Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૧-૦-૩૪.
૪૩૯
શ્રી સિદ્ધચક્ર હલકી-જઘન્ય સ્થિતિ જ ન કહી શકાય. તેવી જ રીતે ઉંચામાં ઉંચી-ઉત્કૃષ્ટ સ્થિતિ એ કે જેના કરતાં વધારે ઉંચી સ્થિતિ થઈ શકે એમ ન હોય અને હોય તો એને ઉંચામાં ઉંચી સ્થિતિ પણ ન કહેવાય. ગમે તેટલું પાણી અને ગમે તેટલી અગ્નિનો ઉપયોગ કરવા છતાં પણ જે ન ચડે-પાકે એનું નામજ કોરડુ મગ. જો થોડા ઘણા યા ઘણા ઘણા પ્રયત્ન બાદ પણ ચડીપાકી જાય તો એને કોરડુ મગ કેમ કહેવા? આ પ્રમાણે કુદરતી રીતે જ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનાં તત્વો એવી રીતે ગોઠવાયેલાં છે કે જેથી તેનો નાશ નથી થઈ શકતો અને દરેક વસ્તુને આ બન્ને સ્થિતિ લાગેલી જ હોય. કઈ વખતે કઈ સ્થિતિનો અનુભવ કરવો પડે એ વાત જુદી છે. મધ્યમ સ્થિતિ એવી છે કે જેનો નાશ થઈ શકે છે. જેમાં વધારો ઘટાડો પણ થઈ શકે છે. જીવ પણ એક પદાર્થ-તત્વ છે એટલે એને પણ આ બન્ને સ્થિતિ અવશ્ય હોવી જ જોઇએ. જીવની આ બન્ને સ્થિતિનો અર્થ એ સમજવાનો છે કે પોતાના ચૈતન્ય સ્વરૂપની અપેક્ષાએ જીવને જે સ્થિતિ કરતાં ઉતરતી સ્થિતિનો અનુભવ કરવાનો કદી પણ પ્રસંગ ન આવે એનું નામ જઘન્ય સ્થિતિ અને એજ ચૈતન્ય સ્વરૂપની અપેક્ષાએ જે અવસ્થા કરતાં વધુ ઉચ્ચતર અવસ્થાનો જ અભાવ હોય તે એની ઉત્કૃષ્ટ અવસ્થા. સમસ્ત વિશ્વમાં જેટલાં કર્મનાં પુદ્ગલો હોય એ બધાંય (માનો કે) એકત્રિત થાય અને એક જ જીવ ઉપર લાગી જાય. છતાં એ જીવના સમગ્ર ચૈતન્ય સ્વરૂપને તો ઢાંકી નહિ જ શકવાનાં. ગમે તેટલાં કર્મો લાગવા છતાં પણ અમુક ભાગ તો અવશ્ય કર્મથી અનાવૃત્ત રહેવાનો જ નહિ તો પછી જડ અને ચેતનમાં ફરક જ ન રહે અને જીવના લક્ષણમાં તો “વેતનાનક્ષો નીવ:” એમ કહેવાય છે. એટલે ચેતન સ્વરૂપ થોડું ઘણું પણ પ્રગટ તો રહેવાનું જ, અને આ સ્થિતિ તે જીવની જઘન્ય સ્થિતિ. આ સ્થિતિનું માપ આઠ રૂચક પ્રદેશરૂપ છે. આ આઠ રૂચક પ્રદેશો ઉપર ગમે તેવા સંયોગોમાં પણ કર્મના દળીયા નથી લાગી શકતાં અને જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ તે મુકતાવસ્થા, સિદ્ધઅવસ્થામાં જીવનું જ સ્વરૂપ પ્રકાશી નીકળે છે એના કરતાં વધારે ઉચ્ચસ્વરૂપનો સર્વથા અભાવ જ છે. આ ઉચ્ચસ્વરૂપ અને જઘન્યસ્થિતિ એ બન્નેનો કદી પણ નાશ નથી થતો. જઘન્યસ્થિતિ વધુ સમજાય એ માટે આપણે એકાદ પ્રત્યક્ષ દૃષ્ટાંત લઇએ :- સૂર્ય આકાશમાં ઉગી ચૂક્યો હોય અને પોતાનો ઉજવળ પ્રકાશ દુનિયા ઉપર ફેલાવતો હોય. આવા વખતે ગમે તેટલાં ઘનઘોર વાદળાંઓ ચઢી આવે અને સૂર્યને ચારે તરફથી ગમે તેટલો ઢાંકી દે છતાં દિવસનો દેખાવ અમાવાસ્યાની કાળી રાત્રિ જેવો કદી પણ નહિ જ બનવાનો! અલબત પોતાના મર્યાદિત બળના પ્રભાવે વાદળાંઓ દિવસના તેજપૂર્ણ પ્રકાશને ઓછો કરી શકે છે. તડકા અને છાંયડાનો ભેદ ન પારખી શકાય એવી સ્થિતિ પણ પેદા કરી શકે છે, પરતુ દિવસને રાત્રિ જેવો તો નથી જ બનાવી શકતાં. ગમે તેટલો ઢંકાઈ જવા છતાં સૂર્ય