Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૩૪
શ્રી સિદ્ધચક
તા.૮-૯-૩૪
કાળ કરે તેમ પ્રતિજ્ઞા કરે કે? - જેને કાલ (સમય) ફરે તેમ ફરવું હોય તેનાથી પ્રતિજ્ઞા લેવાનું નહિ બને, એને તો વાવજીવ એ બંધ કરવું પડશે, કેમકે જિંદગીમાં કાલ તો ઘણી વખત ફરી જવાનો માટે એવાથી થાવજીવની પ્રતિજ્ઞા થઈ શકશે નહિ. ૮૪ લાખને ૮૪ લાખ ગુણીએ ત્યારે એક પૂર્વ થાય એવા ક્રોડપૂર્વના આયુષ્યવાળા યાવજીવની પ્રતિજ્ઞાને અંગે જો કાળ ઉપર ધોરણ લઈ જતા હોત તો કાળની ફેરફારી થવાથી એમની પ્રતિજ્ઞાઓ ફેરવાતી જાત પણ તેમ થયું નથી. આઠ વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા લે, ચાવજીવ માટે લે એને શું કાળ નહિ ફરતા હોય? તેવી જ રીતે સો વર્ષના આયુષ્યવાળા માટે પણ માવજીવને અંગે તેમજ સમજવું. એવા મોટા આયુષ્યવાળા (ક્રોડપૂર્વના)ઓને પણ પોતાની પ્રતિજ્ઞા ઉપર નિશ્ચિત રહેવાનું હોય છે. પ્રતિજ્ઞા કેવી હોય છે? દ્રવ્યથી છયે કાયની હિંસા કરવી નહિ, ક્ષેત્રથી ચૌદરાજ લોકમાં કોઈ જીવની હિંસા કરવી નહિ, કાળથી રાત્રે કે દિવસે અને ભાવથી, રાગથી કે દ્વેષથી કોઈ પણ જીવની હિંસા કરવી નહિ, આવી પ્રતિજ્ઞા પહેલા મહાવ્રતને અંગે છે, એ જ રીતે છયે વ્રતોને અંગે, (પાંચ મહાવ્રત, છઠ્ઠ રાત્રિભોજન વિરમણવ્રત,) માવજીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી નિયમિત પ્રતિજ્ઞા કરી છે. તેમાં ‘આ કાળ” “આ ક્ષેત્ર” કે “આ ભાવ” એમ નથી, કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે એ પ્રતિજ્ઞા વહન કરવાની છે એવી જ રીતે તમામ પ્રતિજ્ઞાને અંગે સમજવું. ચેડા રાજાને એકથી અધિક બાણ ન મારવું એવી પ્રતિજ્ઞા છે. એમની સામે જે સેનાધિપતિ થઈને આવતો તેને પોતે બાણ મારતા. એમનું બાણ અમોઘ હતું. દશ દિવસે કોણિકના દશે ભાઈ (રોજ સેનાધિપતિ થઈને એકકેક ભાઈ આવતો હતો) તેઓ સેનાધિપતિ થતા તેથી મરી ગયા. અગિયારમે દિવસે બાણ નિષ્ફળ જતાં ચેડા મહારાજા નગરીમાં પેસી ગયા કેમકે બીજું બાણ મારવાનું છે નહિ. તેવી પ્રતિજ્ઞા છે. કોણિકે જોયું કે હવે બીજો ઉપાય નથી એટલે વિશાળાને ઘેરો ગાલ્યો, ચેડા મહારાજાને ઘેરીને રહ્યો. હવે હલ્લવિહલ્લ રોજરાત્રે સીંચાણા હાથી ઉપર બેસી બહાર નીકળતા અને સામી બાજુના લશ્કરનો ઘાણ કાઢી નાખતા. રોજ આમ કરતા હતા. કોણિકને ખબર પડી એટલે લશ્કરના બચાવ માટે તર્કટી ઉપાય રચ્યો. આવવાના માર્ગમાં મોટી ખાઈ ખોદાવી, અંગારાથી ભરાવી અને તેની ઉપર રેત ભરાવી દીધી. હાથી આવે, રેતમાં ઉતરે કે ભસ્મીભૂત થઈ જાય એવો તાગડો રચ્યો. રોજના શિરસ્તા મુજબ હલ્લવિહલ્લ નીકળ્યા, ખાઈ આગળ આવ્યા પણ હવે હાથી એક ડગલું પણ ચાલતો નથી. આથી હલ્લવિહલ્લ તેને ઉપાલંભ આપવા લાગ્યા કે-હે સીંચાણા ! તારા માટે તો અમે, અમારા દાદા ચેડા મહારાજા તથા ૧૮ ગણરાજાએ આફત વહોરી છે આટલું છતાં આજે તું કેમ આડો થાય છે? આ