Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 720
________________ તા. ૮-૧૦-૩૪ પહક શ્રી સિદ્ધચક (અનુસંધાન પા. ૪નું અનુસંધાન) જ છે. જો કે સામાન્ય રીતે શ્રીસિદ્ધચકની નવપદની આરાધના બારે માસ અને ત્રીસે દિવસ જૈનોમાં પ્રચલિત જ છે, અને તેથી જ ઘણા જૈનો પોતાને ઘેરે, મુસાફરીમાં શ્રીસિદ્ધચક્રના યંત્રને ગટ્ટાના નામે રાખે છે અને ઘણા મોટા ભાગે જૈનધર્મના ચૈત્યોમાં શ્રી નવપદજીનાં યંત્રો એકાદ નહિ પણ મોટી સંખ્યામાં હોય છે અને તે દરેકની પૂજા પ્રતિદિન ઘણા જૈનો કરે જ છે, તેમાં પણ શ્રીસિદ્ધચકના યંત્રો જેવી રીતે અને જેટલી સંખ્યામાં અસલ જૈનોના મંદિરોમાં મળે છે તેના હજારમા ભાગે પણ અસલ જૈનોમાંથી નીકળેલા દિગંબરજૈનોના હજારો મંદિરો છતાં પણ મળતાં નથી છતાં તે દિગંબરનોની તે શ્રી નવપદમય શ્રી સિદ્ધચકની પ્રતિદિન આરાધ્યતા હોય તેમાં કંઈ વાંધો નથી, પણ અસલ જૈનસંઘમાં આસો અને ચૈત્રના મહિનામાં સૂદિ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસોમાં એક એક પદની એક એક દિવસે સ્વતંત્ર આરાધના કરી જે ઓળીજીનાં વ્રતો દરેક વર્ષે બે બે વખત કરાય છે તેનો તેમજ તે આરાધનાને અંગે તે ઓળીજીના દિવસોમાં લાગલાગટ નવ દિવસ સુધી વર્ણ પ્રમાણે નિયમિત એક ધાનવાળાં કે સામાન્ય રીતે જે આયંબિલો કરાય છે તેનો પડછાયો પણ અસલ જૈનસંઘમાંથી નીકળેલા દિગંબરો કે સ્થાનકવાસીઓમાં જણાતો નથી. અસલ જૈનોની બહોળી વસતિવાળા કેટલાક ગામોમાં તો તે ઓળીજીના દિવસે લોકોને આરાધના અને તપની સગવડ માટે જુદી જુદી સારી રકમો કાઢીને તેના વ્યાજમાંથી કે જુદા જુદા ગૃહસ્થો જુદા જુદા દિવસોનું ખર્ચ નિયમિત આપવાનું રાખીને ચાલુ વ્યવસ્થા કરે છે. આ સ્થાને મુંબઈ નગરની શ્રીનવપદ સમાજની ટોળી દરેક વર્ષે આસો મહિનામાં પરદેશ જવાથી વિરાધનાના સંભવથી આસો મહિનામાં આખી ટોળી બહાર લઈ જતા નથી પણ ચૈત્રમાસની ઓળીજીના વખતે તે સમાજ કોઈપણ તીર્થસ્થાન કે તેવા ઉત્તમ સ્થાનમાં નિરૂપાધિપણે શ્રીનવપદજીની આરાધના કરવા માટે ઉપડી જાય છે અને જે સ્થાને સમાજ જવાની હોય છે તે સ્થાને અન્ય દેશોમાંથી પણ શ્રીનવપદજીની આરાધના માટે લોકોને એકત્રિત કરે છે. તે સમાજની તે તે સ્થાનમાં તે તે વખતની કરેલી આરાધનાને જોનારા અને અનુભવનારા ખુલ્લી રીતે મુક્તકંઠે કહે છે કે એક જિંદગીનો અપૂર્વજ ધર્મારાધનાનો પ્રસંગ છે તે સમાજે તે શ્રીનવપદજીની આરાધના કરવા માટે તીર્થાદિ સ્થાનોમાં જતાં અને આરાધના કરતાં જોઈતા અનુકૂળ નિયમો પણ કરેલા છે અને તે નિયમો તેના રિપોર્ટ ઉપરથી જોઈ શકાય છે, પણ આ સમાજનું જે તીર્થાદિ સ્થાને શ્રી નવપદજીની આરાધના માટે જવું થાય ત્યાં સકળ દેશના લોકોને દૂર હોવા વિગેરેના કારણથી દરેક વખતે દરેક દેશવાળાને આવવાનું ન થાય એ સ્વાભાવિક હોઈ દીર્ઘદ્રષ્ટિથી જો તેઓ જુદા જુદા પ્રાંતોમાં પ્રતિવર્ષે શ્રીનવપદજીની આરાધનાનો પ્રસંગ લેવાય એવી ગોઠવણ થાય તો તે ઘણું અનુકૂળતા ભરેલું ગણાય. પૂર્વોકત રીતિએ સામાન્ય નવપદની સામુદાયિક આરાધના જે પ્રતિદિન જૈનો કરે છે, અને પૃથક પૃથક પદની પૃથક પૃથક દિને જે આરાધના શ્રીઓળજીમાં કરાય છે તે શ્રીસિદ્ધચક અને શ્રીનવપદજીમાં અરિહંતપદની જ પ્રથમ આરાધનાને પૂજ્યતા હોય છે. તેના કારણની તપાસ તરફ આપણે જોઈએ - કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી સ્વોપણ એવા પોતાના શબ્દાનુશાસનમાં તે વ્યાકરણને (શબ્દાનુશાસનને) સર્વ ધર્મવાળાને અનુકૂળ ગણાવવા છતાં પ્રારંભમાં અરિહંત ભગવાનનું ધ્યાન કરવાને અંગે જ અરિહંત મહારાજને જણાવનાર અહમૂશબ્દનો ઉચ્ચાર કરે છે, અને તેની સ્વોપ વ્યાખ્યા કરતાં

Loading...

Page Navigation
1 ... 718 719 720 721 722 723 724 725 726