Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 716
________________ પર તા. ૮-૧૦-૩૪ શ્રી સિદ્ધચક્ર અમારા પાક્ષિક માટે શુભ પ્રયાસો કર્યા છે અને થોકબંધ અભિપ્રાયો મોકલ્યા છે તેમનો પણ આ સ્થળે આભાર માનીએ છીએ. તેમાં પણ પૂજ્ય હેમસાગરજી મહારાજે પોતાના અમૂલ્ય વખતનો ભોગ આપી આ પત્રને સુંદર બનાવવામાં જે પ્રયાસો કર્યા છે તે માટે ધન્યવાદ ઘટે છે, પણ આપણા પરમકૃપાળુ જ્ઞાનદાતા આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના ઉપકારનું સંપૂર્ણ વર્ણન કરવાને અસમર્થ હોવાથી તે વર્ણન કરવાનું વાંચકોને સોંપીએ છીએ. આજની તેમજ ભાવિ પ્રજા પણ તેઓશ્રીનો ઉપકાર કદીપણ ભૂલી શકશે નહિ. પરમકૃપાળુ આચાર્યદેવને અમારા ભૂરિ ભૂરિ વંદન અહોનિશ હો. લી. શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ તરફથી પાનાચંદ રૂપચંદ ઝવેરી (તંત્રી) (અનુસંધાન પા. ૫૬૫ ચાલુ) વેદવાલાયક નહિ ગણાવતાં ભવાંતરમાં તેનાં કટુક ફળો ભોગવવાં પડશે સંસે દોડ઼ ડુગં પત્ત એમ સ્પષ્ટપણે જણાવે છે. આ બધી રક્ષાબુદ્ધિ અને રક્ષાબુદ્ધિના અભાવની હકીકતને બરોબર સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે રાત્રિના વખતમાં સૂક્ષ્મ જીવોની જયણા કરવી અશકય હોવાથી તે વખતે ભોજન કરનારા મનુષ્યથી કોઇપણ જીવની હિંસા કદાચ ન પણ થાય તો પણ તે પ્રાણ અને ભૂતોનો હિંસકજ છે અને તેથી ભવાંતરે કટુક વિપાકો આપે તેવાં પાપકર્મોને તે બાંધે છે. આ હકીકત છઘસ્થજીવો કે જેઓને રાત્રિના વખતે જીવોની જ્યણા માટે અશકયપણું છે તેઓને અંગે જણાવી પણ લોકાલોકને કરામલકવત દેખવાવાળા કેવળજ્ઞાની મહારાજાઓ પણ તે રાત્રિભોજનને દુષ્ટતમ ગણીને તેનો પરિવાર કરે છે, એટલે જયારે લોકાલોકના પ્રકાશક ભગવાન કેવળી મહારાજાઓ પણ રાત્રિના વખતનું ભોજન અને પાન વર્જવાલાયક ગણે તો અન્ય જીવોને તે રાત્રિભોજન સર્વથા વર્જવાલાયક હોય તેમાં આશ્ચર્યજ શું? સૂત્ર અને પંચાગીને આધારે આ હકીકત છતાં કોઈક છુટા પાનામાં એવી ગાથા પણ હોય છે કે જેને આધારે રાત્રે રાખેલા અન્નપાણીમાં વિકસેંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે એમ માનવું પડે, અને આવા કોઇ કારણથીજ પંચમહાવ્રતધારીઓને માટે પ્રથમ દિવસે લીધેલું અને તે રાત્રિએ પોતાની પાસે રાખીને બીજે દિવસે ખાવામાં આવે તેમાં તથા ગૃહસ્થ પાસેથી રાત્રિની વખતે વહોરીને પણ બીજે દિવસે ખાવામાં આવે તો તેને રાત્રિભોજન માનેલું છે એમ કહી શકાય. સૂત્રકાર અને પંચાગીને હિસાબે તો તેમાં સન્નિધિ નામનો દોષ ગણીને જ રાત્રિભોજન ગણવામાં આવ્યું હોય એમ જણાય છે.

Loading...

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726