Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પછે.
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક ખાવાનુંપીવાનું નથી હરવા ફરવાનું એવા મોક્ષમાં સુખ શું? કોઈ કણબીને ત્યાં એક ઝવેરી ફરતો ફરતો જઈ ચઢયો, ઝવેરીએ ત્યાં એક પાણીદાર મોતી કાઢયું અને એને જોઇને મલકાવા લાગ્યો. આ જોઈને કણબી નવાઈ પામી કહે છે-“ખડીનો કાંકરો જોઇને આટલું મલકાવું!” ઝવેરી બોલ્યો-અરે આ મોતી છે મોતી ! એની ખરી કિંમત એનામાં રહેલા પાણી ઉપર છે. આ મોતી પુરું પાણીદાર છે, એમાં પાણીનો દરિયો છે. પેલા કણબીને ગળે આ વાત ઉતરે? એ વિચાર છે કે હાથમાં આટલો નાનો દાણો એમાં પાણીનો દરિયો? ખાત્રી કરવા પોતાના લુગડાનો છેડો મોતીને અડકાડે છે પણ લુગડું ભીનું થતું નથી એટલે કણબી કહે છે કે આ મને ઠગે છે ! પાણી હોય તો લુગડું ભીનું ન થાય? મોતીની પરીક્ષા કણબી લુગડું લીલું (ભીનું) થવા પર કહે છે, જ્યારે ઝવેરી અંદરના પાણી (તે જ) દ્વારા પરીક્ષા કરે છે, પરીક્ષા જ જ્યાં જૂદે રસ્તે છે ત્યાં શું થાય? ઝવેરીને ચૂપ થવું પડે. એ જ રીતે મોક્ષના સુખની પરીક્ષા કરવા બેઠા છીએ પણ તે પરીક્ષા શા દ્વારાએ કરીએ છીએ? પાંચ ઇદ્રિયો દ્વારાએ, સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દ દ્વારાએ, જડ પદાર્થો દ્વારાએ સિદ્ધિ (મોક્ષ)ના સુખની પરીક્ષા કરવા બેઠા છીએ, આપણી દશા કઈ ? ઈદ્રિયોના વિષયો હોય તો સુખ માનવા તૈયાર છીએ પણ જ્યાં એ ન હોય ત્યાં સુખ માનવા તૈયાર નથી. આ પરીક્ષા સાચી છે ? નહિ. પેલા મોતીના દૃષ્ટાંતમાં પાણી' શબ્દનો વ્યવહાર જેમ પાણીમાં તેમજ મોતીના તેજમાં (પાણીમાં) સ્વરૂપમાં રહેલો છે એ જ રીતિએ અહીં “સુખ' શબ્દનો વ્યવહાર પૌદ્ગલિક સુખમાં તેમજ આત્મીય સુખમાં બેય ઠેકાણે કર્યો. પૌદ્ગલિક સુખ આખા જગતના ઉપભોગમાં આવેલું તેથી એ જ સુખ નજરે તરે કેમકે દૃષ્ટિમાં આવેલું એ જ્યારે સિદ્ધપણાનું સુખ કેવળજ્ઞાની સિવાય કોઇએ વ્યવહારમાં લીધું નથી તેથી કોઇએ તે સુખ લક્ષમાં લીધું નથી. જેમ પાણી વ્યવહારમાં ઉપયોગી પણ મોતીની પરીક્ષાને અંગે કિંમતી નથી (કેમકે જેને લુગડું અડાડવાથી તે ભીનું થાય તેવા પાણીવાળા મોતીની કિંમત ત્યાં નથી) તેવી રીતે દુનિયાએ વ્યવહારથી માનેલું પગલિક સુખ એ સુખ નથી. વાસ્તવિક સુખ નથી. ખસને ખણવામાં રહેલું સુખ એ સુખ કહેવાય ?
તડકો એ ટાઢના દુઃખનું નિવારણ છે, છાયા એ તાપ (ગરમી)ના દુઃખનું નિવારણ છે. તડકો અને છાયામાં તે તે વખતે સુખ માનીએ છીએ તે તત્ત્વથી સુખ નથી પણ દુઃખનું નિવારણ છે. ખાવામાં સુખ માનીએ છીએ તો પછી ખાવા બેઠા પછી ધરાઈ ગયા પછી બસ” કહી દઇએ છીએ તેનું કારણ શું? જો સુખ હોય તો આડો હાથ ધરવાનો હોય નહિ. જ્યારે એ દુઃખરૂપ લાગે ત્યારે જ આડો હાથ ધરાય. એ જ મુજબ પાણી માટે પણ સમજવું.