Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 715
________________ પ૦૧ તા.૮-૧૦-૩૪ શ્રી સિદ્ધચક્ર ઉપર કેટલાક વિરોધીઓ તરફથી એવો આક્ષેપ કરવામાં આવે છે કે “નાહકની ચર્ચાઓ કરી શાસનને ડોળાવો છો' પણ આ ઠેકાણે અમારે સાફસાફ જણાવવું જરૂરી છે કે અમે કદીપણ નવી ચર્ચા ઉભી કરી નથી, તેમજ કરવા રાજી પણ નથી પણ જેઓ અજ્ઞાનતાથી યા તો પોતાને મનફાવતા કલ્પિત સિદ્ધાંતો સમાજ ઉપર ઠોકી બેસાડવા પ્રયત્ન કરીને સનાતન સત્યનું ઉમૂલન કરવા પ્રયત્ન કરે છે તેનીજ ટૂંકમાં શાસ્ત્રદષ્ટિએ લેખક અને વિચારકો જે સમજી શકે એવી માત્ર ઇશારાવાળી ભાષાએ જવાબ આ સમાલોચનામાં આપીએ છીએ, જે અતત્ત્વ પ્રગટ કરનાર તુરત સમજી શકે છે, અને જેથી અજ્ઞાનતા તેમજ કલ્પિત સિદ્ધાંતોની જાહેરાત ટાળી શકાય છે, માટે કોઈએ પણ એમ માનવા દોરાવું નહિ કે અમે કોઈપણ ચર્ચાના ઉત્પાદક છીએ કે ચર્ચાને નકામી વધારીએ છીએ, તેમજ ટ્રેષને અંગે સમાલોચના કરીએ છીએ એમ પણ નથી. સ્પષ્ટ કહેવું જોઇએ કે શાસનના મહારથીઓ ફેલાતા અતત્ત્વને જાણવા છતાં જો ઢાંકપિછોડો કરે તો ખરેખર તેઓ પણ દોષના ભાગી બને છે, માટે વાચકોને અમારી આગ્રહભરી વિનંતિ છે કે કોઈપણ સ્થળે તેમને અતત્ત્વ ફેલાતું દેખાય કે તુરત અમને જાણ કરવી જેથી તે બાબત સત્યનો પ્રકાશ પાડી શકાય. અમારું પત્ર કેવળ સત્યના સમર્થન માટે તેમજ અસત્યથી લોકોને બચાવવા માટે જ જન્મેલું છે ને તેમજ પોતાનું જીવન ચલાવે છે. એટલું જ નહિ પણ પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવના અમૂલ્ય પ્રવચનોમાંથી રસમય, બોધપ્રદ વ્યાખ્યાનો પ્રગટ કરી શકયા છીએ, તેમજ શાસ્ત્રીય અનેક વિષયોમાં શંકાશીલોની ભ્રમણા ટાળવા અમે સફળ થયા છીએ. સાથે સાથે પ્રાસંગિક અનેરા તત્ત્વોથી ભરપૂર અત્યંત ઉપયોગી લેખો પ્રગટ કરવાનું ચૂકયા નથી તેમ છતાં પણ કોઈક વખત વિનસંતોષીઓ દૂખે પેટ અને કૂટે માથું” એ ન્યાયે અમારા પત્રને જનતામાં ઉતારી પાડવા પ્રયત્નો કરે છે, પણ તેમાં સૂર્ય સન્મુખ ફેંકેલી ધૂળ પોતાની જ આંખમાં પડે છે તેમ તેઓને જ જાતે હાંસીપાત્ર થવું પડયું છે, પણ તેમાં તેઓ નારાજ ન થાય તેવો અમારી પાસે માર્ગ નથી, તેવે વખતે “સત્યનો સદા જય થાય છે” એ બિન્દુજ તત્ત્વ તરીકે રાખવું પડે છે. છેવટે ઉપસંહાર કરતાં જણાવવું જરૂરી છે કે આ પત્રના વાચકોએ ગ્રાહક થઈને અમારા પત્રની જે કદર કરી છે, તેમજ જેઓએ તેના ફેલાવા માટે જે ભોગ આપ્યો છે તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ, એટલું જ નહિ પણ સાથે વિનંતિ કરીએ છીએ કે હજુ પણ જેમ બને તેમ આ પત્રનો વધુ પ્રચાર કરવા પ્રયાસ કરવો. તેમજ જ્ઞાનને જીવન માનનાર અમારા જ્ઞાનના શોખીન ભાઇઓએ આ પત્રને ફક્ત બે રૂપિયા જેટલા જુજ લવાજમમાં જ્ઞાનનો પ્રચાર કરવામાં આવતા નુકશાનને ટાળવા જે અનેક ધર્મિષ્ઠોએ ઉદાર મદદ કરી છે અને કરે છે તેમનો તેમજ પૂજ્ય મુનિમહારાજાઓએ તેમજ જે મહાનુભાવોએ

Loading...

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726