Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 708
________________ તા. ૮-૧૦-૩૪ શ્રી સિદ્ધચક્ર ૫૬૪ પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ. #માધાનકાસ્ટ: શ્ચકલારત્ર પાટૅગત આગમોધ્ધારક શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ. BAZI HOC પ્રશ્ન ૭૧૭- રાત્રે આહારપાણીમાં કઇ કઇ ઈદ્રિયોના જીવો ઉત્પન્ન થાય છે કે જેથી તે અભક્ષ્ય ગણાય છે ? સમાધાન- સૂત્રકાર અને પંચાગીકાર વિગેરેના વ્ય પંત પ્રમાણે આહારપાણીમાં રાત્રે જીવોત્પત્તિ થાય છે એમ જણાતું નથી. જો કે રાત્રે આહારપાણીમાં કુંથુવા, કીડી વિગેરેનું ચઢવું કે પડવું થયું હોય તો પણ તે ન જણાય (દેખાય) એ સ્વાભાવિક છે અને તેથી જીવદયાને તત્ત્વ તરીકે ગણનારો મનુષ્ય રાત્રિને વખતે તે સુક્ષ્મ જીવોની દયા પાળવી અશકય હોવાથી ભોજન કે પાન કરી શકે જ નહિ. યાદ રાખવાની જરૂર છે કે જૈનશાસ્ત્રકારો ખુદુ જીનના પ્રાણોના નાશને હિંસા તરીકે કે તેના અનાશને દયા તરીકે ગણતા નથી, કેમકે જો તેમ ગણે તો સંયોગિ અને અપયોગિકેવલિપણામાં પણ દ્રવ્ય થકી હિંસાનો પ્રસંગ હોઇ પાપકર્મનો બંધ માનવો પડે અને નદી, સમુદ્ર વગેરે જેવા કેવળ અપકાયના જીવોથી ભરેલા સ્થાનોમાં સિદ્ધિ પામવાનો વખત રહેજ નહિ, અને પંચમહાવ્રતધારી સાધુમહાત્માઓ કરતાં પણ હિંસાને સર્વથા ટાળનારા સૂક્ષ્મ એકેદ્રિયો અત્યંત દયાવાળા બની આત્મકલ્યાણ સાધનારા થાય, કેમકે તે સૂક્ષ્મ એકેંદ્રિયો કોઇપણ સ્વજાતીય કે અન્ય જાતીય જીવોની હિંસા કરતા નથી એટલું જ નહિ પણ પોતાની હિંસાની અપેક્ષાએ થતા કર્મોનું પણ પોતે કારણ બનતા નથી, કેમકે તે જીવોનાં શરીરો એટલાં બધાં બારીક છે કે તેનો નાશ નથી પરસ્પર થતો, નથી બીજાથી થતો, નથી બીજાઓનો તેઓ નાશ કરી શકતા, પણ ઉપર જણાવ્યા પ્રમાણે હિંસાનું સ્વરૂપ પ્રાણનો ઘાત કરવો એ નથી, તેમ દયાનું સ્વરૂપ પ્રાણનો ઘાત ન કરવો તે પણ નથી, પરંતુ જૈનશાસ્ત્રકારના મુદ્દા પ્રમાણે જીવોના પ્રાણોને બચાવવાની બુદ્ધિપૂર્વક બચાવવાને માટે કરાતા પ્રયત્નોને જ દયા કહેવામાં આવે છે, અને તેવા બચાવવાના પ્રયત્નો ન કરવામાં આવે તો જે પ્રવૃત્તિથી અન્ય પણ જીવની હિંસા ન થાય તો પણ તે પ્રવૃત્તિમાં શાસ્ત્રકારો હિંસા માને છે, અને એટલા જ માટે આચાર્ય મહારાજ શäભવસૂરિજી જણાવે છે કે-નયે વેરે નાં વિટ્ટ નયા નાં સંયે, નયે મુન્નતો મસંતો પર્વ મું ન વંધર્ડ અર્થાત્ કોઈ જીવની વિરાધના ન થાય તેવી બુદ્ધિપૂર્વક ચાલતો, ઉભો રહેતો, બેસતો સૂતો ખાતો કે બોલતો માણસ પાપકર્મ બાંધતો નથી. આ ગાથાના ભાવાર્થને વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ચાલવા વિગેરેની ક્રિયામાં હિંસાનું સર્વથા છૂટવું અશક્ય છતાં પણ તે ચાલવા

Loading...

Page Navigation
1 ... 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726