Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૮
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર વર્ણન કહેવાય. આ વસ્તુને સમજનારો મનુષ્ય સ્વપ્ન પણ એમ નહિ ધારે કે આ પત્રમાં આવેલું વર્ણન સાક્ષાત્ શ્રી નવપદનું કે તેના પેટાભેદનું નથી. ખંડનમાં જવાની જરૂરીયાત.
વળી વર્તમાનકાળમાં જડવાદના જમાનાના જોરે જગત જકડાયેલું હોવાથી વિચારોના વિપરીતપણાનો એવો જબરદસ્ત પ્રવાહ વહી રહ્યો છે કે જો તેને રોકવા માટે કંઈપણ તીવ્ર પ્રયત્ન કરવામાં ન આવે તો તેવા જડવાદમાં જકડાયેલા મનુષ્યોના પરિચયમાં આવેલા ગણાતા ધર્મ ધુરંધરો, દેશવિરતિ કે સર્વવિરતિને આરાધનારાઓ, શ્રાવકના ષટ્કર્મને સતત સાચવનારાઓ કઈ દશામાં જાય અને તેઓની ધર્મપ્રવૃત્તિ જીવ વગરના ખોળીઆ જેવી રહે તેમાં કંઈપણ આશ્ચર્ય નથી અને તેથી તેવા ધર્મધુરંધરો વિગેરેના તાત્ત્વિક ભાવજીવનને ટકાવવા માટે જડજીવનમાં જકડાયેલા મનુષ્યોના વિચારોનો પ્રતિરોધ કરવો પડે તે જેમ આડકતરી રીતે નવપદજીને હિત કરનારો છે તેવી રીતે આસ્તિક ગણાતા અન્યધર્મી તરફથી મિથ્યાત્વને જોરે થયેલા આક્ષેપો હોય અગર જૈન તરીકે પોતાના આત્માને જાહેર કરેલી જનતા પણ પરમાર્થપંથથી પલાયન કરી જે સત્યધર્મ કે સત્યવસ્તુ ઉપર આક્ષેપ કરે અને પોતાના મલિનતમ એવા પણ અસત્યને પરમેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા પ્રવચનના સત્યથી ઉજવલ બતાવવા પ્રવચન કરતા હોય તે સર્વને ભગવાન મહાવીર મહારાજના ત્રિકાલાબાધિત, ત્રિકોટિશુદ્ધ શાસ્ત્રને આધારે શ્રેયસ્કર સત્ય સમજાવવા જે પ્રયત્ન કરાય તે શ્રી નવપદજીની આરાધના કરનારને માટે સીધી નહિ તો આડકતરી રીતે આરાધનાનોજ માર્ગ છે, અને તે માર્ગ એટલો બધો જરૂરી છે કે શ્રી નવપદજીને આરાધના કરવાવાળાને જેટલો અપૂર્વ લાભ મળે છે તેના કરતાં અન્યની વિરાધના ટાળવા માટે કરાતા પ્રયત્નો સહસ્ત્રગુણો લાભ આપે છે. આરાધક કરતાં વિરાધના ટાળનારની અધિકતા.
આ જ કારણથી શાસ્ત્રકારો આઠ પ્રભાવકોને ગણાવતાં સાક્ષાત્ આરાધના કરનારને પ્રભાવકની કોટિમાં નહિ લેતાં વાદી કે જેઓને નાસ્તિક, મિથ્યાત્વી કે સ્વમતના પણ સૂત્ર વિરૂદ્ધ બોલનારાઓને રાજાની સભાઓમાં કે બીજી પણ જાહેર સભાઓમાં વાદવિવાદો કરવા પડે છે તેને આઠ પ્રભાવકની સંખ્યામાં સાક્ષાતુ પ્રભાવક તરીકે ગણાવે છે.
વળી મોક્ષમાર્ગની આરાધનાવાળાની દરેક રીતે પ્રશંસા કરવી વ્યાજબી છતાં તે જો ન કરવામાં આવે તો દર્શનાચારનું દૂષણ લાગે એમ જણાવી તેને નિવારવા ઉપવાસ વિગેરે પ્રાયશ્ચિત દેખાડવામાં આવ્યું છે ત્યારે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરી નિપુણ થયેલો નિગ્રંથ આચાર્યની દેશાંતર જવાની સગવડ ન હોવાને અંગે તેઓશ્રીની જ આજ્ઞાથી દેશાંતરે જઈ જય મેળવીને પાછો આવે તે વખત આચાર્ય ગુરુદેવે માત્ર પ્રશંસા ન કરી તેમને તે પ્રશંસા