Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 721
________________ તે જ ભગવાન હેમચંદ્રસૂરિજી તે અરિહંતપદને શ્રીસિદ્ધચક્રના આદિ બીજ તરીકે જણાવે છે, અર્થાત આ શ્રીનવપદરૂપી કે અન્ય કોઇ સ્વરૂપ સિદ્ધચકની કલ્પના કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીના જમાના કરતાં ઘણા જૂના જમાનાની છે, અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજીના વખતે તે શ્રીસિધ્ધચકજીની આરાધ્યતા ઘણા જ ઉંચે દરજે ગણાઈ હશે અને તેથીજ તેના આદિ બીજ તરીકે શ્રી હેમચંદ્રમહારાજે અહમપદને ગણાવ્યું છે, અર્થાત્ શ્રી સિદ્ધચક્રજીની આરાધનાને અંગે થતી પ્રવૃત્તિ કોઈ અન્યમાંથી અનુકરણ કરીને લેવામાં આવેલી નથી, પણ ઘણા જૂના જમાનાથી અસલ જૈનસંઘમાં ચાલુજ છે. વળી રાજવિક્રમાદિત્યને પ્રતિબોધ કરનાર ભગવાન સિદ્ધસેનદિવાકરજી મહારાજ પણ કલ્યાણમંદિર' નામના સ્તોત્રમાં “પૂતી નિર્વત્નરુવેર્યદિ વા વિમલક્ષી સંમવિપર્વ નવુ વ યા :” આવી રીતે જે ભગવાન અરિહંતને કમલના એક મુખ્ય ભાગરૂપ કર્ણિકામાં બિરાજમાન કરી સ્તુતિ કરે છે તે એ નવપદજીને પરૂપે ગોઠવે તો જ બની શકે એમ હોવાથી ભગવાન સિધ્ધસેનદિવાકરજીની વખત પણ શ્રીનવપદજીની પ તરીકે કલ્પના હોઈ તેની કર્ણિકામાં ભગવાન અરિહંતનું સ્થાન પ્રસિદ્ધિમાં આવેલું હોવું જોઇએ, અને તેથી શ્રીનવપદજી કે શ્રીસિદ્ધચકની માન્યતા ભગવાન સિદ્ધસેન દિવાકરજીની પહેલાંની માની શકાય. આવી રીતે શ્રસિદ્ધચકના આદિ બીજ તરીકે અથવા શ્રીનવપદજીરૂપી.પઘની કર્ણિકાના સ્થાનને શોભાવનાર તરીકે ભગવાન અરિહંતદેવોને કેમ ગયા તે આ સ્થાને વિચારવું પ્રસ્તુત છે, કારણ કે જૈનશાસના અને તેને અનુસરનારાઓના નિયમ પ્રમાણે તો અધિક ગુણોવાળાને અધિક પદ મળવું જોઇએ અને તે અપેક્ષાએ ચાર રસિકર્મથી બંધાયેલા એવા અરિહંત મહારાજા કરતાં ચાર ઘાતી અને ચાર અઘાતી એમ આઠે કર્મોથી સર્વદાને માટે સર્વથા મુક્ત થયેલા એવા સિધ્ધમહારાજાઓ છે અને તે સર્વગુણવાળા હોવા સાથે અરિહંત મહારાજાઓને પણ અમુક વખતે આરાધવા લાયક હોઇ સર્વોત્કૃષ્ટ મનાવવા જોઈએ, અને તે સિદ્ધ મહારાજાઓનેજ શ્રી સિદ્ધચકના આદિ બીજ તરીકે કે શ્રીનવપદરૂપી પવના કર્ણિકાભાગને શોભાવનારા ગણવા જોઇએ. છતાં ઉપર જણાવેલું સિદ્ધપણું પ્રાપ્ત કરાવનાર કે તે સિદ્ધપણાના માર્ગને સ્વયં એકાકિપણે આચારી તે આચારવાના મુખ્ય ફળ કેવળજ્ઞાનને મેળવી શ્રોતાઓને તે રસ્તે લાવી સિદ્ધપણું પ્રાપ્ત કરાવનાર ભગવાન અરિહંતો જ છે. એટલે કે સિદ્ધ મહારાજાના સામર્થ્યથી અરિહંતપણાની કે અરિહંતોની ઉત્પત્તિ કે સ્થિતિ નથી પણ ભગવાન અરિહંતોના સામર્થ્યને આધારેજ સિદ્ધોનું થવું અને તે સિદ્ધ મહારાજાઓના સ્વરૂપની જાહેરાત થવા સાથે તેઓનું આરાધ્યપણું જગતમાં સિદ્ધ થાય છે અને પ્રસરે છે, અને તેથી જ અરિહંતાદિકને જણાવનાર એવા આચાર્યાદિક કે જેઓ ભગવાન અરિહંતની પર્ષદરૂપ છે તેઓને અરિહંતાદિકને જણાવનાર તરીકે અરિહંતાદિક કરતાં પ્રથમ નમસ્કાર કરવા લાયક ન ગણ્યા છતાં ભગવાન અરિહંતને સિદ્ધમહારાજ કરતાં પણ પ્રથમ નમસ્કાર કરવા લાયક ગણ્યા છે અને તેથી શાસકારો પણ ભગવાન તીર્થકરોએ સ્થાપેલા તીર્થને આલંબને થનારા સિદ્ધોને તીર્થસિદ્ધ તરીકે જણાવી સિધ્ધપણાના મૂળ કારણ તરીકે જ અરિહંત ભગવાનો છે એમ જણાવતાં ભગવાન તીર્થકરોની પ્રથમ નમસ્કરણીયતા અને આરાધ્યતા સાબીત કરે છે, અને તેથી જ ભગવાન અરિહંતો કે જેઓ અશોકાદિ આઠ પ્રાતિહાર્ય અને અપાયાપગમઆદિ ચાર અતિશયોને ધારણ કરનારા છે તેઓને શ્રીસિદ્ધચકના આદિ બીજ તરીકે અને શ્રીનવપદપની કર્ણિકાને સ્થાને યોગ્ય ગણ્યા છે.

Loading...

Page Navigation
1 ... 719 720 721 722 723 724 725 726