Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 684
________________ ૫૪૪ તા.૮-૯-૩૪ શ્રી સિદ્ધચક્ર ૮ સમૃદ્ધિ મેળવવામાં પણ તે ઈક્કાઈ રાઠોડે કોઈ દેવતાઈ વસ્તુનો કે પોતાને મળેલી સ્થાવર મિલ્કતનો ઉપયોગ કરેલો નથી. જો કે તેવી રીતે પણ મહાપરિગ્રહની આકાંક્ષા અને તેનું મેળવવું તે નરકાદિકને તો આપનારું થાય જ. છતાં જણાવેલી કટુક ફળવાળી ભવપરંપરા કદાચ તેને ન અનુભવવી પડત. ૯ ઈક્કાઈ રાઠોડના ભવમાં જો કે તે મૃગાપુત્રનો જીવ કોઈ તેવો મોટો રાજ્યેશ્વર ન હતો. માત્ર પાંચર્સે ગામોનો તે અધિપતિ હતો. છતાં તેટલા નાના રાજ્યમાં કરેલા માત્ર કર વિગેરેના જ જુલ્મથી તેને આવી દુખમય ભવપરંપરા ભોગવવી પડી. ૧૦ માત્ર પાંચસે ગામોના માલિકને જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે દુઃખમય ભવપરંપરા ભોગવવી પડે તો મોટો દેશ કે ઘણા મોટા દેશના આધિપત્યમાં શું પરિણામ આવે તે જ્ઞાનીઓની દૃષ્ટિથી ગમ્ય હોવા છતાં તેઓને પણ અવાચ્ય હોય એમ માની શકાય. ૧૧ ઇક્કાઈ રાઠોડના ભવમાં તે મૃગાપુત્રના જીવને કોઈપણ અન્ય રાજ્યની સાથે યુદ્ધ કરવું પડયું નથી, કે જેથી કોઇ મનુષ્યોની હત્યા થવાથી તે હત્યાના પ્રતાપે તેને ઘણા ભવમાં ઘણી જાતનાં દુઃખો ભોગવવાં પડ્યાં હોય, પરંતુ તે ઇક્કાઈ રાઠોડે તો માત્ર સમૃદ્ધિ મેળવવા લોકો ઉપર કરનો ભાર વધાર્યો છે અને તેથીજ પૂર્વે વૃત્તાંતમાં જણાવેલી દુઃખમય ભવપરંપરા તેને કરવી પડી છે. ૧૨ ઈક્કાઈ રાઠોડના ભવમાં કોઈપણ સરહદના રાજ્યોની સાથે કાવાદાવાનો પ્રસંગ થયેલો જણાતો નથી, કે જેને રાજ્યશ્વરપણામાં મુખ્ય દુર્ગતિના કારણ તરીકે ગણી શકીએ. ૧૩ તે ઇક્કાઈ રાઠોડના ભાવમાં ભાયાતોના કે સરહદોના કોઈ મુલકો પણ ખાલસા કરી દીધેલા કે જોડી દીધેલા નથી કે જે કૃત્યને ચોરીનું સ્વરૂપ આપી તેના ફળ તરીકે પણ ભયંકર દુર્ગતિ થઈ ગણી શકીએ. ૧૪ તે ઈક્કાઈ રાઠોડના કે તે પછીના પણ કોઈપણ ભવમાં તે જીવે પરસ્ત્રીગમન કરી રંડીબાજી કરી હોય કે વેશ્યાગમનાદિ કોઈપણ દુષ્કૃત્ય કર્યું હોય કે જેને પરિણામે તેને જણાવેલી નરકાદિક દુર્ગતિઓ ભોગવવી પડી હોય, કિન્તુ માત્ર વિષયના સાધનભૂત સમૃદ્ધિ મેળવવા કરેલા કરવૃદ્ધિ આદિના જ કાર્યથી તેને દુર્ગતિની પરંપરા ભોગવવી પડી અને તેને લીધે જ આપણે આ લેખમાં રાજ્યેશ્વર તે નરકેશ્વર એમ કહીએ છીએ. ૧૫ ઈક્કાઈ રાઠોડના કે બીજા કોઈપણ ભવમાં તે જીવે કોઈની પણ ચોરી, મદ્યપાન જેવાં અકાર્યો પણ કરેલાં નથી કે જે અકાર્યોનું પૂર્વે જણાવેલી નરકાદિ દુર્ગતિરૂપ ફળ ગણીએ,

Loading...

Page Navigation
1 ... 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726