને પણ વ્યતિરિકત દ્રવ્યવીર તરીકે શાસ્ત્રકારો ગણાવે છે. જો કે તેવા વીરોને વ્યતિરિત દ્રવ્યવાર તરીકે ગણી ભગવાન મહાવીર મહારાજને આત્મોન્નતિના અવિચળમાર્ગના મુસાફરોની આરાધનાના પાત્ર એવા ભાવવીર તરીકે જણાવે છે છતાં પણ પૂર્વે જણાવેલા દ્રવ્યવીરોના વ્યવચ્છેદને માટે શાસ્ત્રકારો ભગવાન વિરમહારાજને મહાવીર તરીકે ગણાવી મહા એવું વિશેષણ આપ્યું છે. દેવતાઓએ પણ તે ભગવાન મહાવીરનું શ્રમણ ભગવાન મહાવીર એવું નામ ગુણની તીવ્રતાને લીધે ખેંચાઇ પ્રસિદ્ધ કર્યું હતું, કેમકે ભય અને ભૈરવોના પ્રસંગમાં તેઓ અચળ રહ્યા હતા, અને પરિષહ, ઉપસર્ગના ભયંકર સંજોગોમાં ક્ષમાપૂર્વક પોતાની સહનશકિત તેઓએ ફોરવી હતી. એટલે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કહેવાયા, અસાધારણપણે બાહ્ય, અત્યંતર તપસ્યાવાળા હોવાથી શ્રમણ તેમજ અનંતબળાદિક ઐશ્ચર્યવાળા હોઇને ભગવાન હોવા સાથે પરિષહ, ઉપસર્ગો સહન કરવાદ્વારા એ અનાદિકાળના આત્માના અત્યંતરશત્રુને મારનાર હોઈ મહાવીર થયા, તેથી દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું નવીન નામ જાહેર કર્યું.